________________
કથાશાસ્ત્ર : ઉપાસક દશાંગ સૂત્ર
૧
પરિગ્રહનો ત્યાગ. ૪૦ હજાર પશુઓ ઉપરાંત પશુઓનો ત્યાગ. (૬) આવાગમન સંબંધી ક્ષેત્રસીમા – ૫૦૦ હલવા ઉપરાંત ત્યાગ. બે હજાર વાંસનો એક હલવો, એવા પ00 હલવા અર્થાત્ ૨૫૦૦ માઈલ ૪૦૦૦ કિલોમીટરની ક્ષેત્ર મર્યાદા ઉપરાંત ત્યાગ. આ ક્ષેત્ર મર્યાદામાં મકાન, ખેતી, રહેવાનું અને ગમનાગમન વગેરેનો સમાવેશ છે.] (૭) છવ્વીસ બોલોની મર્યાદા આ પ્રમાણે છે ૧. સુગંધિત તથા લાલ રંગના ટુવાલ, રૂમાલ વિગેરેનો ત્યાગ. ૨. લીલા બાવળના દાતણ સિવાય અન્ય દાતણોનો ત્યાગ. ૩. દુધીયા આંબળા, સિવાય વાળ ધોવાના ફળોનો ત્યાગ. ૪. શતપાક અને સહસ્ત્ર પાક તેલ ઉપરાંત માલિશનો ત્યાગ. ૫. એક પ્રકારની પીઠી સિવાય ઉબટ્ટણનો ત્યાગ. ૬. આઠ ઘડા ઉપરાંત સ્નાનનાં પાણીનો ત્યાગ. ૭. પહેરવાના સુતરાઉ કપડા સિવાય અન્ય વસ્ત્રનો ત્યાગ. ૮. ચંદન, કુમકુમ, અગર, સિવાય તિલક માટેના લેપનો ત્યાગ. ૯. કમલ અને માલતીનાં ફૂલો સિવાય ફૂલનો ત્યાગ. ૧૦. કુંડલ અને અંગુઠી-વીંટી સિવાયનાં આભૂષણોનો ત્યાગ. ૧૧. અગર અને લોબાન સિવાયનાં ધૂપનો ત્યાગ. ૧૨. એક જ પ્રકારનો કઢો અથવા ઉકાળા સિવાય અન્ય પેય પદાર્થનો ત્યાગ. અથવા મગ તથા ચોખાના પાણી (રસ) સિવાય ત્યાગ. ૧૩. ઘેવર તથા ગળ્યા સાટા સિવાય અન્ય મીઠાઈઓનો ત્યાગ. ૧૪. બાસમતી ચોખા સિવાય ઓદનનો ત્યાગ. ૧૫. ચણા, મગ અને અડદની દાળ અતિરિકત દાળનો ત્યાગ. ૧૬. ગાયના દૂધના તાજા ઘી સિવાયના ઘીનો ત્યાગ. ૧૭. બથુઆ, દૂધી, સુવા, પાલક અને ભીંડા સિવાયની લીલી શાકભાજીનો ત્યાગ. ૧૮. પાલંકા(વિશિષ્ટ પ્રકારના ગુંદર) સિવાય બીજા ગુંદરનો ત્યાગ. ૧૯. દાળના વડા અને કાંજીના વડા ઉપરાંત તળેલા પદાર્થોનો ત્યાગ. ૨૦. વરસાદનું પાણી અર્થાત્ ઘરમાં એકઠું કરી સુરક્ષિત રાખેલું વરસાદનું પાણી, એ સિવાય જળનો ત્યાગ. ૨૧. એલચી, લવિંગ, કપૂર, તજ અને જાયફળ સિવાય તંબોલ પદાર્થોનો ત્યાગ. ૨૨. એક હજાર બળદ ગાડીઓ ઉપરાંત વધારે રાખવાનો ત્યાગ, આઠ જહાજ ઉપરાંત રાખવાનો ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org