________________
કથાશાસ્ત્ર : ઉપાસક દશાંગ સૂત્ર
ઉપાસક દાંગ સૂત્ર
૫૯
પ્રસ્તાવનાઃ
જૈન ધર્મમાં ત્યાગ અને સાધનાનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીર્થંકર પ્રભુ કેવલજ્ઞાન પ્રાપ્તિ બાદ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. જેમાં ચાર અંગ હોય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. એમની સાધનાને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. શ્રમણ ધર્મ અને શ્રમણોપાસક ધર્મ. શ્રમણ સર્વત્યાગી સંયમી હોય છે. જ્યાં આત્મ સાધના જ સર્વસ્વ છે. આ શ્રમણ સવ્વ સાવખ્ત નોળ જ્વામિ આ સંકલ્પ સાથે જ નવા જીવનમાં પ્રવેશ કરે છે. ત્યાં તેઓ કરવું કરાવવું અને અનુમોદન કરવું, આ ત્રણ કરણ અને મન, વચન અને કાયારૂપ ત્રણ યોગથી જીવન પર્યન્ત બધાં જ પાપોનો ત્યાગ કરે છે. તેમની એ સાધના સર્વ-વિરતિ સાધના છે.
મહાવ્રતોની સમગ્ર પરિપૂર્ણ આરાધના રૂપ ઉપર્યુક્ત સાધનાની અપેક્ષાએ હળવો, સુકર, સરળ બીજો માર્ગ પણ છે. જેમાં સાધક પોતાની શક્તિ અનુસાર, સીમામાં(મર્યાદામાં) વ્રત સ્વીકાર કરે છે. એવા સાધકોને શ્રમણોપાસક(શ્રાવક) કહેવામાં આવે છે. તેમની આ સાધનાને દેશ વિરતિ સાધના કહેવામાં આવે છે.
ઉપાશક દશાંગ સૂત્ર અંગ સૂત્રોમાં સાતમું અંગ સૂત્ર છે. એમાં દેશ વિરતિ સાધના રૂપે શ્રમણોપાસક જીવનની ચર્ચાઓ છે. ભગવાન મહાવીરના સમયના દશ શ્રાવક- ૧. આનંદ ૨. કામદેવ ૩. ચૂલણીપિયા ૪. સુરાદેવ ૫. ચુલશતક, ૬. કુંડકૌલિક ૭. સકડાલપુત્ર ૮. મહાશતક ૯. નંદિનીપિયા અને ૧૦. શાલિહિપિયા આદિનું વર્ણન છે.
આમ, ભગવાન મહાવીરના લાખોની સંખ્યામાં શ્રાવકો હતાં. તેમનામાં મુખ્ય શ્રાવકો સંખ-પુષ્કલીજી વગેરે હતા. તદપ અહીં આ ૧૦ શ્રાવકોનું જીવન કંઈક વિશેષ ઘટનાઓ અને ઉપસર્ગોને કારણે તેમજ પ્રેરક હોવાથી અંકિત કરવામાં આવ્યું છે. સૂત્રમાં વર્ણિત દશે શ્રાવકોએ વીસ વર્ષ સુધી શ્રાવક વ્રતોનું પાલન કર્યુ.
જેમાં છેલ્લા છ વર્ષોમાં બધાયે નિવૃત્તિમય જીવન સ્વીકાર કર્યું અને શ્રાવકની અગિયાર પિંડમાઓનું આરાધન કર્યું. આ સમાનતાની દૃષ્ટિએ પણ આ દશ શ્રાવકોનું વર્ણન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે.
આ સૂત્રની સ્વતંત્રરૂપે વિશેષતા એ છે કે તે ગૃહસ્થ જીવનની સર્વાંગીય સાધના પર પ્રકાશ પાડે છે. તે કારણે તેનું નામ પણ ઉપાશક દશાંગ સૂત્ર રાખવામાં આવ્યું છે. આથી ગૃહસ્થજીવનમાં ધર્માચરણ કરનાર દરેક સાધકો માટે આ સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org