________________
૧૭૭
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
:
ભેરી વગાડે તો અવાજ બહાર આવશે ? તેની દિવાલ આદિમાં છિદ્ર થશે ? રાજા :- - દિવાલમાં છિદ્ર ન હોવા છતાં અવાજ તો જરૂર આવશે.
કેશી :– રાજન્ ! જેવી રીતે છિદ્ર વિનાની દિવાલમાંથી અવાજ બહાર આવે છે તો અવાજથી પણ આત્મ તત્ત્વ અતિ સૂક્ષ્મ છે. તેની અપ્રતિહત ગતિ છે અર્થાત્ દિવાલ આદિથી જીવની ગતિ અટકતી નથી. તેથી તમે શ્રદ્ધા રાખો કે જીવ શરીરથી ભિન્ન તત્ત્વ છે.
રાજા ઃ- ભંતે ! એક વખત મેં એક અપરાધીને મારી દઈને તત્કાળ લોહ કુંભીમાં પૂરી ઢાંકણને લેપ લગાડી નિશ્ચિંદ્ર કર્યો. કેટલાક દિવસો પછી જોયું તો તેમાં કીડાઓ પેદા થઈ ગયા હતા. તો બંધ કુંભીમાં તેમનો પ્રવેશ કયાંથી થયો ? અંદર તો કોઈ જીવ હતો જ નહિ.
કેશી :– કોઈ સઘન લોખંડનો ગોળો હોય, તેને અગ્નિમાં નાખી દીધા પછી તે થોડીવારમાં લાલઘૂમ થઈ જાય છે, ત્યારે એમ સમજાય છે કે તેમાં અગ્નિનો પ્રવેશ થયો છે. તે ગોળાને જોવામાં આવશે તો કયાં ય છિદ્ર નહીં દેખાય તો તેમાં અગ્નિનો પ્રવેશ કયાંથી થયો ? તેવી રીતે હે રાજન ! જીવ પણ બંધ કુંભીમાં પ્રવેશ કરી શકે છે. તેનું અસ્તિત્વ અગ્નિથી પણ સૂક્ષ્મ છે. તેને લોખંડ આદિમાં પ્રવેશ કરતાં કે બહાર નીકળતાં બાધા નથી પહોંચતી. તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે શરીર અને આત્મા ભિન્ન છે. જન્મ, મરણ અને પરલોક છે. રાજા ઃ- એક શસક્ત વ્યક્તિ પાંચ મણ વજન ઉપાડી શકે છે અને બીજી અશક્ત વ્યક્તિ તે વજન ઉપાડી શકતી નથી. એટલે હું માનું છું કે શરીર એજ આત્મા છે. જો એક આત્મા વજન ઉપાડી શકે તો બીજો કેમ ન ઉપાડી શકે ? કારણ કે શરીર ગમે તેવું અશક્ત હોય પણ આત્મા તો બધાના સરખા જ છે ને ? બધા આત્મા સરખા હોવા છતાં સમાન વજન ઉપાડી નથી શકતા, તેથી મારું માનવું યથાર્થ છે. ‘શરીર એ જ આત્મા છે” જેવું શરીર હોય તે પ્રમાણે કાર્ય થાય છે તેથી આત્માનું અલગ અસ્તિત્વ માનવાની આવશ્યકતા નથી.
કેશી :- સમાન શક્તિવાળા પુરુષોમાં પણ સાધનના અંતરથી કાર્યમાં પણ અંતર પડે છે. જેમ કે એક સરખી શક્તિવાળા બે પુરુષોને લાકડા કાપવાનું કાર્ય સોપવામાં આવ્યું. એકને તીક્ષ્ણ ધારવાળી કુહાડી આપી અને બીજાને બુઠી ધારવાળી કુહાડી આપી. સારી કુહાડીવાળો પુરુષ લાકડાને જલ્દી કાપી નાખે છે અને ખરાબ કુહાડીવાળો કાપી નથી શકતો. તેનો અર્થ એવો નથી કે શસ્ત્ર પ્રમાણે કાર્ય થાય, વ્યક્તિ કંઈ છે જ નહીં. પરંતુ સાધનના અભાવમાં કાર્યમાં અંતર પડે છે. તેમ આત્મ તત્ત્વ બધામાં એક સરખુ હોવા છતાં સાધન રૂપ શરીરની અપેક્ષા તો દરેક કાર્યમાં રહે જ છે. ભાર વહન કરવા કાવડ તથા રસ્સી નવી-જૂની મજબૂત જેવી હોય તે પ્રમાણે વ્યક્તિ ભાર વહન કરી શકે છે. આ રીતે સાધનની મુખ્યતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org