________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
ચાર વર્ગોના ૪૧ અધ્યયનોમાં ૪૧ યાદવ પુરુષોનું મોક્ષગમનનું વર્ણન પૂર્ણ થયું. ત્યાર પછી હવે પાંચમા વર્ગમાં કૃષ્ણની પટ્ટરાણીઓ અને પુત્રવધુઓનું વર્ણન છે.
વર્ગ – ૪: અધ્યયન ૧ થી ૧૦
૯૮
પદ્માવતી:
દ્વારિકા નગરની બહાર ઉદ્યાનમાં બિરાજમાન ભગવાન અરિષ્ટનેમિના દર્શન કરવા માટે શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના વિશાળ સમૂહ સાથે ગયા. કૃષ્ણની પદ્માવતી રાણી પણ પોતાના ધાર્મિક રથમાં બેસીને ભગવાનના દર્શન કરવા ગઈ. પરિષદ એકત્રિત થઈ. ભગવાને શ્રી કૃષ્ણ, પદ્માવતી તથા અન્ય સંપૂર્ણ પરિષદને લક્ષ્યમાં રાખીને પ્રવચન આપ્યું. પ્રવચન સાંભળીને કૃષ્ણની પટ્ટરાણી પદ્માવતી સંસારથી વિરક્ત થઈગઈ. તેણે બધાજ વૈભવોનો ત્યાગ કરીને સંયમ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. ભગવાન સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી અને કહ્યું કે કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પ્રાપ્ત કરીને હું આપની પાસે દીક્ષા લેવા ઇચ્છું છું. ભગવાને અનુમતિ આપી.
-
શ્રી કૃષ્ણના ભગવાન અરિષ્ટનેમિ સમીપે પ્રશ્નોત્તર ઃપરિષદ પ્રવચન સાંભળીને પાછી ફરી. કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને પોતાની જિજ્ઞાસાનું સમાધાન કરવા ઇચ્છું. તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભંતે ! આ દ્વારિકા નગરીનો વિનાશ કયા કારણે થશે ? પ્રત્યુત્તરમાં ભગવાને આ પ્રમાણે સમાધાન કર્યું કે- સુરા(મદિરા), અગ્નિ અને દ્વિપાયન ઋષિના કોપના નિમિત્તથી દ્વારિકાનો વિનાશ થશે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવને એવો વિચાર આવ્યો કે ધન્ય છે એ જાલિ, મયાલી આદિકુમારોને જેમણે સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને અરિહંત અરિષ્ટનેમિ પાસે સંયમ અંગીકાર કર્યો; હું અધન્ય અમૃત પુણ્ય છું કે હજી સુધી હું માનુષિક કામ-ભોગોમાં ફસાયેલો છું. ભગવાન પાસે સંયમ નથી લઈ શક્યો અને એક દિવસ મારા જોતાં-જોતાં મારી હાજરીમાં જ દ્વારિકાનો વિનાશ થઈ જશે.
ભગવાને શ્રી કૃષ્ણને સંબોધન કરતાં કહ્યું કે હે કૃષ્ણ ! બધા વાસુદેવો પૂર્વભવમાં નિયાણું કરે છે. નિયાણા દ્વારા જ તેઓ વાસુદેવ બને છે અને એ નિયાણાના તીવ્ર રસને કારણે જ કોઈ પણ વાસુદેવ દીક્ષા અંગીકાર કરી શકતા નથી. આ સાંભળીને કૃષ્ણને પોતાનું ભવિષ્ય જાણવાની ઇચ્છા થઈ. પ્રશ્ન પૂછવા પર સમાધાન કરતા ભગવાને કહ્યું દ્વિપાયન ઋિષિના કોપને કારણે દ્વારિકા બળીને નષ્ટ થઈ ગયા પછી, માતા-પિતા પરિવારજનોથી રહિત રામ બલદેવની સાથે(બલરામની સાથે) તમે પાંડુ મથુરા જવા માટે પ્રસ્થાન કરશો. કૌસાંબી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org