________________
૧૮૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત-૧
નાટક દ્વારા પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કર્યું. ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. તદુપરાંત કહ્યું કે દેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ, સંયમ અંગીકાર કરી, સર્વ કર્મનો ક્ષય કરી મુક્ત થશે.
'અધ્યયન - ૬ થી ૧૦
છઠ્ઠા અધ્યયનનું સંપૂર્ણ વર્ણન પૂર્ણભદ્ર સમાન સમજવું. નગરીનું નામ મણિપદિકા અને શેઠનું નામ મણિભદ્ર હતું તેમના દીક્ષા, અધ્યયન, તપ અને દેવલોકની સ્થિતિ, મહાવિદેહમાં જન્મ અને અંતે મોક્ષ; આ બધું જ વર્ણન પાંચમા અધ્યયનની સમાન જાણવું.
એ જ પ્રમાણે ૭મા–દત્ત, ૮મા–શિવ, ૯મા–બલ અને ૧૦મા–અનાદૂતનું વર્ણન પાંચમા અધ્યયનની સમાન છે. આ વર્ગમાં વર્ણવેલા ૪ જીવ સંયમના વિરાધક થયા, શેષ છ આરાધક થઈ દેવગતિમાં ગયા. દશમાંથી નવ જીવ એકાવતારી છે અર્થાત્ એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જશે. બહુપુત્રિકા દેવી ત્રણભવ કરી મોક્ષે જશે. સાર:- સંયમ વ્રતની વિરાધના કરવાવાળા પણ જો શ્રદ્ધામાં સ્થિર હોય તો વિરાધક થવા છતાં સંસાર ભ્રમણ એટલે કે જન્મ-મરણ વધારતા નથી. પણ નિમ્ન કક્ષાના દેવ અથવા દેવી સ્વરૂપે ઉત્પન્ન થાય છે. આ ઉપરથી સમજવાનું એ છે કે સંયમમાં પૂર્ણ શુદ્ધ આરાધના ન કરનારા સાધકો, પોતાની શ્રદ્ધા પ્રરૂપણા આગમાનુસાર શુદ્ધ રાખે; યથાસંભવ બાર પ્રકારના તપમાં લીન રહે; કષાય ભાવોથી મુક્ત રહે તો તે સંયમમાં નબળા હોવા છતાં પણ પોતાના આત્માની અધોગતિથી સુરક્ષા કરી, નિકટ ભવિષ્યમાં જરૂર મુક્ત થશે.
વર્ગ - ૪ઃ પુષ્પચૂલિકા આ વર્ગમાં દસ સ્ત્રીઓનું વર્ણન છે જેમણે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં પુષ્પચૂલા નામની સાધ્વી પ્રમુખોની પાસે અધ્યયન કરી, સંયમતપનું પાલન કર્યું હતું. એટલે આ વર્ગનું પુષ્પચૂલા નામ રાખવામાં આવ્યું છે.
તે દસે સ્ત્રીઓ સંયમનું પાલન કરી ક્રમશઃ નીચે પ્રમાણે દેવીઓ બની. (૧) શ્રી દેવી (૨) હી દેવી (૩) ધૃતિ દેવી (૪) કીર્તિદેવી (૫) બુદ્ધિ દેવી (૬) લક્ષ્મી દેવી (૭) ઇલા દેવી (૮) સુરા દેવી (૯) રસ દેવી (૧૦) ગંધ દેવી. શ્રી દેવી – રાજગૃહી નગરીમાં સુદર્શન નામનો ધનાઢ્ય સદ્ગુહસ્થ રહેતો હતો. તેને 'પ્રિયા' નામની પત્ની હતી અને ભૂતા' નામની સુપુત્રી હતી. ભૂતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org