________________
કથાશાસ્ત્રઃ ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ)
૧૯૧
નિષકુમાર તરીકે ઉત્પન્ન થયો છે અને આજે તેણે શ્રાવકવ્રત સ્વીકાર્યા છે.
નિષધકુમાર શ્રાવકના ગુણોથી સંપન્ન થઈ શ્રમણોપાસક પર્યાય વ્યતીત કરવા લાગ્યા. એક વખત પૌષધમાં ધર્મજાગરણ કરતાં દ્વારિકા નગરીમાં ભગવાનની વંદના પર્યાપાસના કરવાનો સંકલ્પ કર્યો. ભગવાન અરિષ્ટનેમિ તેમના મનોગત ભાવને જાણી ત્યાં પધાર્યા. નિષધકુમાર ઉપદેશ સાંભળી સંયમી બન્યા. અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યા કરતાં. નવ વર્ષનો સંયમ પાળી એકવીસ દિવસનો સંથારો કરી કાળધર્મ પામી સવાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. યૌવનાવસ્થામાં સંયમ ગ્રહણ કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
શેષ અગિયાર અધ્યયનમાં ૧૧ રાજકુમારોનું વર્ણન ઉપર પ્રમાણે જ આવે છે. સંયમગ્રહણ અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ આદિ વર્ણન પણ નિષધકુમારની જેમ જ સમજી લેવું.
ઉપાંગસૂત્રના પાંચવર્ગ અને બાવન અધ્યયનોમાં પ્રથમ વર્ગનાદસજીવોનું નરકમાં જવાનું વર્ણન છે. શેષ ચાર વર્ગના ૪૨ આત્માઓનું સ્વર્ગમાં જવાનું વર્ણન છે તેથી જ પ્રથમ વર્ગનું નામ નિરયાવલિકા હોવું સુસંગત છે. આખાય સૂત્રનું નામ નિરયાવલિકા હોવું તે યોગ્ય નથી. આગમ પ્રમાણથી સંપૂર્ણ સૂત્રનું નામ 'ઉપાંગસૂત્ર" સમજવું અને સૂચિત પાંચ નામ વર્ગોના સમજવા.આ પ્રમાણે આ પાંચ વર્ગાત્મક ઉપાંગસૂત્ર સમાપ્ત થયું.
/ ઉપાંગ સૂત્ર સંપૂર્ણ
ચિતન કણ આ સમભાવની પ્રાપ્તિ અને તે દ્વારા અખૂટ આત્મ-શાંતિ પામવી, એ જ શ્રાવક
જીવન અને સંયમ જીવનનું મુખ્ય લક્ષ્ય છે. આ સમભાવ અને શાંતિની પ્રાપ્તિ થવી એ જ સમસ્ત ધર્મ સાધનાઓનું શ્રેષ્ઠ ફળ છે.
કોઈ વ્યકિતઓના સંયોગથી અને કોઈ પણ ઉપસ્થિત વિકટ પરિસ્થિતિમાં જો સમભાવ અને શાંતિ સ્થિર રહે(ચલિત ન થાય). ત્યારે જ સમજવું જોઈએ કે આપણે ધર્માચરણનો સાચો આનંદ મેળવ્યો છે. અને આપણી ધર્મકરણી |
ધર્માચરણ સફળ છે. આ સમભાવ અને આત્મશાંતિના લાભ માટે જ સંપૂર્ણ સાધનાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org