________________
૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
1:
(૪) ભૌતિક ઇચ્છાઓનો ત્યાગ અને જીવનનો ભોગ આપ્યા વિના સહજ પણે જ મુકિત મળી જવી સંભવ નથી. તેથી મોક્ષની પ્રાપ્તિ માટે આપણે ગજસુકુમાર મુનિના આદર્શને સામે રાખીને આપણું જીવન જીવીએ તથા આવી વીરતાના સંસ્કારોથી આત્માને બળવાન બનાવીએ તો સંયમના આનંદને પ્રાપ્ત કરી શકીએ. કહ્યું છે કે –
સભી સહાયક સબલ કે, કોઉ ન નિબલ સહાય । પવન જગાવત આગકો, દીપ હી દેત બુજાય
(૫) પોતાના સંસ્કાર જો મજબૂત હોય, બળવાન હોય તો બધા સંયોગો હિતકર બની જાય છે. સોમિલ બ્રાહ્મણ જેવી નિર્દય વ્યક્તિ, અને ધગધગતા અંગારાના સંયોગો પણ મુક્તિ પ્રાપ્ત કરાવી શકે છે. તેથી આપણે જ્યારે આપણી સાધનાને બળવતી અને વેગવાન બનાવશું અને સહનશીલતાને ધારણ કરશું ત્યારે જ આપણું આવા મહાપુરુષોનું જીવન-ચરિત્ર સાંભળવાનું કે વાંચવાનું સાર્થક થશે. કષાય ભાવોથી મુક્ત થઈ જવું એ જ મોક્ષ પ્રાપ્તિ માટેની શ્રેષ્ઠ અને સફળ સાધના છે. (૬) રહસ્ય :– સંભવ છે કે લોકો એમ કહેશે કે શ્રી કૃષ્ણે પોતાના ભાઈ તરફ કોઈ સાંસારિક કર્તવ્યનું પાલન ન કર્યું અને શીઘ્ર દીક્ષા જ અપાવી દીધી. એવી વાતનું સ્વતઃ સમાધાન થઈ જાય છે કે તેમણે તો સગપણ અને લગ્નની પૂર્વ તૈયારીઓ કરી હતી અને ભગવાનના દર્શન કરવા જતી વખતે પણ સોમિલ બ્રાહ્મણની કન્યા સોમાની માંગણી કરીને તેને કુંવારા અંતઃપુરમાં રખાવી હતી. એક હિંદી પદ્યમાં પણ કહેવાયું છે કે સૌવી સોમિલ ન્યા, રૂપ તેલ શ્રી નૃષ્ણ ની મહત્ત રે । તેના પરથી જણાય છે કે શ્રી કૃષ્ણે કુલ ૧૦૦ કુંવારી કન્યાઓનો સંગ્રહ કર્યો હતો.
ચોથો દિવસઃ
ભગવાન અરિષ્ટનેમિથી કૃષ્ણનો વાર્તાલાપ :- ગજસુકુમાર અણગારની દીક્ષાના બીજા દિવસે કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિ અને પોતાના ભાઈ સહિત બધા જ મુનિઓના દર્શન કરવા ભગવાન પાસે ગયા. ભગવાનના દર્શન-વંદન કર્યા. અન્ય મુનિઓનાં પણ દર્શન-વંદન કર્યા. અહીં-તહીં જોયું પરંતુ પોતાના ભાઈ ગજસુકુમાર મુનિના દર્શન ન થયા. ત્યારે તેઓએ ભગવાનને પૂછ્યું– હે ભંતે ! ગજસુકુમાર અણગાર ક્યાં છે ? ભગવાને શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે અર્થાત્ તેઓ મોક્ષે પધાર્યા છે. કૃષ્ણ વાસુદેવે ફરીથી પ્રશ્ન કર્યો કે હે પ્રભુ ! ગજસુકુમારે કેવી રીતે પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે? ત્યારે ભગવાને ભિક્ષુની બારમી પડિમાની આજ્ઞા માંગવાથી શરૂ કરીને નિર્વાણ સુધીની બધી જ વાત સંભળાવી. સોમિલ બ્રાહ્મણનું નામ ન કહેતાં એમ કહ્યું કે એક પુરુષ ત્યાં આવ્યો અને તેણે આ પ્રકારે કર્યું. હે કૃષ્ણ ! આમ,
Jain Education ternational
&
www.jainelibrary.org