________________
કથાશાસ્ત્ર : રાજપનીય સૂત્ર
૧૬o
જ ભિન્નતા જણાય છે. તેથી હે રાજન્ ! આ તર્કથી પણ આત્માને ભિન્ન ન માનવો, તે અસંગત છે. રાજા:- એક વખત એક માણસને મેં જીવતાં તોળ્યો(વજન કર્યું) પછી તત્કાળ પ્રાણ રહિત કરીને તોળ્યો તો અંશમાત્ર તેના વજનમાં અંતર ન પડ્યું. તમારી માન્યતાનુસાર શરીરથી ભિન્ન આત્મ તત્ત્વ ત્યાંથી નીકળ્યું હોય તો વજનમાં ફરક પડવો જોઈએ ને? કેશી :- કોઈ મસકમાં હવા ભરીને તોળવામાં આવે અને હવા કાઢી નાખ્યા પછી તોળવામાં આવે તો તેમાં કોઈ અંતર નથી પડતું. આત્મા તે હવાથી પણ અત્યંત સૂક્ષ્મ(અરૂપી) છે. તેથી તેના નિમિત્તથી વજનમાં ફરક પડતો નથી. તેથી હે રાજ! તમારે શ્રદ્ધા કરવી જોઈએ કે શરીર અને આત્મા ભિન્ન છે. રાજા :- એક વખત એક અપરાધીને મેં નાના-નાના ટુકડા કરી જોયો, મને ક્યાં ય જીવ ન દેખાયો. તેથી હું માનું છું કે શરીરથી ભિન્ન જીવ જેવી કોઈ ચીજ જ નથી. કેશી :- રાજન્ ! તું પેલા મૂર્ખ કઠિયારાથી અધિક મૂર્ખ છે, વિવેકહીન છે.
એક વખત કેટલાક કઠિયારા જંગલમાં ગયા. આજે એક નવો માણસ પણ સાથે હતો. જંગલ ખૂબ દૂર હોવાથી ત્યાંજ ખાવું-પીવું વગેરે કાર્ય કરવાનું હતું સાથે થોડા અંગારા લીધા હતાં. આજ તેઓએ નવા માણસને કહ્યું તમે જંગલમાં બેસો, અમે લાકડા કાપી લઈ આવશું. તમે ભોજન બનાવી રાખજો. કદાચ આપણી પાસે રહેલો અગ્નિ બુજાઈ જાય તો અરણી કાષ્ટથી અગ્નિ પેદા કરી ભોજન તૈયાર કરી રાખજો. લાકડા લઈ આવ્યા પછી ભોજન કરી ઘરે જશું.
તેઓના ગયા પછી પેલા માણસે યથાસમયે ભોજન બનાવવાનો પ્રારંભ કર્યો પણ જોયું તો આગ બુજાઈ ગઈ હતી. અરણી કાષ્ઠની ચારે બાજુ જોયું તો કયાંય અગ્નિ ન દેખાણો. આખરે અરણી કાષ્ટના ટુકડે-ટુકડા કરી જોયા પણ અગ્નિ ન દેખાણો. અગ્નિ વિના ભોજન કેમ પકાવવું? તેમ તે વિચારમાં પડી ગયો અને નિરાશ થઈ બેઠો રહ્યો.
જ્યારે તે કઠિયારાઓ લાકડા લઈને આવ્યા ત્યારે તેઓએ બીજા અરણી કાષ્ઠ દ્વારા અગ્નિ પૈદા કરી ભોજન બનાવ્યું. તેઓએ નવા કઠિયારાને કહ્યું કે રે મૂર્ખ ! તું આ લાકડાના ટુકડે-ટુકડા કરી તેમાંથી અગ્નિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તો એમ શોધવાથી અગ્નિ મળે? તે જ રીતે હે રાજન્ ! તારી પ્રવૃત્તિ પણ તે મૂર્ખ કઠિયારા સમાન છે. રાજા :- ભતે ! તમારા જેવા જ્ઞાની, બુદ્ધિમાન, વિવેકશીલ વ્યક્તિ આ વિશાળ સભામાં મને તુચ્છ, હલકા શબ્દોથી, અનાદર પૂર્ણ વ્યવહાર કરે તે ઉચિત છે. કેશી:- રાજનું! તમે જાણો છો કે પરિષદ કેટલા પ્રકારની હોય છે? તેમાં કોની સાથે કેવી રીતે વ્યવહાર કરાય? કોને કેવો દંડ દેવાય? તો તમે મારી સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org