________________
કથાશાસ્ત્રઃ નદી સૂત્રની કથાઓ
૩છે
સદશ બની ગયા. રાજસેવકોએ રાજાને ખબર આપ્યા કે બંદી કરેલા દરેક માણસો મરી ગયા છે. રાજાએ ચાંડાલને બોલાવીને એ બધાને શમશાનમાં લઈ જવાની આજ્ઞા આપી. ચાંડાલે વરધનુના સંકેત અનુસાર એક જગ્યાએ તેઓને મૂકી દીધા.
વરધનુએ ત્યાં આવીને તે દરેકની આંખોમાં સંજીવની ઔષધિ આંજી તો તત્કાળ દરેક સભ્ય સ્વસ્થ બની ગયા અને વરધનુને પોતાની પાસે ઊભેલો જોઈને હર્ષિત થયા. ત્યારબાદ વરધનું પોતાના પરિવારને કોઈ સંબંધીને ત્યાં સકુશળ રાખીને પોતે રાજકુમાર બ્રહ્મદત્તની શોધ કરવા નીકળી ગયો. દૂર દૂર જંગલમાં તેને રાજકુમાર મળી ગયો. બન્ને મિત્રો ત્યાંથી ચાલતા થયા, રસ્તામાં અનેક રાજાઓની સાથે યુદ્ધ કરીને તેઓને જીતી લીધા. અનેક કન્યાઓ સાથે બ્રહ્મદત્તના લગ્ન થયા. ધીરે ધીરે છ ખંડને જીતીને બ્રહ્મદત્ત ચક્રવર્તી કંપિલપુર નગરમાં આવ્યા. ત્યાં આવીને દીર્ઘપુષ્ઠને મારીને ચક્રવર્તીની ઋદ્ધિનો ઉપભોગ કરતાં સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા.
આ રીતે મંત્રી પુત્ર વરધનુએ પોતાના કુટુંબની અને બ્રહ્મદત્તની રક્ષા કરી, તેમજ બ્રહ્મદત્તને ચક્રવર્તી બનાવવામાં અનેક પ્રકારે સહાયતા આપી. આ તેની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૨) ચાણક્ય – પાટલિપુત્રના રાજા નંદ કુપિત થઈને એક વાર ચાણક્ય નામના બ્રાહ્મણને પોતાના નગરથી બહાર નીકળી જવાની આજ્ઞા આપી. ચાણક્ય સંન્યાસીનો વેષ ધારણ કરીને ત્યાંથી રવાના થયો. ફરતાં ફરતાં તે મૌર્ય દેશમાં પહોંચ્યો. ત્યાં એક ગામમાં કોઈ એક ક્ષત્રિયાણીને ચંદ્રપાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો. દોહદ પૂણે ન થવાથી ક્ષત્રિયાણી દિન પ્રતિદિન દૂબળી થવા લાગી. તેના પતિએ પત્નીને પૂછયું- તું દુબળી કેમ દેખાય છે? કાંઈ દર્દ થયું હોય તો વાત કર. પત્નીએ દોહદની વાત કરી. તેણીની વાત સાંભળીને તેનો પતિ પણ ચિંતામાં પડી ગયો. તેણીની આ ઈચ્છા હું કઈ રીતે પૂર્ણ કરી શકીશ? દોહદ પૂર્ણ નહિ થવાથી તેણી અતિ અતિ દૂબળી થવા લાગી. તેનો પતિ વિચાર કરે છે કે જો આ સ્ત્રીનો દોહદ પૂર્ણ નહિ થાય તો તે મરી જશે. આ અરસામાં સંન્યાસી ચાણક્ય ફરતો ફરતો એ ગામમાં આવ્યો. તે સમયે ક્ષત્રિય ઘરની બહાર ઉદાસ બેઠો હતો. ચાણક્ય તેની ઉદાસીનું કારણ પૂછ્યું. ક્ષત્રિયે તેની પત્નીના દોહદની વાત બતાવી. એ વાત સાંભળીને ચાણક્ય કહ્યું હું તેણીની ઈચ્છા પૂર્ણ કરી દઈશ.
ચાણક્ય તે સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માટે નગરની બહાર એક તંબૂ બનાવ્યો. તેની ઉપર એક ચંદ્રાકાર છિદ્ર બનાવ્યું અને પૂર્ણિમાની રાત્રિએ છિદ્રની નીચે એક થાળ માં પેય પદાર્થ રાખી દીધો. તે દિવસે ત્યાં એક મહોત્સવ રાખેલ હતો, એમાં ક્ષત્રિય અને ક્ષત્રિયાણીને પણ બોલાવ્યા. જ્યારે ચંદ્ર તે છિદ્રની ઉપર આવ્યો ત્યારે તેનું પ્રતિબિંબ થાળીમાં પડ્યું. તે જ સમયે ચાણક્ય કહ્યું– બહેન! આ થાળીમાં ચંદ્ર છે તેનું પાન કરી લો. ક્ષત્રિયાણીએ એ પેય પદાર્થનું પ્રસન્નતાપૂર્વક પાન કર્યું. જે ક્ષણે તેણીએ ચંદ્ર પીધો તે જ ક્ષણે ચાણક્ય છિદ્ર ઉપર એક કપડું ઢાંકી દીધું. જેથી ચંદ્રનો પ્રકાશ આવવો બંધ થઈ ગયો. ક્ષત્રિયાણી ચંદ્રનું પાન કરીને ખુશ થઈ ગઈ. તેણીની ઈચ્છા પૂર્ણ થવાથી તે શીધ્ર સ્વસ્થ બની ગઈ અને સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી, સમય થવા પર ચંદ્ર સમાન તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. બાળક ગર્ભમાં આવ્યો ત્યારે માતાને ચંદ્રનો દોહદ ઉત્પન્ન For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International