________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
તીર્થંકરના શાસનમાં તેનું અનુકરણ ન કરાય. અર્થાત્ સેવામાં જેટલા શ્રમણોની જરૂરિયાત હોય તેટલાને રાખી બાકીનાને અકારણ કલ્પ મર્યાદાથી અધિક સ્થિર રાખવા ન જોઈએ.
૨૦
(૮) પંથકે ચૌમાસી પક્ષીના દિવસે બે પ્રતિક્રમણ કર્યા તેનું કારણ પણ એ જ છે કે મધ્યના તીર્થંકરના શાસનમાં શ્રમણોને માટે સદાય બન્ને વખત પ્રતિક્રમણ કરવું ફરજિયાત નહોતું. તેથી તેઓ ફક્ત પક્ષી, ચૌમાસી, સંવત્સરી પર્વ દિવસે નિયમસર બે પ્રતિક્રમણ કરતા. આ વર્ણનની નકલ કરીને અંતિમ તીર્થંકરના સાધુઓને બે પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા હોતી નથી. કારણ કે બન્ને સમય ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાનો નિયમ જ તેમના માટે પર્યાપ્ત છે. ખરેખર તેમના માટે ત્યાગ, તપ, મૌન ધ્યાન અને આત્મચિંતન કે ધર્મજાગરણ કરવું, તે જ પર્વ દિવસની વિશેષ આરાધના છે; બે કે પાંચ પ્રતિક્રમણ તેને માટે અતિ પ્રવૃત્તિ અને અતિ પ્રરૂપણા છે.
જે શ્રમણોપાસક હંમેશા પ્રતિક્રમણ ન કરતાં પર્વદિવસે જ પ્રતિક્રમણ કરે છે, તેમના માટે બે પ્રતિક્રમણ જરૂરી હોઈ પણ શકે. પરંતુ શ્રમણ વર્ગ માટે આવી ખોટી નકલને સિદ્ધાંત બનાવી અનુકરણ કરવું તે વિચારણીય છે. આવી કેટલીય પ્રવૃતિઓ સમાજમાં અંધશ્રદ્ધાથી ચાલતી રહે છે.
અધ્યયન : ૬
તુંબડાનું દૃષ્ટાંત ઃ
રાજગૃહી નગરીમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન! જીવ હળવો થઈ ઉપર કેવી રીતે જાય છે અને જીવ ભારે થઈ નીચે કેવી રીતે જાય છે ?
તેના પ્રત્યુત્તરમાં ભગવાને એક દષ્ટાંત આપી સમજાવ્યું. જેવી રીતે તુંબડી પાણી ઉપર તરે છે પણ તેની ઉપર કોઈ વ્યક્તિ માટી, ઘાસનો લેપ કરી તડકામાં સૂકવી દે, તેમ ક્રમશઃ આઠ લેપ લગાવે. તે તુંબડાને જો પાણી ઉપર રાખવામાં આવે તો તે તુંબડું લેપના ભારથી તળીયે ડૂબી જાય છે. ધીમે ધીમે માટીનો લેપ પાણીમાં ઓગળી જતાં ફરી તે તુંબડું પાણી ઉપર તરવા લાગે છે.
એ પ્રકારે જીવ ૧૮ પાપનું સેવન કરી આઠ કર્મનો બંધ કરી, કર્મથી ભારે બની અધોગતિમાં, નરકમાં જાય છે. કર્મો જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય છે ત્યારે આત્મા ઉર્ધ્વગમન કરી શાશ્વત સિદ્ધ સ્થાનમાં સ્થિર થઈ જાય છે. શિક્ષા-પ્રેરણા : :- શ્રમણ ૧૮ પાપના ત્યાગી હોય છે. છતાં પણ જાણ્યે અજાણ્યે જૂઠ, નિંદા, કલેશ, કષાય આદિ પાપોનું સેવન ન થઈ જાય તેનું ધ્યાન રાખવું
Jain