________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
થયો હતો. તેથી તેનું નામ ‘ચંદ્રગુપ્ત’ રાખ્યું. ચંદ્રગુપ્ત જ્યારે જુવાન થયો ત્યારે પોતાની માતાને ચંદ્રપાન કરાવનાર ચાણક્યની સહાયતાથી રાજા નંદને મારીને પાટલિપુત્રનો રાજા બની ગયો અને ચાણક્યને પોતાનો મંત્રી બનાવ્યો. આ ચાણક્યની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
૨૩૦૮
(૧૩) સ્થૂલિભદ્ર :- પાટલિપુત્રમાં નંદ નામના રાજા રાજ્ય કરતા હતા. તેના મંત્રીનું નામ શકડાલ હતું. તે બહુ ચતુર હતો. તેને સ્થૂલિભદ્ર અને શ્રિયક નામના બે દીકરા હતા. તેમજ યક્ષા, યક્ષાદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેણા, વેણા અને રેણા નામની સાત પુત્રીઓ
હતી. તે કન્યાઓની સ્મરણ શક્તિ અજબ ગજબની હતી. સર્વથી મોટી દીકરી યક્ષાની સ્મરણ શક્તિ બહુ તીવ્ર હતી. જે વાત તે એકવાર સાંભળતી તેને અક્ષરશઃ યાદ રાખતી. યક્ષદત્તા બે વાર સાંભળીને યાદ રાખતી. ભૂતા ત્રણવાર, ભૂતદત્તા ચારવાર, સેણા પાંચવાર, વેણા છ વાર અને રેણા સાતવાર સાંભળે તો કોઈ પણ વાત ક્યારે ય ભૂલતી નહીં. ગમે ત્યારે ગમે તેને એ વાત સંભળાવી શકે એવી તેની સ્મરણશક્તિ હતી.
એ જ નગરમાં એક વરરુચિ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ વિદ્વાન હતો. તે પ્રતિદિન ૧૦૮ શ્લોકની રચના કરીને રાજસભામાં રાજા નંદની સ્તુતિ કરતો. રાજા નિત્ય નવા નવા ૧૦૮ શ્લોક વડે કરાતી પોતાની સ્તુતિ સાંભળતા અને સાંભળીને મંત્રીના સામે જોતા. તેનો અભિપ્રાય એવો હતો કે મંત્રી તેની પ્રશંસા કરે તો તેને કંઈક પુરસ્કાર આપી શકાય. પરંતુ શકડાલ મંત્રી કાંઈ પણ બોલ્યા વગર ચુપચાપ સાંભળતા તેથી રાજા તેને કાંઈ પણ પુરસ્કાર આપતા ન હતા. વરરુચિ પ્રતિદિન રાજસભામાંથી ખાલી હાથે ઘેર જતો. વરરુચિની પત્ની તેને ઉપાલંભ આપતી કે તમે કાંઈ પણ કમાઈને કેમ લઈ આવતા નથી? આ રીતે આપણું ઘર શી રીતે ચાલશે ? તેની પત્ની પ્રતિદિન પતિને કહેતી કે તમે ગમે તેમ કરીને કંઈક કમાઈને લઈ આવો. પત્નીની વાત સાંભળીને વરરુચિએ વિચાર્યું- જ્યાં સુધી મંત્રી રાજાને કાંઈ કહેશે નહીં ત્યાં સુધી રાજા મને કાંઈ પણ આપશે નહીં. એક વાર તે શકડાલ મંત્રીના ઘેર ગયો અને તેની સ્ત્રીની પ્રશંસા કરવા લાગ્યો. તેની સ્ત્રીએ પૂછ્યું– પંડિતરાજ ! આપ આજે અહીં કયા પ્રયોજનથી આવ્યા છો ? વરરુચિએ તેણીને સર્વ વૃત્તાંત સંભળાવી દીધો અને કહ્યું- હું પ્રતિદિન નવા નવા ૧૦૮ શ્લોક બનાવીને રાજાની સ્તુતિ કરું છું. પરંતુ મંત્રીના મૌન રહેવાથી રાજા ખુશ થઈને મને કાંઈ આપતા નથી, તેથી મારી પત્ની મારી સાથે દરરોજ ઝગડો કરે છે અને કહે છે રાજા કાંઈ આપતા નથી, તો પછી શા માટે દિવસભર કલમ પકડીને બેસો છો? શકડાલની પત્નીએ કહ્યું– ભલે ! આજે હું મંત્રીને વાત કરીશ.
શકડાલની પત્ની બુદ્ધિમતી અને દયાળુ હતી. તેણીએ રાત્રે પોતાના પતિને કહ્યું– સ્વામિન્ ! વરચિ પ્રતિદિન એક સો આઠ નવા નવા શ્લોકની રચના કરીને રાજાની સ્તુતિ કરે છે. શું એ શ્લોક આપને સારા નથી લાગતા ? તેના પતિએ કહ્યું– મને સારા લાગે છે. તો પછી આપ પંડિતજીની પ્રશંસા કેમ નથી કરતા ? મંત્રીએ કહ્યું– તે મિથ્યાત્વી છે માટે હું તેની પ્રશંસા કરતો નથી. પત્નીએ ફરી વિનયપૂર્વક કહ્યું– નાથ ! જો આપના કહેવાથી એ બિચારાનું ભલું થતું હોય તો આપને એમાં શું નુકશાની છે ? મંત્રીએ કહ્યું– ભલે, કાલે હું એ બાબત વિચાર કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org