________________
૧૯૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
નદી સૂત્રની કથાઓ
ઔત્પાતિકી બુદ્ધિનું લક્ષણ અને તેના દૃષ્ટાંતો ઃ
જે વ્યક્તિ કોઈ પણ મૂંઝવણનો ઉકેલ અને ગંભીર પ્રશ્નનું સમાધાન તત્કાળ કરી દે છે, તે વ્યક્તિ ઔત્પાતિકી બુદ્ધિવાળો કહેવાય છે. આ બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારે ય નહિ જાણેલ, ક્યારે ય નહિ જોયેલ નહિ સાંભળેલ અને ક્યારે ય ન વિચારેલ વિષયમાં પણ તત્કાળ ઉકેલ કાઢી, સમાધાન આપી શકે છે. આ બુદ્ધિથી અશક્ય કે દુઃશક્ય લાગતાં કાર્યો પણ બહુ ઝડપથી સફળ થઈ જાય છે.
અહીં ભરત-શિલ શબ્દથી ચૌદ કથાઓ છે અને પછી બીજી છવ્વીસ કથાઓ છે. આમ ઔત્પાતિકી બુદ્ધિની કુલ ૪૦ કથાઓ છે.
ભરતશિલ :– (૧) ભરત (૨) શિલા (૩) ઘેટું (૪) કૂકડો (૫) તલ (૬) રેતી(૭) હાથી (૮) કૂવો (૯) વનખંડ (૧૦) ખીર (૧૧) અતિગ (૧૨) પાંદડા (૧૩) ખીલખોડી(ખિસકોલી) (૧૪) પાંચ પિતા.
(૧) કાકડી(પ્રતિજ્ઞા, શરત) (૨) વૃક્ષ (૩) વીંટી (૪) વસ્ત્ર (૫) કાકીડો (૬) કાગડા (૭) શૌચ(મલપરીક્ષા) (૮) હાથી (૯) ભાંડ (૧૦) ગોળી (૧૧) થાંભલો (૧૨) પરિવ્રાજક (૧૩) માર્ગ (૧૪) સ્ત્રી (૧૫) પતિ (૧૬) પુત્ર (૧૭) મધુછત્ર (૧૮) મુદ્રાઓ (૧૯) વાંસળી (૨૦) પૈસાની થેલી (૨૧) ભિક્ષુ (૨૨) ચેટકનિધાન (૨૩) શિક્ષા–ધનુર્વેદ (૨૪) અર્થશાસ્ત્ર—નીતિશાસ્ત્ર (૨૫) ઈચ્છા મુજબ (૨૬) શતસહસ્ત્ર (લાખ). આ ઔત્પાતિકી બુદ્ધિના દૃષ્ટાંતો છે.
(૧) ભરત ઃ– ઉજ્જયિની નગરીની નિકટ એક નટલોકોનું ગામ હતું. તેમાં ભરત નામનો એક નટ રહેતો હતો. તેની ધર્મપત્નીનું કોઈ અસાધ્ય રોગથી મૃત્યુ થયું. તેને એક રોહક નામનો દીકરો હતો. તે બહુ જ નાનો હતો. તેથી ભરતનટે પોતાની અને રોહકની સંભાળ માટે બીજુ લગ્ન કર્યું. રોહક નાનો હોવા છતાં કુદરતી રીતે બુદ્ધિમાન તથા પુણ્યવાન હતો.
રોહકની વિમાતા દુષ્ટ સ્વભાવની હતી. તે રોહક પર પ્રેમ રાખતી ન હતી, વારંવાર ચિડાયા કરતી હતી. એક દિવસ રોહકે તેની વિમાતાને કહ્યું માતાજી ! આપ મારી સાથે પ્રેમથી વાત કેમ કરતા નથી ? દરરોજ કંઈક ને કંઈક રોક ટોક ચાલુ જ હોય છે, આ શું આપના માટે ઉચિત છે ? રોહકના એ શબ્દો સાંભળીને વિમાતા સળગી ઉઠી અને ક્રોધાવેશમાં આવીને બોલી– દુષ્ટ ! નાના મોઢે મોટી વાત કરે છે ? જા, તારાથી થાય એ કરી લે, મારે તારી કોઈ જરૂર નથી. એમ કહીને વિમાતા પોતાના કાર્યમાં લાગી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org