________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
કે એવું હોય તો તે(દેવકી) બીજા સંઘાડાને ગોચરી વહોરાવતાં પહેલાં જ જણાવી દેત (કે પહેલાં મુનિઓ પધારી ગયા છે) પરંતુ તેણે ત્રણે ય સંઘાડાઓને હર્ષભાવથી દાન આપ્યું અને પછી જ પ્રશ્ન કર્યો. તેથી એ સ્પષ્ટ થાય છે કે મુનિ પર તેને આસક્તિની શંકા થઈ, તેથી જ તેણે પ્રશ્ન રૂપે નિવેદન કર્યું અને ચૌદપૂર્વધારી મુનિએ પણ પોતાની અનાસક્તિ અને ઉત્કૃષ્ટ વૈરાગ્યનો બોધ કરાવે એવો જ જવાબ આપ્યો.
જ
૯
(૮) સુલસા શેઠાણીએ વર્ષો સુધી પાણી, ફૂલ અને અગ્નિ વગેરેના આરંભસમારંભ કરી ભક્તિ કરી હતી અને હરિણગમેષી દેવની આરાધના કરીને પોતાનાં મનોરથો પૂર્ણ કર્યા. શ્રી કૃષ્ણ વાસુદેવે તે જ દેવની આરાધના નિરવધ વિધિપૂર્વક કરી તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરી. દેવ કોઈને પુત્રો આપતા નથી પરંતુ ભવિતવ્યતા હોય તો સંયોગો મેળવી શકે છે અથવા જાણકારી આપી શકે છે કે પુત્ર થશે.
ત્રીજો દિવસઃ
ગજસુકુમારનો જન્મ ઃ – સુખ પૂર્વક સમય પસાર કરતાં એકવાર દેવકી રાણીએ ‘‘પોતાના મુખમાં સિંહ પ્રવેશ્યો” એવું સ્વપ્ન જોયું. સ્વપ્ન પાઠકોએ તેનું ફળ એ બતાવ્યું કે દેવલોકમાંથી ચ્યવીને એક ભાગ્યશાળી જીવ ગર્ભમાં આવ્યો છે. દેવકીએ યોગ્ય વ્યવહાર વિધિથી ગર્ભકાળ પૂર્ણ કર્યો. નવ માસ પછી પુત્રનો જન્મ થયો. ખુશી અને આનંદ મહોત્સવ મનાવવામાં આવ્યો. કેદીઓને મુક્ત કરવામાં આવ્યા, અપરાધીઓને પણ માફ કરવામાં આવ્યા. દસ દિવસના મહોત્સવની ઘોષણા કરવામાં આવી. જેમાં ઋણ અને કર વગેરે માફ કરવામાં આવ્યા. બારમા દિવસે જન્મ મહોત્સવ કરીને નામ કરણ કરવામાં આવ્યું. ગજના તાળવા સમાન સુકોમળ હોવાથી તેનું નામ ગજસુકુમાર રાખવામાં આવ્યું.
દેવકીએ પોતાની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી. ગજસુકુમારનો બાલ્ય કાળ પસાર થયો. શિક્ષણકાળ દરમ્યાન તેણે વિદ્યાભ્યાસ કર્યો અને ક્રમશઃ તરુણ અવસ્થામાં પ્રવેશ કર્યો.
ગજસુકુમારની સગાઈ :- વિચરણ કરતાં-કરતાં અરિહંત અરિષ્ટનેમિનુ દ્વારિકામાં પદાર્પણ થયું. શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના નાના ભાઈ ગજસુકુમારને સાથે લઈને ભગવાનની પાસે જવા માટે રસાલા સાથે નીકળ્યા. જતી વખતે શ્રી કૃષ્ણે રાજમાર્ગ પર સહેલીઓની સાથે સોનાના દડાથી રમતી સોમા કુમારીને જોઈ. તેના રૂપ, લાવણ્ય, યૌવનને જોઈ શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રભાવિત થયા. પોતાના સેવકો દ્વારા તેનો પરિચય મેળવ્યો અને તેના પિતા સોમિલ બ્રાહ્મણ પાસે ગજસુકુમાર માટે સોમાની માંગણી કરી. સોમિલે આ માંગણી સ્વીકારતાં, તે સોમાને કુમારી કન્યાઓના અંતઃપુરમાં રાખવામાં આવી. અર્થાત્ ગજસુકુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jamelibrary.org