________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ (૩) ધર્મ પ્રત્યેની સાચી શ્રદ્ધા, નિષ્ઠા, સમજ પ્રાપ્ત થઈ જાય પછી વ્રત ધારણ કરવામાં આળસ ન કરવી જોઈએ. કેટલી પણ વિશાળ સંપત્તિ હોય કે ગમે તેટલું વિશાળ કાર્ય ક્ષેત્ર કેમ ન હોય પણ શ્રાવકને વ્રત ધારણ કરવામાં તે કોઈ બાધક નથી બનતાં. કારણ કે સંપત્તિ ધર્મમાં બાધક હોતી નથી, પરંતુ તેની અમર્યાદા અને મોહ તેમજ મમત્વ બાધક બને છે. કેટલા ય લોકો વર્ષો સુધી ધર્મ સાંભળે છે અને ભક્તિ કરે છે. પરંતુ શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવામાં આળસના કારણે તેઓ પરિસ્થિતિઓ અને જવાબદારીઓનાં બહાનાઓને આગળ કરે છે. તેમણે આ શ્રાવકોના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.
૪
(૪) ધર્મગુરુઓએ પણ આવેલી પરિષદને શ્રાવકના વ્રતોનું સ્વરૂપ સરળતા પૂર્વક વિધિવત્ સમજાવવું જોઈએ અને તેમને વ્રતધારી બનવા ઉત્સાહિતપ્રોત્સાહિત કરવા જોઈએ. આજ-કાલ કેટલા ય ઉપદેશકો અથવા કેટલા ય પૂજ્ય આચાર્ય વગેરે આ વિષયનું વિશ્લેષણ કરતાં જ નથી, અને કોઈક આ વિષયનું પ્રતિપાદન કરે તો પણ શ્રાવકના વ્રતોને પહાડ સમાન બતાવીને તેની કઠિનતાનો (અઘરાપણાનો) ભય શ્રાવકોમાં ભરી દે છે. જેથી શ્રાવક લોકો આ વ્રતોને ધારણ કરવાની વાતોને પહેલેથી ધકેલી દે છે, ઉપેક્ષા કરી દે છે. માટે એવું ન કરતાં આ બાબતમાં વિદ્વાન આચાર્ય ભગવંતોએ અને સંત સતીજીઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ.
(૫) ઉપદેશ શ્રવર્ણ પછી જિનવાણીની હૃદયપૂર્વક પ્રશંસા અનુમોદના કરવી જોઈએ. (૬) પોતાની શક્તિનું મૂલ્યાંકન કરીને અથવા વિકાસ કરીને વ્રત ધારણ કરવા જોઈએ. (૭) પરિવારના સહસભ્યોને પણ ધર્મકાર્યમાં, વ્રત પ્રત્યાખાનમાં જોડાવા માટે ઉત્સાહિત કરવા જોઈએ.
(૮) શ્રાવકપણામાં પણ તત્વજ્ઞાનની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ, આગમોનો સ્વાધ્યાય પણ કરવો જોઈએ.
(૯) યથાસમયે જવાબદારીઓમાંથી મુક્ત થઈને અથવા મુક્ત થવાની લગની રાખીને ઘર તથા વ્યાપારના કારોબાર પુત્ર વગેરેને સોંપી દેવા જોઈએ. એમ નહીં થાય કે મરે ત્યાં સુધી ઘર, દુકાન, ધંધો અને મોહ છૂટે જ નહીં. કારણ કે આવી મનોવૃત્તિમાં આરાધના થવી સંભવ નથી. તેથી સમય આવ્યે ધંધાથી નિવૃત્ત થઈને સાધનાની અભિવૃદ્ધિ કરવાનું લક્ષ્ય રાખવું અત્યંત જરૂરી છે. તે શ્રાવકનો પહેલો મનોરથ પણ છે.
(૧૦) નિવૃત્ત જીવનમાં શક્તિ અનુસાર તપ અને ઘ્યાનમાં તેમજ આત્મ ચિંતન-મનનમાં લીન થઈ સાધના કરવી જોઈએ.
(૧૧) પારિવારિક લોકોના મોહની એટલી હદે પ્રગાઢતા કે લાચારી ન હોવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org