________________
કથાશાસ્ત્ર: અંતગડ સૂત્રા
૯૩
રૂપથી આત્મામાં વણી લીધો. સોમિલ બ્રાહ્મણ પર કોઈ જાતનો દ્વેષ કે ક્રોધ ન કરતાં અને અંતરમાં પણ તેના પ્રત્યે રોષ ન લાવતાં પોતાના નિજ કર્મોનો વિચાર કરતાં-કરતાં, વિચારોની શ્રેણીને વિશુદ્ધ, વિશુદ્ધતર બનાવી. ધર્મધ્યાનમાંથી શુકલ ધ્યાનમાં પહોંચ્યા. કર્મ દલિકોનો(સમૂહનો) નાશ કરીને કેવલજ્ઞાન કેવલદર્શન ઉપાર્જિત કર્યું અને આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ પરમાત્મા બની ગયા. નિકટવર્તી દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા અને સમ્યમ્ આરાધનાનો મહોત્સવ કર્યો. આદર્શ જીવન અને શિક્ષા પ્રેરણા - (૧) સોળ વર્ષની વયે અને એક દિવસની (અર્થાત્ થોડાંક જ કલાકની) દીક્ષા પર્યાયમાં મુનિએ આત્મ કલ્યાણ કરી લીધું. દઢતા, સહન શીલતા, ક્ષમા દ્વારા મુનિએ લાખો ભવોના પૂર્વસંચિત કર્મોનો મિનિટોમાં જ ક્ષય કરી દીધો.
ઘર, કુટુંબ, પરિવારનો ત્યાગ કર્યા પછી શરીરના મમત્વનો પણ ત્યાગ કરવો અને સંયમની આરાધના માટે શરીરને જીવિત અવસ્થામાં આ રીતે વિસર્જિત કરવું કંઈ નાની સૂની કે અલ્પ મહત્વની વાત નથી. મહાન અને સારા અભ્યાસી સાધકો પણ અહીં આવીને ડગમગી જાય છે. પરંતુ ધન્ય છે એ નવદીક્ષિત મુનિને, કૃષ્ણ વાસુદેવના ભાઈ હોવાં છતાં પણ એક દિવસની દીક્ષામાં જ એવો આદર્શ દાખલો ઉપસ્થિત કર્યો કે જેમાંથી પ્રેરણા લઈને કેટલાય મુમુક્ષુ પ્રાણીઓ પોતાના આત્મોત્થાનમાં અગ્રેસર થવાની મહાન ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. (૨) શૂરવીર પુરુષો સિંહ વૃત્તિથી ચાલે છે. સિંહની જેમ જ વીરતા પૂર્વક સંયમ ગ્રહણ કરે છે, પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે, અને સંકટ સમયે પણ સિંહની જેમ જ તેના પર વિજય મેળવે છે. (૩) સિંહવૃત્તિ અને સ્વાનવૃત્તિ વિશે એમ કહેવામાં આવે છે કે સિંહ બંદૂકની ગોળી ઉપર તરાપ નથી મારતો પરંતુ તેના અવાજ પરથી મૂળ સ્થાનને ઓળખી લે છે અને તેને જ પોતાનું લક્ષ્ય બનાવે છે પરંતુ કુતરાને કોઈ લાકડી મારે તો તે લાકડીને જ પકડવાની કોશિષ કરે છે. આ જ રીતે આપણે દુઃખનું મૂળ કારણ એવાં પોતાના કર્મોનો જ વિચાર કરવો જોઈએ અને સમભાવમાં સ્થિર રહેવું જોઈએ. આ જ સિંહવૃત્તિ છે તેના વિપરીત અને દુઃખના ક્ષણિકનિમિત્તરૂપે રહેલાં કોઈપણ પ્રાણી પર રોષ કરવો કે બદલો લેવો, તે શ્વાનવૃતિ છે. પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ગજસકુમારના જીવનમાંથી સિંહવૃત્તિનો આદર્શ શીખવો જોઈએ. રેઢું પાતયામિ, વા ઋાર્ય સાથયામિ નો દઢ સંકલ્પ હોવો જોઈએ; ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એવો સંકલ્પ ન હોવો જોઈએ કે –
ખાતા પીતા મોક્ષ મળે, તો માને પણ કહિજો . માથા સાટે મોક્ષ મળે, તો દૂરા હી રહિજો /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org