________________
૯૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
માટે અન્ય પણ અનેક કુમારિકાઓને જ્યાં રાખવામાં આવી હતી, તે ભવનમાં સોમાને પણ રાખવામાં આવી. કુંવારી કન્યાઓને શ્રી કૃષ્ણ વાસુદેવે પોતાને ત્યાં એકઠી કરી હતી, તેમાં પણ તેમની કંઈક દીર્ઘ દષ્ટિ હશે અથવા તે સમયની એવી પ્રણાલી રહી હશે. ગજસુકુમારનો વૈરાગ્ય :- શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન અરિષ્ટનેમિના સમવસરણમાં પહોંચ્યા. અરિહંત અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ અને ગજસુકુમાર સહિત સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને કૃષ્ણ સહિત બધીજ પરિષદ પાછી વળી. ગજસુકુમારને ભગવાનનો ઉપદેશ અત્યંત રુચિકર લાગ્યો; વૈરાગ્ય ભાવ જાગૃત થયો. તેણે ભગવાનને વંદન નમસ્કાર કરી, પોતાની ભાવના વ્યક્ત કરી. ત્યારે ભગવાને કહ્યું- મહાસુદં રેવાપુfષ આ શબ્દોથી દીક્ષા લેવા માટેની અનુમતિ પ્રાપ્ત કરી. ગજસુકુમારે ઘેર આવીને માતા-પિતાને વિનંતિ કરતાં કહ્યું કે મેં ભગવાનની વાણી સાંભળી જે મને અત્યંત રુચિકર લાગી. તમારી આજ્ઞા મેળવીને હું ભગવાન પાસે દીક્ષા લેવા ઇચ્છું છું. દેવકી રાણીને પુત્રના દીક્ષા લેવા સંબંધિત વચનો અત્યંત અપ્રિય લાગ્યા અને સાંભળતાં જ પુત્રવિરહના દુઃખથી ખૂબ જ દુઃખાભિભૂત થઈને જમીન પર પટકાઈ પડી. અંતઃપુરમાં રહેલાં પારિવારિક જનોએ તેની સાર સંભાળ કરી, પાણી અને હવાના ઉપચારથી રાણીને સ્વસ્થ કરવામાં આવી. થોડી સ્વસ્થ થયેલી દેવકી રાણી ઉઠી અને રડતાં, આજંદ કરતાં પોતાના પુત્રને આ પ્રમાણે કહેવા લાગી. માતા-પિતા અને ગજસુકુમારનો સંવાદ :- હે પુત્ર! તું અમારો ખૂબ જ લાડકવાયો પુત્ર છે. ક્ષણ માત્ર પણ અમે તારો વિયોગ સહન નહિ કરી શકીએ. તેથી જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તું સંસારમાં રહે અને વિપુલ સુખ વૈભવનો ઉપભોગ કર, તેના પછી તું અરિહંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લે જે.
પ્રત્યુત્તરમાં ગજસુકુમારે વૈભવ-વિલાસ અને ભોગ સુખોની અસારતા તથા મનુષ્ય આયુની ક્ષણભંગુરતાનું વર્ણન કરતાં કહ્યું કે હે માતા-પિતા ! આ કોને ખબર છે કે કોણ પહેલા જશે? અને કોણ પાછળ રહેશે. માટે હે માતા-પિતા! હું તો હમણાં જ તમારી આજ્ઞા પ્રાપ્ત કરીને દીક્ષિત થવા ઇચ્છું છું. માતાની મોહ દશાના અતિરેક યુક્ત વાતાવરણ(મૂર્છા આદિ)ની વૈરાગી ગજસુકુમાર પર કોઈ અસર ન પડી.
માતા-પિતાએ ઋદ્ધિ અને વૈભવથી તેને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેની અસર ન પડી ત્યારે તેમણે સંયમજીવનની કઠણાઈઓ અને પરિષહોનું વર્ણન કરતાં કહ્યું કે હે પુત્ર ! તું અત્યંત સુકોમળ છે. સંયમ પાલન કરવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે, સમુદ્રને બાહુબળથી (ભુજાઓથી) તરવા સમાન છે; તલવારની ધાર પર ચાલવા બરાબર છે; રેતીના કવલ સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org