________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત-૧
સમયાનુમાન ખોટું ઠર્યું. કૃષ્ણ વાસુદેવ શાંતિથી(દબદબા વગર) નગરીમાં રાજ્ય માર્ગ છોડી અન્ય માર્ગ દ્વારા પ્રવેશ કરી રહ્યા હતા. કોઈ પણ પ્રકારનો અવાજ ન થવાને કારણે સોમિલ બ્રાહ્મણને કંઈ જ ખબર ન પડી શકી અને તે અચાનક કષ્ણની સામે આવી પહોંચ્યો. તેના મનમાં આશંકા અને ભય તો હતા જ, કૃષ્ણને નજીકમાં જ સામે જોઈને તે ત્યાંજ ધ્રાસ્કો પડવાને કારણે જમીન પર પડી ગયો અને મરી ગયો. તેને જોઈને કષ્ણ વાસુદેવ સમજી ગયા કે આ દુષ્ટ સોમિલ મારા ભાઈનો હત્યારો છે. તેમણે ચાંડાલો દ્વારા રસ્સીથી તેનું મૃત શરીર ખેંચાવીને નગરની બહાર ફેંકાવી દીધું અને જમીનને પાણીથી ધોવડાવીને સાફ કરાવી. આ રીતે સોમિલ બ્રાહ્મણ સ્વતઃ પોતાના કર્મોના ફળનો ભોક્તા બન્યો અને મારીને નરકમાં ગયો. શિક્ષા-પ્રેરણા:(૧) વીતરાગી ભગવાન અરિષ્ટનેમિએ સોમિલ બ્રાહ્મણના કુકૃત્યને પણ શ્રી કૃષ્ણ સન્મુખ ગુણ રૂપે મૂક્યું. (૨) મહાપુરુષોના સત્સંગથી પ્રચંડ કોપ પણ નિષ્ફળ થઈ જાય છે. (૩) કુકર્મ કરતી વખતે વ્યકિત ભવિષ્યનો વિચાર નથી કરતી અને કુકૃત્ય કર્યા પછી ભયભીત બને છે અને અનેક વિચારો કરે છે. પરંતુ પાછળથી વિચારો કરવા તેના માટે નિરર્થક જ હોય છે. માટે સુખશાંતિ ઇચ્છનાર વ્યક્તિએ પહેલાંથી જ વિચારીને કામ કરવું જોઈએ. જેથી પાછળથી પસ્તાવું ન પડે. સોમિલે જો પહેલેથી જ એવો વિચાર કર્યો હોત કે હું છુપાઈને પણ પાપ કરીશ તો પણ સર્વજ્ઞ ભગવાન તો જાણી જ લેશે" તો તે ઘોર પાપ કૃત્યથી બચી શકત. કહેવાયું પણ છે –
સોચ કરે સો સુઘડનર, કર સોચે સો કૂડા.
સોચે કિયા મુખ નૂર હૈ, કર સોચે મુખ ધૂડી/ (૪) કૃષ્ણ સોમિલની કન્યાને ગજસુકુમાર માટે કુંવારા અંતઃપુરમાં જ રાખી હતી. ગજસુકુમાર દીક્ષા લઈ લે તો પણ કુંવારી કન્યાની અન્ય કોઈ સાથે પણ પાણિગ્રહણ વિધિ થઈ શકે. પ્રચંડ ગુસ્સો કરવો કે મુનિની ઘાત કરવી એવો કોઈ પ્રશ્ન જ ન હતો. પરંતુ વર્તમાન સમયે કોઈ ખાસ કારણ ન દેખાતા છતાં પૂર્વ ભવના કરેલા કર્મો માટે નિમિત્ત મળી જાય છે. સોમિલના કોપનું મુખ્ય કારણ પણ પૂર્વભવનું વેર જ હતું. ગજસુકુમારના જીવે સોમિલના મસ્તક પર ગરમાગરમ રોટલો બંધાવીને તેના પ્રાણોનું હરણ કરાવ્યું હતું અને ખુશીનો અનુભવ કર્યો હતો. તે જ કર્મો ઉદયમાં આવ્યા હતાં. તેને ગજસુકુમારે પોતાના કર્મોના કરજ
ચૂકવવાનો સમય સમજીને સહર્ષ સ્વીકારી લીધું. તે ઘટના લાખો ભવો પહેલાંની Jai હતી. તે જ આશયથી આ સૂત્રમાં કહ્યું છે કે લાખો ભવોના સંચિત કર્મોની rg