________________
કથાશાસ્ત્ર : રાજપ્રશ્નીય સૂત્ર
કેશી :- રાજન્ ! આ અવસ્થા નરકના જીવોની અને તારા દાદાની હશે. પોતાના દુઃખથી અહીં આવવાનો વિચાર પણ ન કરી શકે અથવા તે આવવા ઇચ્છે તો આવી ન શકે. તેથી તારા દાદા તને કહેવા ન આવ્યા હોય; તે માટે જીવ અને શરીર એક જ છે, તેમ માનવું યોગ્ય નથી.
૧૫
રાજા :- ભંતે ! મારી દાદી બહુ ધર્માત્મા હતી. તેથી તમારી માન્યતા અનુસાર જરૂર સ્વર્ગમાં ગઈ હશે. તેને પાપ ફળનો પ્રતિબંધ નહીં હોય; તો તે આવીને મને કહી શકે કે હે પૌત્ર ! હું ધર્મ કરી સ્વર્ગમાં ગઈ છું. તું પાપ નહીં કરતો. આત્મા અને શરીર ભિન્ન છે, તેમ માની ધર્મ કર, પ્રજાનું યથાતથ્ય પાલન કર, ઇત્યાદિ. પણ હજી સુધી તે મને સાવધાન કરવા ક્યારે ય આવી નથી. તેને મારા ઉપર અત્યંત પ્રેમ હતો તો પણ કેમ આવી નહિ? તેથી પરલોક, દેવલોક અને આત્મા એવું કાંઈ નથી એવી મારી માન્યતા છે.
કેશી :–રાજન્ ! જયારે તું સ્નાન આદિ કરી પૂજાની સામગ્રી આદિ લઈ મંદિરમાં જઈ રહયો હોય, અને માર્ગમાં કોઈ પુરુષ અશુચિથી ભરેલા શૌચગૃહ પાસે બેઠો તમને કહે.“અહીં આવો, થોડી વાર બેસો.’’ તો તમે ત્યાં ક્ષણભર પણ નહીં જાવ. તે પ્રકારે હે રાજન્ ! મનુષ્ય લોકમાં ૫૦૦ યોજન ઉપર અશુચિની દુર્ગંધ જાય છે. તેથી દેવો અહીં નથી આવતા. તેથી તમારા દાદી પણ તમને કહેવા ન આવ્યા હોય.
દેવલોકમાંથી તિńલોકમાં ન આવવાના કારણ (૧) ૫૦૦ યોજન ઉપર દુર્ગંધ ઊછળે છે. (૨) ત્યાં ગયા પછી અહીંનો પ્રેમ સમાપ્ત થઈ જાય છે. (૩) ત્યાં ગયા પછી હમણાં જાઉં જાઉં એવો વિચાર કરી કોઈ નાટક જોવામાં કે એશ—આરામમાં પડી જાય; તેટલા સમયમાં અહીં કેટલીય પેઢીઓ પસાર થઈ જાય છે. તેથી દાદીના આવવાના ભરોસે તમારું માનવું યોગ્ય નથી. રાજા :- ભંતે ! તે સિવાય પણ મારો અનુભવ છે કે શરીરથી ભિન્ન જીવ તત્ત્વ નથી. એક વખત મેં એક અપરાધી પુરુષને લોખંડની કોઠીમાં બંધ કરી, ઢાંકણું ઢાંકી તેની ઉપર ગરમ લોખંડ અને ત્રાંબાનો લેપ કર્યો. વિશ્વાસુ માણસને પહેરેગીર તરીકે રાખ્યો. કેટલાક દિવસ પછી તે કોઠીને ખોલવામાં આવી તો તે વ્યક્તિ મૃત્યુ પામી હતી. તે કોઠીમાં સોઈની અણી જેટલું પણ છિદ્ર નહોતું પડ્યું. જો આત્મા અલગ હોય તો કોઠીમાંથી નીકળતાં કયાંક સૂક્ષ્મ છિદ્ર પડવું જોઈએ ને ? ખૂબ ધ્યાન પૂર્વક નીરખ્યું હોવા છતાં કયાં ય છિદ્ર ન દેખાયું. તેથી મારી માન્યતાને પુષ્ટિ મળી.
કેશી :– રાજન્ ! ચોતરફ બંધ દરવાજાવાળો એક ખંડ હોય. તેની દિવાલો નકકર બની હોય, તેમાં કોઈ વ્યક્તિ બેંડ-વાજા, ઢોલ આદિ લઈને ગઈ હોય, પછી દરવાજા બંધ કરી, તેની ઉપર લેપ કરી સંપૂર્ણ છિદ્ર રહિત કર્યા, પછી જોર-જોરથી ઢોલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org