________________
૧૯૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
આત્માઓ જ નમસ્કરણીય છે. તે સિવાય બીજા કોઈને પણ વંદન કરવા ને લૌકિક, વ્યાવહારિક અને પરંપરાગત આચાર માનવો જોઈએ પરંતુ તેમાં ધર્મની કલ્પના ન કરવી જોઈએ.
કેટલાક ભદ્ર સ્વભાવી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ આવા લૌકિક આશાયુક્ત વિનય ભકિતના આચરણને ધર્મ માને છે આ તેમની વ્યકિતગત અજ્ઞાનદશાની ભૂલ છે. જો તેઓ પોતાની પ્રવૃતિનું પરિવર્તન ન કરી શકે તો પણ સમજણનું પરિવર્તન અવશ્ય કરવું જોઈએ અર્થાત્ સાધક આત્મ સાંસરિક પ્રવૃત્તિને લૌકિક આચરણ સમજે અને પ્રભુ આજ્ઞાની પ્રવૃત્તિને ધર્માચરણ સમજે, તેમજ ધર્મના નામે આરંભ-સમારંભ આડંબર પ્રવૃત્તિ નો ત્યાગ કરે.
વર્ગ- પઃ વૃષ્ણિક દશા આ વર્ગમાં અંધક વિષ્ણુના કુળના યાદવોનું વર્ણન છે, એટલે આ વર્ગનું નામ વૃષ્ણિદશા રાખવામાં આવ્યું છે. આ વર્ગના બાર અધ્યયન છે. નિષધ કુમાર:કૃષ્ણ વાસુદેવના ભાઈ બળદેવ રાજાની રેવતી નામની રાણી હતી. તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ નિષધકુમાર રાખવામાં આવ્યું. યૌવનાવસ્થામાં પ્રવેશ કરતાં પચાસ કન્યાઓ સાથે તેના લગ્ન થયા. નિષધ કુમાર ભવ્ય પ્રાસાદમાં મનુષ્ય સંબંધી સુખો ભોગવતા વિચરવા લાગ્યા.
એક વખત અરિહંત અરિષ્ટનેમિ દ્વારિકા નગરીમાં પધાર્યા. કૃષ્ણ વાસુદેવની આજ્ઞાથી સામુદાનિક ભેરી વગાડવામાં આવી. કૃષ્ણ વાસુદેવ તથા પ્રજાજનો ભગવાનના દર્શનાર્થે ગયા. નિષધકુમાર પણ ગયા. ઉપદેશ શ્રવણ કરી ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. પરિષદ પાછી ગઈ.
અરિષ્ટનેમિ ભગવાનના પ્રથમ ગણધર વરદત્ત અણગાર દ્વારા નિષધ કુમારનો પૂર્વભવ પૂછવામાં આવતાં ભગવાને તેનું વર્ણન કર્યું. નિષધકુમારનો પૂર્વભવ :- આ ભરતક્ષેત્રમાં રોહતક નામનું નગર હતું. ત્યાં મહાબલ નામનો રાજા હતો. તેને વીરાંગદ નામનો પુત્ર હતો. બત્રીસ શ્રેષ્ઠ રાજ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. ઉત્તમ પ્રાસાદમાં તે માનુષિક સુખો ભોગવતા વિચરવા લાગ્યો.
કોઈ એક સમયે સિદ્ધાર્થ નામના આચાર્ય તે નગરીમાં પધાર્યા. વીરાંગદ રાજકુમારે ઉપદેશ સાંભળી સંયમ અંગીકાર કર્યો. અગિયાર અંગ કંઠસ્થ કરી અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિ કરવા લાગ્યો. ૪૫ વર્ષ સુધી શુદ્ધ સંયમનું પાલન કરી, બે મહિનાનો સંથારો કરી, આરાધક બની, પાંચમા દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયો. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી. અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org