________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
અવશ્ય વાંચવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે. આ તથ્યને સમજીને દરેક શ્રમણોપાસક આ સૂત્રનું વારંવાર અધ્યયન કરશે તો તેઓ વિગતવાર માર્ગદર્શન આ સૂત્રથી મેળવી શકશે, પ્રાપ્ત કરશે. આ સૂત્રનો મૂળ પાઠ ૮૧ર શ્લોક પ્રમાણ માનવામાં આવ્યું છે. તેના રચનાકાર સ્વયં ગણધર પ્રભુ છે.
અધ્યયન : ૧ આનંદ શ્રાવક:
પ્રાચીનકાળમાં વૈશાલીની નજીક જ વાણિજ્યગ્રામ નામનું નગર હતું. ત્યાંજિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેલિચ્છવીઓનું ગણ રાજ્ય હતું. તે નગરમાં આનંદ નામનાં શેઠ રહેતા હતા. તેની પાસે કરોડોની સંપત્તિ હતી. સમાજમાં તે પ્રતિષ્ઠિત અને સન્માનિત હતા. બુદ્ધિમાન, વ્યવહારકુશળ અને મિલનસાર હોવાને કારણે તેઓ બધાના વિશ્વસનીય હતા. તેમને શિવાનંદા નામની પત્ની હતી. તે પણ ગુણવંતી અને પતિપરાયણા હતી. આનંદના અન્ય પારિવારિક લોકો પણ ગુણ સંપન્ન અને સુખી હતાં. એકદા તે નગરની બહાર ઉપવનમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પ્રજાજનો ભગવાનના દર્શન કરવા ગયાં. આનંદ શ્રાવકને જાણકારી મળી. તેના મનમાં પણ ભગવાનના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. તે પણ ત્યાં પહોંચ્યા અને ભકિતપૂર્વક ભગવાનને વંદન નમસ્કાર કરીને પરિષદમાં બેસી ગયા.
ભગવાને આવેલી વિશાળ પરિષદમાં બેઠેલાં તમામ લોકોને ઉપદેશ આપ્યો. જીવાદિ મોક્ષ પર્યન્ત તત્વોનું સ્વરૂપ સમજાવ્યું. સંયમ ધર્મ અને ગૃહસ્થ ધર્મનું પણ ભગવાને વિશ્લેષણ કર્યું. ઉપદેશ સાંભળીને કેટલાય લોકો પ્રતિબોધ પામ્યા, શ્રદ્ધાન્વિત બન્યા અને કેટલા ય લોકોએ શ્રમણ ધર્મ તથા શ્રમણોપાસક ધર્મ સ્વીકાર કર્યો, તેમજ વીતરાગ ધર્મની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરી.
આનંદ શ્રેષ્ઠી ભગવાનની વાણીનું શ્રવણ કરીને અત્યંત આનંદિત થયા. અગાઢ શ્રદ્ધા ભક્તિ પ્રગટ કરીને તેણે ભગવાન સમીપે અણગાર બનનાર વ્યક્તિઓને ધન્યવાદ આપ્યા અને પોતાની અસમર્થતા પ્રગટ કરીને શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકે ગ્રહણ કરેલાં વ્રતો :(૧ થી ૩) સ્થૂલ હિંસા, અસત્ય તથા ચોરીનો બે કરણ અને ત્રણ યોગથી ત્યાગ. (૪) શિવાનંદા સ્ત્રીની મર્યાદા અને શેષ કુશીલનો ત્યાગ. (૫) પરિગ્રહ પરિમાણમાં–૧. ચાર કરોડ સોનૈયા નિધાનમાં ૨. ચાર કરોડ વેપારમાં ૩. ચાર કરોડ ચલ-અચલ સંપતિમાં (ઘર વખરીમાં) એ સિવાય
Jain Education International
For Private & Personal Use Only
ww.jainelibrary.org