________________
૧૯૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
અધ્યયન - ૪ : બહુપુત્રિકા દેવી
--
પૂર્વભવ :– વારાણસી નગરીમાં ભદ્ર નામનો સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ સુભદ્રા હતું, તે વંધ્યા હતી. પુત્ર ન થવાથી અત્યંત દુ:ખી થતી હતી.
એક વખત સુવ્રતા આર્યાની શિષ્યાઓ તેના ઘરે ગોચરી અર્થે પહોંચી. સુભદ્રાએ આહાર-પાણી વહોરાવી સાધ્વીજી પાસે સંતાનોત્પત્તિ માટે વિધા, મંત્ર ઔષધિની યાચના કરી. સાધ્વીજીઓએ કહ્યું કે આ સંબંધમાં કંઈપણ બતાવવું એ અમારા સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે. ત્યારબાદ સંક્ષેપમાં નિર્પ્રન્થ પ્રવચનનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને તે શ્રમણોપાસિકા બની.
કેટલોક સમય પસાર થયા બાદ તેણે સંયમ પણ અંગીકાર કર્યો પરંતુ પુત્ર ન થવાના કારણે બાળક-બાળિકાઓ ઉપર તેનો સ્નેહ વધવા લાગ્યો. સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરી તેણી બાળક-બાળિકાઓની સાથે સ્નેહ, ક્રીડા, શ્રૃંગાર, સુશ્રુષા આદિ પ્રવૃત્તિઓ કરવા લાગી.
ગુરુણી દ્વારા અને અન્ય આર્યાઓ દ્વારા નિષેધ કરવા છતાં, સમજાવવાં છતાં, તેની ઉપેક્ષા કરી અન્ય સ્થાન(ઉપાશ્રય)માં જઈ રહેવા લાગી. સંયમ તપનું પાલન કરતાં, પંદર દિવસનો સંથારો કરી ઉક્ત દૂષિત પ્રવૃત્તિઓની આલોચના કર્યા વિના વિરાધક થઈ, પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ.
જ્યારે જ્યારે દેવલોકની ઇન્દ્રસભામાં તે જતી ત્યારે ઘણા બાળક અને બાળિકાઓની વિશ્ર્વણા કરી સભાનું મનોરંજન કરતી, એટલા માટે ત્યાં તે બહુપુત્રિકા દેવીના નામથી ઓળખાતી. એક વખત તે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરના સમોસરણમાં આવી. પોતાની બન્ને ભુજાઓમાંથી ક્રમશઃ ૧૦૮ બાળક તથા ૧૦૮ બાળિકાઓ કાઢયા. તે સિવાય અન્ય અનેક બાળકોની વિકૃર્વણા કરી, નાટક બતાવી પોતાની શકિત તથા ઋદ્ધિનું પ્રદર્શન કરી, પુનઃ વૈક્રિય લબ્ધિને સંકોચી પોતાના સ્થાને ચાલી ગઈ.
ગૌતમ સ્વામીએ પૂછતાં ભગવાને તેનો પૂર્વભવ કહ્યો અને દષ્ટાંત આપી સમજાવ્યું કે જેવી રીતે એક વિશાળ ભવનમાંથી હજારો વ્યક્તિઓ બહાર જાય છે અને ફરીને તેમાં પ્રવેશ કરે છે તે પ્રમાણે આખું ય રૂપ સમૂહ તેના શરીરમાં સમાવિષ્ટ થઈ જાય છે.
તે દેવી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી બ્રાહ્મણના ઘરે સોમા નામની પુત્રી તરીકે ઉત્પન્ન થશે. યૌવનાવસ્થામાં પ્રવેશતાં ભાણેજ રાષ્ટ્રકૂટ સાથે તેના માતા-પિતા લગ્ન કરાવશે. ત્યાં એક એક વર્ષમાં એક યુગલ પુત્રને જન્મ આપશે. કુલ સોળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપશે.
આટલા બાળકોની પરિચર્યા કરતાં તે પરેશાન થઈ જશે. તેમાંથી કેટલાક
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International