________________
કથાશાસ્ત્રઃ આંતગડ સૂત્ર
૯૫
ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે. કૃષ્ણ વાસુદેવનો કોપ :- કૃષ્ણ વાસુદેવે આ વૃતાન્ત સાંભળીને રોષ ભર્યા શબ્દોમાં પ્રશ્ન કર્યો કે હે ભગવાન્ ! એવી હીન પુણ્ય અને દુષ્ટ વ્યક્તિ કોણ હતી? જેણે મારા સગા નાના ભાઈના અકાળે જ પ્રાણ હરી લીધા? ભગવાને કૃષ્ણને શાંત કરતાં કહ્યું કે હે કૃષ્ણ! તમે એ પુરુષ પર ગુસ્સો કે દ્વેષ ન કરો. કારણ કે એ પુરુષે તો તમારા ભાઈ ગજસુકુમાર અણગારને સહાયતા પ્રદાન કરી છે. સોમિલની સહાયતા : દષ્ટાંત દ્વારા – કૃષ્ણ ફરીથી પ્રશ્ન કર્યો– હે ભંતે ! તેણે સહાયતા કેવી રીતે આપી? ભગવાને સમાધાન કરતાં ફરમાવ્યું- હે કૃષ્ણ! આજે જયારે તમે દર્શન કરવા માટે આવી રહ્યાં હતા, ત્યારે માર્ગમાં એક વૃદ્ધ પુરુષ પોતાના ઘરની બહાર પડેલા ઈટના મોટા ઢગલામાંથી એક-એક ઈટ લઈને ઘરમાં લઈ જઈને મૂકી રહ્યો હતો. તેને જોઈને તમે એ ઢગલામાંથી હાથી પર બેઠાં-બેઠાં જ એક ઈર્ટ ઉપાડી અને એના ઘરમાં નાખી દીધી. તરત જ અન્ય રાજપુરુષોએ પણ તેનું અનુકરણ કરી, એક-એક ઈર્ટ કરી આખોય ઢગલો એના ઘરમાં પહોંચાડી દીધો. તે વૃદ્ધ વ્યક્તિના આંટા-ફેરા કરવાનું અને બધી જ મુશ્કેલી દૂર થઈ ગઈ. તેનું દિવસો અને કલાકોનું કામ માત્ર મિનિટોમાં જ પૂર્ણ થઈ ગયું. જે રીતે આ તમારો પ્રયત્ન તે વૃદ્ધ માટે સહાય રૂપ બન્યો; તે જ રીતે તે પુરુષે ગજસુકુમાર અણગારના લાખો ભવ પૂર્વેના સંચિત કર્મોની ઉદીરણા અને ક્ષય કરવામાં સહાયતા પ્રદાન કરી છે. જેનાથી શીઘ્રતા પૂર્વક મિનિટોમાં જ તેમનું સંસાર ચક્ર સમાપ્ત થઈ ગયું છે. હત્યારાને જાણવાની ઉત્કંઠા :- કૃષ્ણ વાસુદેવની ઈચ્છા ન હોવા છતાં પણ ગુસ્સાને શાંત કરવો પડ્યો. પરંતુ અંદર દબાયેલ મોહ અને કષાયને કારણે તેઓએ ભગવાનને ફરીથી પૂછી લીધું કે હે ભતે ! હું તે વ્યકિતને કેવી રીતે જાણી શકીશ? ભગવાને ફરમાવ્યું કે હમણાં દ્વારિકામાં જતી વખતે જે વ્યક્તિ અચાનક તમારી સામે આવીને, ભયભીત થઈને સ્વતઃ જ પડી જાય અને મરી જાય, ત્યારે તમે સમજી લેજો કે આ તે જ પુરુષ છે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને નગરીમાં જવા માટે પ્રસ્થાન કર્યું. સોમિલનું મૃત્યુ :- બીજી બાજુ, આ સોમિલ બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે કૃષ્ણ વાસુદેવ ભગવાનના દર્શન કરવા ગયા છે અને અરિષ્ટનેમિ ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી છે. તેનાથી કંઈ પણ અજાણ્યું કે છૂપું નથી. તે અવશ્ય કૃષ્ણને મારા કુકૃત્યની માહિતી આપશે. ત્યારે કૃષ્ણ વાસુદેવ રોષે ભરાઈને ન જાણે શું સજા કરશે? કેવી રીતે કમોતે મારશે? એ ભયથી ભયભીત થઈને તે ઘેરથી આ હેતુએ નીકળ્યો કે કૃષ્ણના પાછા ફરવા પહેલાં હું ક્યાંક જઈને છુપાઈ જાઉં. He ભાઈના મૃત્યુને કારણે કૃષ્ણ વાસુદેવને તરત જ પાછા ફરવાનું થયું. સોમિલનું
Jain Education Internatioca
w.jainelibras.org