________________
૨૦૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧
બુદ્ધિના ધારક ન્યાયાધીશ ન્યાય કરી આપ્યો કે આ સ્ત્રી પેલા પુરુષની જ છે. તેથી તેને તેની પત્ની સોંપી દીધી અને ધૂર્તને યોગ્ય દંડ આપ્યો. (૨૨) ગજ:- એક સમયની વાત છે. કોઈ એક રાજાને એક બુદ્ધિમાન મંત્રીની જરૂર હતી. તેથી તે અતિશય મેધાવી તથા ઔત્પાતિકી બુદ્ધિના ધારક એવી વ્યક્તિની ખોજ કરી રહ્યો હતો. પરીક્ષા કરવા માટે રાજાએ એક બળવાન હાથીને ચાર રસ્તા પર બાંધી દીધો. પછી ઘોષણા કરાવી– જે વ્યક્તિ આ હાથીનું વગર તોલે વજન કરી દેશે, તેને રાજા બહુ મોટું ઈનામ આપશે.
આ ઘોષણા સાંભળીને કોઈ એક માણસે એક નાવને પાણીમાં તરતી મૂકી, પછી એ નાવ પર પેલા હાથીને ચડાવી દીધો. પછી નાવ પાણીમાં કેટલી ડૂબી એ તપાસ કરીને તેણે નાવ પર એક ચિત કરી લીધું. ત્યાર બાદ હાથીને નાવથી ઉતારીને તેણે એ નાવમાં પથ્થર ભરી દીધા.ચિહ્ન સુધી પાણી આવી ગયું એટલે એણે નાવમાંથી પથ્થર કાઢીને તેનું વજન કરીને રાજાને બતાવ્યું કે હાથીનું વજન અમુક પલ પરિમાણનું છે. રાજાએ પૂછય - તમે કેવી રીતે જાણ્યું? પેલા માણસે હાથીનું વજન વગર તોલાએ જે રીતે કર્યું તે પ્રક્રિયા રાજાને બતાવી દીધી. રાજા તેની પ્રક્રિયા સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને તે માણસને મુખ્યમંત્રીનું પદ આપ્યું. આ તે પુરુષની ઓત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૩) ઘયણ-ભાંડઃ- કોઈ એક રાજાના દરબારમાં એક ભાંડ રહેતો હતો. રાજા તેના પર બહપ્રેમ રાખતા હતા. તેથી તે બહુમોઢે ચડી ગયો હતો. રાજા તે મોઢે ચડાવેલા ભાંડની સમક્ષ પોતાની મહારાણીની સદેવ પ્રશંસા કર્યા કરતા અને કહેતા કે મારી રાણી બહુ આજ્ઞાકારી છે પરંતુ માંડ રાજાને કહેતો કે આપની રાણી સ્વાર્થ ખાતર આપશ્રીની આજ્ઞાનું પાલન કરે છે. જો આપને વિશ્વાસ ન હોય તો પરીક્ષા કરી લેજો.
રાજાએ ભાંડના કહેવા મુજબ એક દિવસ રાણીને કહ્યું– દેવી! મારી ઈચ્છા બીજા લગ્ન કરવાની છે અને તેનાથી જે પ્રશ્ન થાય તેનો રાજ્યાભિષેક કરીશ. રાજાની વાત સાંભળીને રાણીએ કહ્યું- મહારાજ આપ ભલે બીજીવાર લગ્ન કરો પરંતુ રાજ્યનો અધિકાર પરંપરાગત પહેલા જ રાજકુમારને આપી શકાય. રાજાને ભાંડની વાત યાદ આવી તેથી રાણીની સામે સ્મિત કર્યું. રાણીએ હાસ્યનું કારણ પૂછ્યું તો રાજા જોરથી હસ્યા. રાણીએ બીજીવાર, ત્રીજીવાર રાજાને હસવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ ભાડે કહેલી વાત કરી બતાવી. એ સાંભળીને રાણી ક્રોધથી ધમધમી ઊઠી અને રાજાને કહ્યું– ભાંડને દેશ પરિત્યાગ કરવાની આજ્ઞા આપો.
રાજાએ રાણીના કહેવા મુજબ ભાંડને દેશ પરિત્યાગની આજ્ઞા આપી. એ વાત સાંભળીને ભાંડે ઘણા બધા જૂતા(જોડા) ભેગા કરીને એક મોટી ગાંસડી વાળી. એ ગાંસડી શિર પર લઈને ભાંડ રાણીના ભવનમાં ગયો. પહેરગીરની આજ્ઞા માંગીને તે રાણીના દર્શનાર્થે ગયો. રાણીએ પૂછ્યું- આ શિર પર ગાંસડીમાં શું લીધું છે? ભાડે કહ્યું– માતાજી! આ ગાંસડીમાં ઘણા જૂતા લીધા છે. આ જૂતા પહેરીને હું જેટલા દેશમાં જઈશ તે દરેક સ્થળે હું આપનો અપયશ ગાઈશ. ભાંડના મુખેથી રાણીએ પોતાના અપયશની વાત સાંભળીને ભાંડને દેશ પરિત્યાગની જે આજ્ઞા આપી હતી તે પાછી ખેંચાવી લીધી. પછી ભાંડ પહેલાની જેમ રાજાની સાથે આનંદથી રહેવા લાગ્યો. આ ભાંડની ત્પાતિકી For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International