________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્રા
૧૫
આ છે શ્રદ્ધા અને અશ્રદ્ધાનું પરિણામ. જે સાધક મહાવ્રતમાં, છ કાયમાં શ્રદ્ધાવાન થઈ સાધનામાં પ્રવૃત્ત થાય છે તેને આ ભવમાં માન-સન્માન અને પરભવમાં મુક્તિ મળે છે. તેનાથી વિપરીત અશ્રદ્ધાળુ સાધક આ ભવમાં નિંદા, ગર્તા અને પરભવમાં અનેક પ્રકારના સંકટો, દુઃખો, પીડાઓ અને વ્યથાઓને પ્રાપ્ત કરે છે. શિક્ષા-પ્રેરણા -
- ત્રીજા અધ્યયનનો મુખ્ય સાર છે 'જિન પ્રવચનમાં શંકા, કંખા કેવિચિકિત્સા ન કરવી. તમેવ સર્વ ની નિહિં પડ્ય' – અર્થાત્ વીતરાગ અને સર્વશે જે તત્વ પ્રતિપાદિત કર્યા છે તે સત્ય છે, તેમાં શંકાને અવકાશ નથી. કારણ કે કષાય અજ્ઞાનને કારણે જ જૂઠું બોલાય છે. આ બે દોષ જેનામાં નથી એવા તીર્થકર પ્રભુના વચન અસત્ય હોતા નથી.
આ પ્રકારની સુદઢ શ્રદ્ધા સહિત સાધનાના પથ પર અગ્રેસર થવાવાળા સાધક જ પોતાની સાધનામાં પૂર્ણ સફળતા મેળવી શકે છે. તેની શ્રદ્ધા જ તેને અપૂર્વ શક્તિ પ્રદાન કરે છે અને બધાજ વિદનો પર વિજય પ્રાપ્ત કરાવે છે. આથી જ સમ્યગ્ દર્શનનું પ્રથમ અંગ અથવા લક્ષણ નિઃશંકતા કહ્યું છે.
આનાથી ઉલટું જેના અંતઃકરણમાં પોતાના લક્ષ કે લક્ષપ્રાપ્તિના સાધનોમાં વિશ્વાસ નથી, ડામાડોળ ચિત્ત છે, મનોવૃત્તિ ઢચુ-પચું છે તેને પ્રથમ તો આંતરિક બળ પ્રાપ્ત થતું નથી અને કદાચ થાય તો તે તેનો પૂર્ણરૂપે ઉપયોગ કરી શકતો નથી. લૌકિક કે લોકોત્તર કોઈપણ કાર્ય હોય, સર્વત્ર પૂર્ણ શ્રદ્ધા, સમગ્ર ઉત્સાહ અને પરિપૂર્ણ મનોયોગને તેમાં જોડી દેવો આવશ્યક છે. સંપૂર્ણ સફળતા પ્રાપ્તિ માટે આ અનિવાર્ય શરત છે.
પ્રસ્તુત ઉદાહરણમાં બે પાત્ર દ્વારા શ્રદ્ધાનું સુફળ અને અશ્રદ્ધાનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે.
અધ્યયન : ૪
બે કાચબાનું દષ્ટાંત -
આ અધ્યયનમાં આત્મસાધનાના પથિકો માટે ઇન્દ્રિયગોપનની આવશ્યકતા બે કાચબાના ઉદાહરણ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવી છે.
વારાણસી નગરીમાં ગંગા નદીથી ઉત્તરપૂર્વમાં એક વિશાળ તળાવ હતું. નિર્મળ, શીતળ જળથી પરિપૂર્ણ અને વિવિધ જાતિઓનાં કમળોથી આચ્છાદિત તે તળાવમાં અનેક પ્રકારના મચ્છ, કચ્છ, મગર, ગ્રાહ આદિ જળચર પ્રાણી ક્રીડા કરતા હતા. તળાવને લોકો મૃતાંતર કહેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org