________________
કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર
સાધુને માટે આ શોભતું નથી. બીજે જ દિવસે શૈલકપુર છોડી પંથકમુનિની સાથે વિહાર કર્યો. આ સમાચાર અન્ય શિષ્યોને મળતાં બધાજ શિષ્યો સાથે મળી આવ્યા. અંતિમ સમયમાં બધા જ મુનિઓને સિદ્ધગતિની પ્રાપ્તિ થઈ. શિક્ષા-પ્રેરણાઃ
૧૯
(૧) થાવચ્ચ સ્ત્રીનું કૃષ્ણ પાસે જવું અને કૃષ્ણવાસુદેવનું થાવર્સ્થાપુત્રને ઘરે આવવું એક અસાધારણ ઘટના છે. સંયમની વાત સાંભળી ઉત્સાહિત થવું, વૈરાગ્યની પરીક્ષા કરવી, આખાય શહેરમાં ઢંઢેરો પીટાવવો તેમજ એક હજાર પુરુષોની સાથે દીક્ષા મહોત્સવ ઉજવવો ઇત્યાદિક બાબતો ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવની અનન્ય ધર્મશ્રદ્ધા અને વિવેક પ્રગટ કરે છે. આ વિવેક બધાએ અપનાવવા જેવો છે અર્થાત્ દીક્ષા લેનાર પ્રત્યે કેવો વ્યવહાર રાખવો જોઈએ તે આ ઘટના દ્વારા શીખવા મળે છે.
(૨) સાંખ્ય મતાનુયાયી સુદર્શને જૈન મુનિ સાથે ચર્ચા કરી શ્રાવકધર્મ સ્વીકાર્યો અને તેના ગુરુ શુક સન્યાસીએ ચર્ચા કરી સંયમ સ્વીકાર્યો. ઋજુ અને પ્રાશ જીવોના આ ઉદાહરણથી જાણવા મળે છે કે માન કષાયથી અભિભૂત થયેલા હોવા છતાં તે આત્માઓ દુરાગ્રહી નહોતા. સત્ય સમજાતાં પોતેજ સર્વસ્વ પરિવર્તન કરી લેતા. આપણે પણ સ્વાભિમાનની સાથે સરલ અને નમ્ર બની દુરાગ્રહોથી દૂર રહેવું જોઈએ અર્થાત્ સત્યને સ્વીકારવામાં હિચકિચાટ કરવો ન જોઈએ, પછી ચાહે તે પરંપરા હોય કે સિદ્ધાંત.
(૩) કયારેક શિષ્ય પણ ગુરુનું કર્તવ્ય અદા કરે છે. પંથક શિષ્યના વિનય, ભક્તિ, સેવા, સત્યનિષ્ઠાથી શૈલક રાજર્ષિનું અધઃપતન અટકી ગયું.
(૪) સંયમથી પતિત થતા સાધકનો તિરસ્કાર ન કરતાં તેની યોગ્ય સંભાળ રાખવાથી તેનું ઉત્થાન થઈ શકે છે. તેથી ગુરુ હોય કે શિષ્ય, વિવેક સભર નિર્ણય કરવો જોઈએ. તિરસ્કાર વૃત્તિ તો હેય છે, એટલે અનાચરણીય છે.
(૫) અતિ વેગથી પડવાવાળી વ્યકિત પણ કયારેક બચી શકે છે. તેથી તેના પ્રત્યે યોગ્ય સંભાળ અને સહાનુભૂતિ રાખવી સૌની ફરજ છે.
(૬) ઔષધનું સેવન કરવું તે પણ સંયમ જીવનમાં એક ભયસ્થાન છે. તેનાથી અસંયમભાવ તથા પ્રમાદભાવ આવી શકે છે. તેથી સાધકે ઔષધ સેવનની રુચિથી નિવૃત્ત થઈ વિવેક યુક્ત તપ-સંયમની સાધના કરવી જોઈએ. શૈલક જેવા ચરમ શરીરી તપસ્વી સાધક પણ ઔષધસેવનના નિમિત્તથી સંયમમાં શિથિલ બની
ગયા હતા.
(૭) શૈલક રાજર્ષિ મધ્યના તીર્થંકરના શાસનમાં થયા હતા. તેમના માટે માસકલ્પ આદિ નિયમ પાલન આવશ્યક નહોતા. આ કથાનકના આલંબનથી અંતિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org