________________
૯૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
ધારણ કર્યો. પછી ભગવાન પાસે ઉપસ્થિત થઈને પ્રવ્રજિત કરવા માટે(દીક્ષા આપવા માટે) નિવેદન કર્યું.
પ્રભુએ ગજસુકુમારને દીક્ષાનો પાઠ ભણાવ્યો અને તેને સંયમ અને આવશ્યક ક્રિયાઓ કરવાની વિધિ બતાવી. આમ, આ રીતે ગજસુકુમાર હવે સમિતિ ગુપ્તિવંત અને મહાવ્રતધારી અણગાર બની ગયા. ભિક્ષુ પડિમાની આજ્ઞા – દીક્ષા દિવસના પાછલા ભાગમાં ગજસુકુમાર મુનિ ભગવાનની પાસે આવ્યા; વંદન નમસ્કાર કરીને ભગવાનને વિનંતિ કરી કે આપની આજ્ઞા હોય તો હું મહાકાળ સ્મશાનમાં એક રાત્રિની ભિક્ષુની બારમી પડિમા ઘારણ કરવા ઇચ્છું .
ત્રિકાળદર્શી પ્રભુએ તેમને સહજ આજ્ઞા આપી દીધી. એક નવદીક્ષિત મુનિનું આજ્ઞા માંગવું અને ભગવાનનું આજ્ઞા આપવું તથા એકાકીપણે મુનિનું સ્મશાનમાં જવા માટે પ્રયાણ કરવું વગેરે. તે સમયે કેવું અદ્ભુત વાતાવરણ રહ્યું હશે? જેની કલ્પના આપણા માટે રોમાંચકારી બની જાય છે. પરંતુ ત્રિકાલદર્શ ભગવાનને અને અન્ય લોકોને ત્યાં એવું કંઈ જ લાગ્યું નહિ. નવદીક્ષિત મુનિ સ્મશાનમાં – નવદીક્ષિત મુનિ એકલા જ સ્મશાનમાં પહોંચી ગયા. કાયોત્સર્ગ કરવા માટે સ્થાનની પ્રતિલેખના કરી અને આજ્ઞા ગ્રહણ કરી. પછી ઈંડિલ ભૂમિની પ્રતિલેખના કરીને નિશ્ચિત સ્થાને આવીને કાયોત્સર્ગ મુદ્રામાં ઊભા રહ્યા અને એક રાત્રિની મહાપ્રતિમા અંગીકાર કરીને આધ્યાત્મ ભાવમાં લીન બની ગયા. મારણાંતિક ઉપસર્ગ – સોમિલ બ્રાહ્મણ યજ્ઞની સામગ્રી લેવા માટે જંગલમાં ગયો હતો. પાછા ફરતી વખતે તે સ્મશાનની નજીકથી નિકળ્યો. સંધ્યાનો સમય હતો. લોકોનું આવાગમન ઓછું થઈ ગયું હતું. સ્મશાન તરફ દૃષ્ટિ પડતાં જ ધ્યાનસ્થ મુનિને જોયા. તેમને જોઈને સોમિલે ઓળખી લીધા કે આ એ જ ગજસુકુમાર છે જેના માટે મારી પુત્રીની શ્રી કૃષ્ણ માંગણી કરીને તેને કુંવારી અંતઃપુરમાં રાખી દીધી છે. સોમિલને ગુસ્સો આવ્યો અને પૂર્વભવમાં બાંધેલ વેરભાવનો ઉદય તીવ્ર બન્યો. તેણે ચારેય તરફ નજર ફેરવી કે કોઈ વ્યકિત જોતી તો નથી ને? તરત જ ભીની માટીથી મુનિના મસ્તક પર પાળ બાંધી દીધી અને ચિતામાંથી ધગધગતા અંગારા માટીના ઠીકરામાં લાવીને નિર્દયતા પૂર્વક મુનિના માથા પર નાખી દીધા. પછી ભયભીત થતો હતો ત્યાંથી શીધ્ર ચાલ્યો ગયો. મુનિની સમભાવથી મુકિત – મુનિને ધ્યાન અને કાઉસગ્ન કર્યાને ધણો સમય નહોતો થયો કે મારણાંતિક ઉપસર્ગ આવ્યો. મુનિએ તો કષ્ટોને સામે ચાલીને નિમંત્રણ આપ્યું હતું. શરીરમાં ભયંકર અસહ્ય વેદના ઉત્પન્ન થઈ.મુનિ સમભાવ અને આત્મભાવમાં લીન રહ્યા. દેહ વિનાશી હું અવિનાશી ના ઘોષને સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org