________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
થાવÁપુત્રની દેશના સાંભળવા ગયા. થાવર્સ્થાપુત્ર અને સુદર્શન શ્રેષ્ઠીની વચ્ચે ધર્મના આધારે ચર્ચા થઈ. વાર્તાલાપથી સંતુષ્ટ થઈને સુદર્શન શ્રેષ્ઠીએ જૈનધર્મ અંગીકાર કર્યો.
૧૮
આ
શુક પરિવ્રાજકની જૈન દીક્ષા :– શુક પરિવ્રાજકને જ્યારે આ બનાવની જાણ થઈ ત્યારે તેઓ સુદર્શનને પુનઃ પોતાનો અનુયાયી બનાવવાના વિચારે સૌગન્ધિકા નગરીમાં પધાર્યા. સુદર્શન ડગ્યો નહિ. બન્ને ધર્માચાર્ય (શુક તથા થાવર્આપુત્ર) વચ્ચે ધર્મચર્ચા થઈ. શુક પોતાના શિષ્યોની સાથે થાવÁપુત્રની સમીપે ગયા. શુકે થાવર્આપુત્રને વાક્ચાતુર્યથી ફસાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ થાવર્ગાપુત્રે તેનો ગૂઢ અભિપ્રાય સમજી અત્યંત કુશળતા પૂર્વક પ્રત્યુત્તર આપ્યા. અંતે શુક હજાર શિષ્યની સાથે થાવર્આપુત્રના શિષ્ય બની ગયા.
-
શૈલક રાજર્ષિની દીક્ષા :– એક વખત શુક અણગાર શૈલકપુર પધાર્યા. ત્યાંના રાજા શૈલકે પહેલેથી જ થાવÁપુત્રના ઉપદેશથી શ્રમણોપાસક ધર્મ સ્વીકાર્યો હતો. આ વખતે તે પોતાના ૫૦૦ મંત્રીઓની સાથે દીક્ષિત થયા. તેના પુત્ર મંડુકને રાજગાદી ઉપર બેસાડયો.
સાધુચર્યા અનુસાર શૈલકમુનિ દેશ દેશાંતરમાં વિચરવા લાગ્યા. તેના ગુરુ શુક્ર મુનિ વિધમાન નહોતા, સિદ્ધગતિ મેળવી ચૂક્યા હતા. શૈલકનું સુકોમળ શરીર સાધુ જીવનની કઠોરતા સહી ન શક્યું. તેના શરીરમાં દાદ-ખુજલી થઈ ગઈ, પિત્તજવર રહેવા લાગ્યો. જેથી તીવ્ર વેદના થવા લાગી. તેઓ ભ્રમણ કરતાં શૈલકપુર પધાર્યા. મંડુક દર્શનાર્થે આવ્યો. શૈલક રાજાનું રોગિષ્ટ શરીર જોઈ ચિકિત્સા કરાવવાની વિનંતિ કરી. શૈલકે સ્વીકૃતિ આપી. ચિકિત્સા થવા લાગી. સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. પરંતુ રાજર્ષિ સરસ આહાર અને ઔષધ-ભેષજમાં આસક્ત બન્યા. વિહાર કરવાનો વિચાર સરખોય ન આવ્યો. ત્યારે તેના શિષ્યોએ એકત્ર થઈ પંથકને તેમની સેવામાં રાખી બાકી બધાએ વિહાર કરવાનો નિર્ણય કર્યો. રાજર્ષિ ત્યાંજ રહી ગયા, પંથકમુનિ તેમની સેવામાં રહ્યાં બાકી બધા જ શિષ્યો વિહાર કરી ગયા.
કાર્તિક સુદ પૂનમનો દિવસ આવ્યો. શૈલક રાજર્ષિ આહાર-પાણી આરોગી નિશ્ચિંત બની સૂતા હતા. આવશ્યક-પ્રતિક્રમણ કરવાનું યાદે ય ન આવ્યું. પંથક મુનિ દેવસિય પ્રતિક્રમણ કરી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવા તૈયાર થયા. શૈલક રાજર્ષિને વંદન કરી ચરણ સ્પર્શ કરવા મસ્તક નમાવ્યું. શૈલકમુનિની નિદ્રામાં ભંગ પડતાં ભડકી ઉઠ્યા. પંથકને કડવા વચનો કહેવા લાગ્યા. પંથકમુનિએ ક્ષમા માગતાં કાર્તિકી ચૌમાસીની યાદી દેવડાવી.
રાજર્ષિની ધર્મચેતના જાગૃત થઈ. તેમણે વિચાર્યું– રાજ્ય આદિના પરિત્યાગ કરી મેં સાધુપણું સ્વીકાર્યું અને હવે હું આવો શિથિલાચારી થઈ ગયો ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org