________________
કથાશાસ્ત્રઃ અંતગડ સૂત્રો
સોમિલે ઉદીરણા કરાવી અને ક્ષય કરવામાં નિમિત્ત બન્યો. (૫) પાપી વ્યક્તિ પોતાના પાપોના ભારથી સ્વતઃ સોમિલની જેમ દુઃખી થાય છે અને લોકોમાં નિંદાને પાત્ર બને છે. પરમાત્મા કોઈને દુઃખી નથી કરતા. કહેવાયું પણ છે કે –
રામ ને કિસ કો મારતા, સબસે મોટા રામા આપે હી મરીજાત હૈ, કર કર ભૂંડા કામ
[ અધ્યયન : ૯ સુમુખઃ
દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના ભાઈ બળદેવ રાજા હતા. તેમને સુમુખ નામનો પુત્ર હતો. પ્રથમ અધ્યયનમાં વર્ણવેલ ગૌતમના જેવું જ તેનું સંપૂર્ણ વર્ણન છે. પાછલી વયે તેણે અરિહંત અરિષ્ટનેમિની પાસે દીક્ષા અંગીકાર કરી, ગૌતમની સમાન જ તપ સંયમની આરાધના કરી. વીસ વર્ષના દીક્ષા પર્યાય અને માસખમણના સંથારા દ્વારા તેમને કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત થયું અને તે સમયે જ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરી. શેષ ચાર અધ્યયન – સુમુખના વર્ણન પ્રમાણે જ દુર્મુખ અને કૂપદારકનું વર્ણન છે. આ ત્રણેય સગા ભાઈઓ હતા અને તે જ ભવમાં મુક્તિગામી બન્યા.
દારુક અને અનાદષ્ટિનું વર્ણન પણ તેજ પ્રમાણે છે તેઓ બંને વસુદેવજીના પુત્રો અને શ્રી કૃષ્ણના ભાઈઓ હતા. ૯ થી ૧૩ આ પાંચ અધ્યયનમાં વર્ણિત પાંચેય યાદવ કુમારો પાછલી વયમાં ર૦ વર્ષ સંયમની આરાધના કરીને સિદ્ધ થયા હતા.
| D) વર્ગ - ૪: અધ્યયન ૧ થી ૧૦ (9)
આ વર્ગમાં દસ રાજકુમારોનું વર્ણન છે. ૧. જાલિકુમાર ૨. મયાલિકુમાર ૩. ઉવયાલીકુમાર ૪. પુરિસસેન પ. વારિસેણ એ પાંચ વસુદેવજીના પુત્રો અને શ્રી કૃષ્ણના ભાઈઓ હતા. ૬. પ્રધુમ્નકુમાર શ્રી કૃષ્ણ અને રુકિમણીના પુત્ર હતા ૭. સાંબ કુમાર શ્રી કૃષ્ણ અને જાંબવતીના પુત્ર હતા. ૮. અનિરુદ્ધકુમાર પ્રધુમ્ન અને વૈદર્ભીના પુત્ર હતા. ૯. સત્યનેમિ અને ૧૦. દ્રઢનેમિ બંને સમુદ્રવિજયજીના પુત્ર અને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનના સગા ભાઈ હતા. આ બંને એ પણ પાછલી ઉંમરે અરિષ્ટનેમિ પાસે સંયમ અંગીકાર કર્યો. દ્વાદશાગીનો અભ્યાસ કર્યો અર્થાત્ ૧૪ પૂર્વધારી બન્યા અને સોળ વર્ષની દીક્ષા પર્યાયના અંતે મા ખમણનો સંથારો કરી શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org