________________
કર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
(૮) ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ.
(૯–૧૨) સામાયિક આદિની સંખ્યા, પરિમાણ આદિનું વર્ણન નથી.
આનંદ શ્રાવક દ્વારા આ વ્રત પ્રત્યાખાન ગ્રહણ કરાયા પછી ભગવાન મહાવીરે તેમને સમકિત સહિત બારેય વ્રતોના ૯૯ અતિચાર સમજાવ્યા. અતિચાર, આદરેલા વ્રતોની સીમામાં ન હોવાં છતાં પણ ધ્યાનમાં રાખવા યોગ્ય હોય છે. અતિચારોનું યથાશક્ય સેવન ન કરવાથી જ વ્રત અને ધર્મની શોભા રહે છે. અતિચારોનું સેવન કરવાથી વ્રતધારીની અને ધર્મની અવહેલના થાય છે તથા વ્રતમાં પણ દોષ લાગે છે અથવા તો પરંપરાએ દોષ લાગવાની સંભાવના રહે છે.
૯૯ અતિચાર શ્રવણ કરીને આનંદ શ્રાવકે ભગવાનને વંદના નમસ્કાર કરીને પ્રતિજ્ઞા ઘારણ કરી કે હું હવે પછી અન્યમતના ધર્મદેવોને અને તેમના ધર્મગુરુઓને વંદન નમસ્કાર અને તેઓ સાથે અત્યધિક વાર્તા સંપર્ક કરીશ નહીં. આ પ્રતિજ્ઞામાં તેમણે રાજા, દેવતા, માતાપિતા, કુલની રીતી, ગુરુ અને આજીવિકા; આ છ પ્રકારનો આગાર રાખ્યો. તે પછી આનંદે પ્રભુ સમક્ષ શ્રમણ નિગ્રંથોનો સંયોગ પ્રાપ્ત થતાં તેઓને આહાર, વસ્ત્ર અને ઔષધ વગેરે પ્રતિલાભિત કરવાનો સંકલ્પ પ્રગટ કર્યો.
પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી આનંદે પોતાના મનમાં ઉઠેલા પ્રશ્નો પૂછીને સમાધાન કર્યુ. ત્યાર પછી ઘેર જઈને આનંદ શ્રાવકે પોતાની પત્ની શિવાનંદાને પણ વ્રત ધારણ કરવાની પ્રેરણા આપી. તેણે પણ ભગવાન સમક્ષ ઉપસ્થિત થઈને વિનય ભક્તિ પૂર્વક ઉપદેશ સાંભળીને શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા.
Jain
ક્રમશઃ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં-કરતાં શિવાનંદા પત્ની સહિત આનંદ શ્રાવક જીવ-અજીવ આદિ તત્વોના જ્ઞાતા બની ગયા; નિગ્રંથ પ્રવચનમાં તેમની શ્રદ્ધા દઢ થી દઢતર બની. કોઈ પણ દેવ કે દાનવ તેમને ધર્મમાંથી વિચલિત કરી શકતા નહિ. ધર્મનો રંગ તેના રોમે-રોમમાં વણાઈ ચૂક્યો હતો. તેઓ મહિનામાં છ દિવસ ઘરનાં સર્વ કાર્યોથી નિવૃત્ત થઈને પરિપૂર્ણ પૌષધ વ્રતનું સમ્યક્ પ્રકારે
પાલન કરતા.
ચૌદ વર્ષ પછી આનંદ શ્રાવકે મોટા(ભવ્ય) સમારંભ સાથે સંપૂર્ણ કુટુંબની જવાબદારી પોતાના પુત્રોને સોંપીને પૌષધશાળામાં નિવૃત્તિ લઈ રહેવા લાગ્યા. નિવૃત્ત જીવનમાં તેમણે શ્રાવકની ૧૧ પડિમાઓ સ્વીકારી. તે પડીમાઓની સાડા પાંચ વર્ષ સુધી સમ્યક્ આરાધના કરી. અને અંતમાં મૃત્યુનો સમય નજીક આવતો જાણીને તેમણે ભક્ત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કર્યો. સંથારા દરમ્યાન શુભ અધ્યવસાયોનું શુદ્ધિકરણ વિશુદ્ધિકરણ થતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશિષ્ટ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવધિજ્ઞાન વડે તેઓ ઊંચા-નીચા અને
&