________________
૧૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧
એક વખત સંધ્યાના સમય પછી, લોકોનું આવાગમન નહિવત્ થઈ ગયું ત્યારે તે તળાવમાંથી બે કાચબા આહારની શોધ અર્થે નીકળ્યા, તળાવની આસપાસ ફરવા લાગ્યા. તે સમયે ત્યાં બે શિયાળ આવ્યા. તે પણ આહારની શોધ માટે ભટકી રહયા હતા. શિયાળોને જોઈ કાચબા ગભરાઈ ગયા. આહારની શોધ માટે નીકળતા પોતેજ શિયાળના આહારનો ભોગ બની જશે તેવી શંકા ઉત્પન્ન થઈ.
કાચબામાં એક વિશેષતા હોય છે કે તે પોતાના હાથ, પગ તથા મુખ પોતાના શરીરમાંજ ગોપવી દે છે. તેની પીઠ ઉપર ઢાલ જેવું કઠણ કવચ હોય છે, તેને કોઈ ભેદી શકતું નથી. જેથી તે સુરક્ષિત રહી શકે છે. કાચબાઓએ તેમ જ કર્યું શિયાળો તેઓને જોઈ તૂટી પડ્યા. છેદન-ભેદન કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી.
પ્રાણીઓમાં સૌથી વધુ ચાલાક શિયાળ હોય છે. તેમણે જોયું કે જયાં સુધી કાચબાઓ પોતાના અંગોપાંગ ગોપવીને બેઠા છે ત્યાં સુધી અમારો કોઈપણ પ્રયત્ન સફળ નહિ થાય. તેથી ચાલાકીથી કામ લેવું પડશે. એવું વિચારી બંને શિયાળ કાચબા પાસેથી ખસી ગીચ જાડીમાં ચૂપકીદીથી સંતાઈ ગયા.
બે કાચબામાંથી એક ચંચળ પ્રકૃત્તિનો હતો. તે પોતાના અંગોપાંગને લાંબો સમય સુધી ગોપવી ન શકયો. તેણે પગ બહાર કાઢયો. જોતાંની સાથે જ શીઘ્રતાથી શિયાળે એક જાપટ નાખી અને પગ ખાઈ ગયો; પછી એકાંતમાં સંતાઈ ગયો. થોડીવાર પછી કાચબાએ બીજો પગ બહાર કાઢયો. બીજો પગ પણ શિયાળ ખાઈ ગયો. અનુક્રમે ત્રીજા અને ચોથો પગ બહાર કાઢયો અને ચવાઈ ગયો. છેવટે કાચબાએ ગર્દન બહાર કાઢી, તક જોઈને શિયાળોએ તેને પણ ખાઈ પ્રાણહીન બનાવી દીધો. આ પ્રમાણે પોતાના અંગોનું ગોપન ન કરી શકવાના કારણે કાચબાના જીવનનો કરૂણ અંત આવ્યો.
બીજો કાચબો ચંચળ નહોતો. તેણે પોતાના અંગો ઉપર નિયંત્રણ રાખ્યું. લાંબા સમય સુધી પોતાના અંગોપાંગનું ગોપન કરી રાખ્યું અને શિયાળ ચાલ્યા ગયા એમ જાણ્યું ત્યાર પછી ચારે પગને એક સાથે જ બહાર કાઢી શીવ્રતાપૂર્વક તળાવમાં સુરક્ષિત પહોંચી ગયો. પ્રેરણા–શિક્ષા :- શાસ્ત્રકાર કહે છે કે જે સાધુ-સાધ્વી દીક્ષા ગ્રહણ કર્યા બાદ પોતાની ઇન્દ્રિયોનું ગોપન નથી કરતા, તેની દશા પ્રથમ કાચબા જેવી થાય છે. તે આ ભવ પરભવમાં અનેક પ્રકારના કષ્ટો પામે છે, સંયમ જીવનથી શ્રુત થઈ જાય છે અને નિંદા, ગહના પાત્ર બની જાય છે. તેનાથી ઉર્દુ, જે સાધુ-સાધ્વી ઇન્દ્રિયોનું ગોપન કરે છે તે આ ભવમાં જ બધાના વંદનીય, પૂજનીય, અર્ચનીય બને છે અને સંસાર અટવીને પાર કરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org