________________
કથાશાસ્ત્રઃ ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ)
૧૮૯
વૃદ્ધ અને જીર્ણ શરીરવાળી દેખાતી હતી. તેના દરેક અંગોપાંગ શિથિલ હતા, જેથી તેને કોઈ વર મળતો ન હતો.
એક વખત પાર્શ્વનાથ ભગવાન તે નગરીમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ તે ભૂતા પોતાના ધાર્મિક રથમાં બેસી ભગવાનના દર્શન-વંદન કરવા ગઈ. ઉપદેશ સાંભળી ખૂબ ખુશ થઈ. તેણીને નિર્ગસ્થ પ્રવચન ઉપર ખૂબ શ્રદ્ધા થઈ. માતા-પિતાની આજ્ઞા લઈ સંયમ લેવા તત્પર બની.
એક હજાર પુરુષ ઉપાડી શકે તેવી શિબિકામાં બેસાડી ભગવાન સન્મુખ તેને લાવવામાં આવી. ભગવાનને શિષ્યાના રૂપમાં ભિક્ષા સ્વીકારવાની માતા-પિતાએ વિનંતિ કરી. ભગવાને દીક્ષા આપી અને પુષ્પચૂલા આર્યાને સુપ્રત કરી. ભૂતા આર્યા પુષ્પચૂલા આર્યાની પાસે સંયમ તપથી આત્માને ભાવિત કરતી થકી વિચરવા લાગી.
કાલાંતરે તે ભૂતા આર્યા શરીરની સેવા-સુશ્રષામાં લાગી ગઈ. શુચિધર્મનું આચરણ કરવા લાગી. અર્થાત્ વારંવાર હાથ, પગ, મુખ, શીર, મસ્તક, કાંખ, સ્તન અને ગુપ્તાંગને ધોવા લાગી. બેસવા, સૂવા, ઊભા રહેવાની જગ્યા ઉપર પહેલાં પાણી છાંટવા લાગી. ગુરુણી દ્વારા આ બધી પ્રવૃત્તિઓનો નિષેધ કરવા પર અન્ય એકાંત સ્થાનમાં જઈને રહેવા લાગી અને ઇચ્છિત પ્રવૃત્તિઓ કરવા લાગી ત્યાં તેણી અનેક પ્રકારની તપશ્ચર્યા કરવા છતાં આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી વિરાધક થઈ પ્રથમ દેવલોકના “શ્રી અવતસક' વિમાનમાં “શ્રી દેવી' ના રૂપમાં ઉત્પન્ન થઈ.
કોઈ સમયે ભગવાન મહાવીર સમક્ષ આવીને શ્રી દેવીએ અનેક પ્રકારની નાટય વિધિ દ્વારા સદ્ધિનું પ્રદર્શન કર્યું. ત્યાંની એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુક્ત થશે.
ભૂતાની સમાન જ નવે સ્ત્રીઓનું વર્ણન જાણવું. ફક્ત નામ જ જુદા છે. સર્વેય શારીર-બકુશા થઈ પ્રથમ દેવલોકમાં ગઈ. ત્યાં એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે.
આ વર્ગના વર્ણનથી જાણવા મળે છે કે લોકમાં લક્ષ્મી, સરસ્વતી આદિ દેવીઓની પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે પ્રથમ દેવલોકની દેવીઓ પ્રત્યે એક પ્રકારની ભક્તિનું પ્રદર્શન છે. તેમને પ્રસન્ન કરી લોકો કંઈક મેળવવાની અપેક્ષા રાખે છે.
ત્રીજા વર્ગમાં માણિભદ્ર-પૂર્ણભદ્ર દેવનું વર્ણન આવે છે. તેઓની પણ જિનમંદિરોમાં પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ બધી ભૌતિક સુખની અપેક્ષાથી પ્રવૃત્તિ કરવામાં આવે છે. વીતરાગ ધર્મ તો લૌકિક આશાથી પર રહીને આત્મ-સાધના કરવાનો છે. તેવી સાધના કરનારા સાધકને તો પાંચ પદોમાં સ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org