________________
કથાશાસ્ત્ર ઃ ઉપાસક દશાંગ સૂત્ર
જોઈએ કે અનશન લેતી વખતે તે બાધક બને.
(૧૨) ગુણોનો વિકાસ ચરમ સીમાએ પહોંચ્યા પછી પણ વિનયનો ગુણ ન છોડવો જોઈએ. આનંદ શ્રાવકનું જીવન ત્યાગ,તપ, ધ્યાન, પડિમાયુક્ત હતું, આદર્શ શ્રાવક રત્ન હતા; અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું; શરીર હાડપીંજર થઈ ગયું હતું. તેમ છતાં ગૌતમ સ્વામીને જોઈને તેમના પ્રત્યે શ્રદ્ધા અને વિનય-ભક્તિ યુક્ત વંદન નમસ્કાર કરી ચરણોમાં મસ્તક નમાવ્યું.
૫
(૧૩) સત્યનું સન્માન જીવનમાં હંમેશાં હોવું જોઈએ. વિનયવાન હોવા છતાં પણ સત્ય માટે દઢ મનોબળ હોવું જોઈએ. સત્યમાં કોઈનાથી દબાવાની કે ડરવાની જરૂર હોતી નથી.
(૧૪) પોતે કરેલી ભૂલની ખબર પડે તો ઘમંડ અથવા ખોટો દંભ ન કરવો જોઈએ. સરલતા અને ક્ષમાયાચના રૂપે નમ્રતા ધારણ કરીને જીવન સુંદર અને સાધનામય બનાવવું જોઈએ.
સાર :- જિન શાસનમાં ત્યાગ, વ્રત નિષ્ઠા, શુદ્ધ શ્રદ્ધા તેમજ સરલતા, નમ્રતા આદિ ગુણોનું; સત્ય નિષ્ઠા, નિડરતા અને ક્ષમાપના આદિ ગુણોનું તેમજ તે ગુણો યુક્ત આત્મવિકાસ કરનારાઓનું મહત્વ છે. આ પ્રકારના ગુણ સંપન્ન સાધકો અંતિમ સમય સુધી ઉચ્ચ સાધનામાં લીન બનીને આત્મ કલ્યાણ કરી લે છે. તેઓ સાધનાની વચ્ચે ગુસ્સો,ઘમંડ, અપ્રેમ, વૈમનસ્ય, કલહ, દ્વેષ, નિંદા, પ્રમાદ, આળસ આદિ દુર્ગુણોના શિકાર બનતા નથી.
અધ્યયન : ૨
શ્રમણોપાસક કામદેવઃ
ભગવાન મહાવીરના સમયમાં પૂર્વ બિહારમાં ચંપા નામની નગરી હતી. જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તે જ નગરમાં કામદેવ નામના શેઠ રહેતા હતા. જે આનંદ શ્રાવકની જેમ જ શ્રેષ્ઠ ગુણાલંકૃત અને સૌમ્ય પ્રકૃતિવાળા હતા. જેથી તેઓ સમાજમાં અગ્રસ્થાને હતા. લોકો તેમનો યોગ્ય આદર કરતા હતા. તેમને ભદ્રા નામની પતિપરાયણ અને ગુણ સંપન્ન સ્ત્રી હતી. સમૃદ્ધિમાં કામદેવ શ્રેષ્ઠિ આનંદથી ચડિયાતા(વિશેષ) હતા. તેમનું સાંસારિક જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતું.
-
ભગવાન મહાવીરનું ચંપાનગરીમાં પદાર્પણ થતા પરિષદ તેમનો ઉપદેશ સાંભળવા ગઈ. કામદેવ પણ ગયા. ધર્મદેશના શ્રવણ કરતાં જ કામદેવ ગદિત થઈ ગયા; બાર વ્રત ધારણ કર્યા. તેમની ઇચ્છાઓ સીમિત થઈ ગઈ; જીવન સંયમિત બન્યું; સંસારના પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટી ગઈ અને તેઓ વિરક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org