________________
| કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ
ર૪૦
ત્યાં જ રોકાઈને સાંભળવા લાગ્યા કે આ અવાજ કોનો છે? થોડીવારમાં આચાર્યશ્રીએ બાળક વજમુનિનો અવાજ ઓળખી લીધો. તેની વાચના આપવાની શૈલી અને તેની જ્ઞાન પ્રતિભા પણ આચાર્યશ્રીએ જાણી લીધી. બીજા મુનિઓ તેની વાચનાની છટા જોઈને આશ્ચર્યમાં પડી ગયા! આટલા નાનકડા બાળમુનિને આટલું બધું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ ગયું? તેની પ્રતિભાની પ્રશંસા કરતાં કરતાં તેઓએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. આચાર્યશ્રીને જોઈને વજમુનિ ત્યાંથી ઊભા થઈને ગુરુદેવના ચરણોમાં વિનયપૂર્વક નમસ્કાર કરીને દરેક ઉપકરણોને યથાસ્થાને રાખી દીધા. એટલી વારમાં ગોચરી ગયેલા મુનિઓ પણ આવી ગયા. દરેકે આહાર પાણી ગ્રહણ કર્યા.
- આચાર્યશ્રીએ વિચાર્યું– આ વજમુનિ સતધર છે પણ તેને નાના સમજીને અન્ય મુનિઓ તેની અવજ્ઞા ન કરે એટલા માટે થોડા દિવસ માટે અહીંથી વિહાર કરીને બહાર વિચરણ કરવું જોઈએ. પછી તેઓશ્રી વાચના આપવાનું કાર્ય વજમુનિને સોંપીને વિહાર કરી ગયાં. બાળક વજમુનિ આગમના સૂક્ષ્મથી સૂક્ષ્મ રહસ્યને એટલી સરળતાથી સમજાવતા હતા કે મંદ બુદ્ધિવાન મુનિ પણ તેને હૃદયંગમ કરવા લાગ્યા. મુનિઓના હૃદયમાં પૂર્વ પ્રાપ્ત જ્ઞાનમાં જે જે શંકાઓ હતી તેનું વજમુનિની શાસ્ત્રોક્ત વિસ્તૃત વાચના વડે સમાધાન થઈ ગયું. દરેક સાધુઓનાં હૃદયમાં વજમુનિ પર અસીમ શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ અને તેઓ વિનયપૂર્વક વજમુનિ પાસે વાચના લેતા રહ્યા.
આચાર્યશ્રી વિચરણ કરતાં કરતાં ફરી તુંબવન નગરમાં પધાર્યા.દરેક મુનિઓને આચાર્યશ્રીએ વજમુનિની વાચના વિષે પૂછ્યું ત્યારે મુનિઓએ પૂર્ણ સંતોષ વ્યક્ત કરીને કહ્યું-– ગુરુદેવ! વજમુનિ અમને સારી રીતે વાચના આપી રહ્યા છે. કૃપા કરીને આપ હંમેશને માટે વાચનાનું કાર્યવાજમુનિને સોંપી દો. આચાર્યશ્રી આ વાત સાંભળીને અત્યંત સંતુષ્ટ તેમજ પ્રસન્ન થઈને બોલ્યા- વજમુનિ પ્રત્યે તમો દરેકનો સ્નેહ અને સદૂભાવ જોઈને મને ખૂબ જ સંતોષ થયો છે. મેં પણ તેની યોગ્યતા અને કુશળતાનો પરિચય કરાવવા માટે જ તેઓને આ કાર્ય સોંપીને વિહાર કર્યો હતો. વજમુનિનું આ સમગ્ર રુતજ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ ન હતું પણ સાંભળતાં સાંભળતાં તેને આ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્યાં સુધી ગુરુના મુખેથી જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય ત્યાં સુધી કોઈ વાચનાગુરુ બની શકે નહીં. તેથી આચાર્યશ્રીએ વજમુનિને સમસ્ત સૂત્રોની વાચના આપી અને પોતાનું બધું જ્ઞાન તેને શિખડાવી દીધું.
રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક વાર આચાર્યશ્રી પોતાના શિષ્ય સમુદાય સહિત દશપુર નગરમાં પધાર્યા. તે સમયે આચાર્ય ભદ્રગુપ્ત વૃદ્ધાવસ્થાના કારણે અવંતિ નગરીમાં સ્થિરવાસ કર્યો હતો. આચાર્યશ્રીને આ સમાચાર મળતાં પોતાના બે શિષ્યોની સાથે વજમુનિને તેમની સેવામાં મોકલ્યાં. વજમુનિએ આચાર્ય ભદ્રગુપ્તની સેવા કરતાં કરતાં દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ આચાર્યશ્રી સિંહગિરિએ વજમુનિને આચાર્યપદ પ્રદાન કરી પોતે અનશનવ્રત ધારણ કર્યું અને સ્વર્ગે સિધાવી ગયા.
- આચાર્યશ્રી વજમુનિ ગ્રામાનુગ્રામ ધર્મોપદેશ વડે સ્વ-પરકલ્યાણમાં સંલગ્ન બની ગયા. સુંદરતેજસ્વીરૂપ, શાસ્ત્રીયજ્ઞાન, વિવિધ પ્રકારની લબ્ધિઓ અને આચાર્યશ્રીની અનેક વિશેષતાઓથી આચાર્ય વજમુનિનો પ્રભાવ દિગ્દિશાંતરોમાં ફેલાઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org