________________
કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર
તાત્પર્ય એ છે કે સાધુ અથવા સાધ્વીએ પોતાની ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું જ જોઈએ. ઇન્દ્રિય ગોપનનો અર્થ છે ઇન્દ્રિયોને પોતાના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી. સાધુ-સાધ્વી પોતાની ઇન્દ્રિયોને બંધ કરી રાખે નહિ પણ ઇન્દ્રિય દ્વારા ગૃહિત વિષયમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થવા ન દે તેનું નામ ઇન્દ્રિય ગોપન, ઇન્દ્રિય દમન અથવા ઇન્દ્રિય સંયમ છે. આ સાધના માટે મનને સમભાવનો અભ્યાસી બનાવવાનો સદૈવ પ્રયત્ન કરતા રહેવું અનિવાર્ય છે.
અધ્યયનઃ ૫
૧૭
શૈલક રાજર્ષિ:
-
દ્વારિકા નગરીમાં બાવીસમા તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિનું પદાર્પણ થયું. કૃષ્ણવાસુદેવ પોતાના વિશાળ પરિવાર સાથે ભગવાનની ઉપાસના કરવા તથા ધર્મદેશના સાંભળવા ગયા. આ દ્વારિકા નગરીમાં થાવર્ચ્યા નામની એક સંપન્ન ગૃહસ્થ મહિલા રહેતી હતી. તેને એક જ પુત્ર હતો. જે થાવÁપુત્ર નામથી ઓળખાતો હતો. તે પણ ભગવાનની દેશના શ્રવણ કરવા પહોંચ્યો. દેશના સાંભળી તે વૈરાગ્યવાસિત બન્યો, માતાએ ખૂબ સમજાવ્યો, આજીજી કરી, કાકલૂદી કરી પણ થાવÁપુત્ર પોતાના નિશ્ચય ઉપર અડગ રહ્યો. અંતે લાચાર બનીને માતાએ દીક્ષા મહોત્સવ ઉજવવાનું વિચાર્યું. જેને થાવર્આપુત્રે મૌનભાવે સ્વીકાર્યું. શ્રી કૃષ્ણ દ્વારા થાવર્ચી પુત્રનો દીક્ષા મહોત્સવ ઃ
થાવચ્ચ છત્ર, ચામર આદિ માંગવા શ્રીકૃષ્ણ મહારાજા પાસે ગઈ. શ્રી કૃષ્ણે સ્વયં દીક્ષા મહોત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મૂકયો. થાવÁપુત્રની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ જાતેજ તેના ઘરે પહોંચ્યા. સોળ હજાર રાજાઓ અને અર્ધભરતક્ષેત્રના અધિપતિ શ્રીકૃષ્ણનું થાવર્ચાના ઘરે આવવું તે તેની અસાધારણ મહત્તા અને નિરહંકારિતાનું ધોતક છે. થાવર્ગાપુત્રની પરીક્ષા બાદ જ્યારે વિશ્વાસ બેઠો કે આંતરિક વૈરાગ્ય છે ત્યારે શ્રી કૃષ્ણે નગરીમાં ઘોષણા કરાવી કે ‘ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષિત થનારા આશ્રિતજનોનું પાલન પોષણ કરવાની જવાબદારી શ્રી કૃષ્ણ વાસુદેવ વહન કરશે; માટે જેને દીક્ષા લેવી હોય તે નિશ્ચિંત પણે લઈ શકે છે.’
ઘોષણા સાંભળી એક હજાર પુરુષ થાવર્ગાપુત્રની સાથે પ્રવ્રુજિત થયા. કાલાંતરમાં થાવર્સ્થાપુત્ર અણગાર, ભગવાન અરિષ્ટનેમિની અનુમતિ લઈ પોતાના સાથી એક હજાર મુનિઓની સાથે દેશ, દેશાંતરમાં વિચરવા લાગ્યા. વિચરતાં-વિચરતા થાવર્ગાપુત્ર સૌગંધિકા નગરીમાં પધાર્યા. ત્યાંના નગરશેઠ સુદર્શન સાંખ્યધર્મના અનુયાયી અને શુક પરિવ્રાજકના શિષ્ય હતા, છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org