________________
ર૪૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત-૧
તેઓશ્રીના પ્રતિબોધથી સંખ્યાબંધ આત્માઓએ આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત કર્યો. ચિરકાળ સુધી વજમુનિએ સંયમની સાધના કરી, અંતિમ સમયે અનશનવ્રત ધારણ કરીને આયુષ્ય કર્મ સમાપ્ત થતાં દેવલોકમાં પધાર્યા.
વજનિનો જન્મ વિક્રમ સંવત ૨૬ માં થયો અને ૮૮ વર્ષનું આયુષ્ય ભોગવીને વિ. સં. ૧૧૪ માં તેમનો સ્વર્ગવાસ થયો. વજમુનિએ બચપણથી જ માતાના પ્રેમની ઉપેક્ષા કરી અને શ્રીસંઘનું બહુમાન કર્યું. એવી રીતે કરવાથી માતાનો મોહ પણ દૂર થયો, સ્વયં સંયમ ગ્રહણ કરી, માતાને પણ સંયમ અપાવી, શાસનની પ્રભાવનામાં સવિશેષ વૃદ્ધિ કરી. આ છે વજમુનિની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ. (૧૬) ચરણાહત :- કોઈ એક નગરમાં એક યુવાન રાજા રાજ્ય કરતા હતા. તેની અપરિપક્વ ઉંમરનો લાભ ઉઠાવવા માટે અમુક યુવકોએ આવીને રાજાને સલાહ આપી. “મહારાજ! આપ તરુણ વયના છો તેથી આપના કાર્ય સંચાલનમાં પણ તરુણ વ્યક્તિઓ જ હોવી જોઈએ. એવી વ્યક્તિઓ પોતાની શક્તિ તથા યોગ્યતાથી કુશળતાપૂર્વક રાજ્યનું કાર્ય કરશે. વૃદ્ધો અશક્ત હોવાના કારણે કોઈપણ કાર્ય સારી રીતે ન કરી શકે.”
રાજા નવયુવક હતા પણ અત્યંત બુદ્ધિમાન હતા. તેઓએ તે નવયુવકોની પરીક્ષા કરવા માટે કહ્યું જો કોઈ માણસ મારા મસ્તક પર પોતાના પગ વડે પ્રહાર કરે તો તેને કેવા પ્રકારનો દંડ કરવો જોઈએ? યુવકોએ કહ્યું– મહારાજ ! એવી વ્યક્તિના તલ તલ જેટલા ટુકડા કરીને મારી નાંખવી જોઈએ. રાજાએ એ જ પ્રશ્ન દરબારમાં અનુભવી વૃદ્ધોને પણ કર્યો. તેઓએ વિચારીને કહ્યું- મહારાજ! જે વ્યક્તિ આપના મસ્તક પર ચરણોથી પ્રહાર કરે તેના પર પ્યાર કરવો જોઈએ અને અમૂલ્ય વસ્ત્રાભૂષણની તેને ભેટ આપવી જોઈએ. વૃદ્ધજનોનો ઉત્તર સાંભળી રાજા અત્યંત ખુશ થયા.
વૃદ્ધજનોનો ઉત્તર સાંભળીને નવયુવકો ગુસ્સે થયા. પરંતુ રાજાએ તેઓને શાંત ર્યા અને વૃદ્ધજનોને પોતાની વાત સ્પષ્ટ કરવા માટે કહ્યું. એટલે એક વૃદ્ધ દરબારીએ ઉત્તર દીધો–મહારાજ! આપના મસ્તક પર ચરણોનો પ્રહાર તો આપનાશિશ રાજકુમાર જ કરી શકે તે સિવાય અન્ય કોણ એવું સાહસ કરી શકે? અને શિશ રાજકુમારને કેવી રીતે દંડદેવાય? વૃદ્ધદરબારીનો ઉત્તર સાંભળીને નવયુવકો પોતાની અજ્ઞાનતા પર લજ્જિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા. રાજાએ પ્રસન્ન થઈને વયોવૃદ્ધ દરબારીઓનું સન્માન કર્યું અને તેઓને જ પોતાનાં કાર્યોમાં નિયુક્ત કર્યા. રાજાએ સભા સમક્ષ એમ પણ કહ્યું– રાજ્ય યોગ્ય કાર્યમાં શક્તિ કરતાં બુદ્ધિની આવશ્યકતા અધિક હોય છે. આ ઉદાહરણ વૃદ્ધજનો તથા રાજાની પારિણામિકી બુદ્ધિનું છે. (૧૭) આંબળા:- કોઈ એક ગામમાં એક કુમારે કોઈ એક વ્યક્તિને મૂર્ખ બનાવવા માટે પીળી માટીના કૃત્રિમ આંબળા બનાવીને તેને આપ્યા. તેનો રૂપ-રંગ, આકાર-પ્રકાર અને વજન બરાબર આંબળા સમાન જ હતા. આંબળા હાથમાં લઈને પેલો માણસ વિચારવા લાગ્યો- આ આકૃતિમાં તો આંબળા જેવા જ છે પરંતુ આ બહુ જ કઠણ છે અને અત્યારે ઋતુ પણ આંબળાની નથી. આ રીતે કૃત્રિમ આંબળાને તેણે પોતાની પારિણામિકી બુદ્ધિ વડે જાણી લીધાં. (૧૮) મણિ - કોઈ એક જંગલમાં એક મોટો સર્પ રહેતો હતો. તેના મસ્તક પર મણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org