________________
Jain
૯.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત-૧
::
[શ્રી કૃષ્ણ વાસુદેવનો ભાઈ માંગવાનો આશય સ્પષ્ટ હતો કે ફરીને કયાંય હરિણગમૈષી દેવ હરણ કરીને અન્યત્ર ન લઈ જાય; તેથી તેની પાસે જ માંગી લેવું જોઈએ. દેવના શબ્દોમાં પણ સ્પષ્ટતા હતી કે "હું કોઈ આપનાર નથી." પરંતુ એક જીવ દેવલોકમાંથી ચ્યવીને આવશે અને તમારો ભાઈ બનશે.]
કૃષ્ણ વાસુદેવ હરિણગમેષી દેવને વિદાય આપીને માતાની પાસે આવ્યા. અને પ્રણામ કરીને માતાને કહ્યું કે નકકી મારો નાનો ભાઈ થશે. આ પ્રમાણે ઇષ્ટ અને કર્ણપ્રિય, મનોજ્ઞ વાક્યોથી માતાને સંતુષ્ટ કરીને શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાની રાજ્ય સભામાં ચાલ્યા ગયાં. દેવકી દેવીનું આર્તધ્યાન સમાપ્ત થયું. તે પ્રસન્ન થઈને સુખ પૂર્વક સમય પસાર કરવા લાગી.
શિક્ષા-પ્રેરણાઃ
(૧) સુખ અને દુઃખનો આધાર પોતાના જ સંકલ્પ અને વિકલ્પથી બને છે. (૨) મોહ પણ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે તેનો મુખ્ય આધાર પણ સ્વંયના જ્ઞાન-અજ્ઞાન, વિવેક-અવિવેક, વૈરાગ્ય અને આસક્તિ પર નિર્ભર છે. (૩) માતા અને પુત્રનો સંબંધ બંનેનો છે તેમ છતાં, છ એ ભાઈઓ વિરક્ત રહ્યા અને દેવકીએ મોહ ભાવોની વૃદ્ધિ કરી.
(૪) દેવકીની ઉમર ઓછી ન હતી. એક હજાર વર્ષની આસપાસની વયમાં પણ તેણે પુત્રની પ્રાપ્તિ કરી અને તેના બાળપણની તીવ્ર અભિલાષા પૂર્ણ કરી તે તેના મોહભાવનો અતિરેક હતો.
(૫) પુત્રની માતૃભક્તિ હોય તો એક પુત્ર પણ સમય આવ્યે વિપત્તિ અને મનોવેદના દૂર કરી શકે છે. શ્રી કૃષ્ણે પોતાના બધાં જ રાજકીય કાર્યો અને સુખ વૈભવને ગૌણ કરી, માતાની સંવેદનાને દૂર કરવાના હેતુથી તે જ ક્ષણે ત્રણ દિવસની નિરાહાર પૌષધ સાધના પ્રારંભ કરી અને માતાની ચિંતાને સંપૂર્ણ પણે દૂર કરીને પછી પોતાના કાર્યની શરૂઆત કરી.
(૬) મુનિઓનું સ્વતંત્ર પણે ગોચરી માટે અલગ-અલગ સંઘાડામાં જવું, એક જ વિશિષ્ટ પ્રખ્યાત ઘરમાં અજ્ઞાતવશ(અજાણતાં) ત્રણેય સંઘાડાઓનું પહોંચવું, ઇત્યાદિ વર્ણન વિશેષ મનનીય છે. આ વર્ણનથી તે સમયના મુનિઓનું અને તેમની વિશિષ્ટ ભિક્ષાચારીનું અનુમાન કરી શકાય છે.
(૭)દેવકી રાણીનું સ્વયં પોતાના હાથે ભક્તિ પૂર્વક કોઈ પણ તર્ક-વિતર્ક વિના અને આદેશ-પ્રત્યાદેશ વિના ત્રણે સંઘાડાઓને વહોરાવવાનું કાર્ય, તેની વિશિષ્ટ ધાર્મિકતાને પ્રગટ કરે છે. આવી ધર્મ પરાયણતાને કારણે તેણે ત્રણેય સંઘાડાઓને પ્રતિલાભિત કર્યા. એનાથી એ સ્પષ્ટ થાય છે કે બીજા-ત્રીજા મુનિઓનું બીજી વખત કે ત્રીજી વખત આવવું દોષપ્રદ ન હતું અને અકલ્પનીય પણ ન હતું. કારણ
org