________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧
(૩) શરીર પ્રત્યે મમતા નથી તો આહાર પાણી દ્વારા તેનું સંરક્ષણ શા માટે કરો છો? આ પ્રશ્નના સમાધાન માટે જ આ અધ્યયનની રચના કરવામાં આવી છે. સુંદર ઉદાહરણ દ્વારા તેનું સમાધાન કર્યું છે. (૪) ભદ્રા શેઠાણીની જેમ કોઈપણ પ્રવૃત્તિનો આશય સમજ્યા વિના ફોગટ ગુસ્સો ન કરવો જોઈએ. નમ્રતા પૂર્વક તે વ્યક્તિ પાસેથી જ આશયની જાણકારી મેળવી નિરર્થક કર્મબંધથી બચતા રહેવું જોઈએ. પોતાની એક પક્ષીય બુદ્ધિથી નિર્ણય કરી લેવાની કુટેવને સુધારવી જોઈએ.
અધ્યયન : ૩ મોરલીના ઇંડા -
ચંપા નગરીમાં જિનદત્ત અને સાગરદત્ત નામના બે સાર્થવાહ પુત્ર રહેતા હતા, બન્ને અભિન્ન હૃદયથી મિત્ર હતા. લગભગ સાથે જ રહેતા. વિદેશયાત્રા હોય કે અન્ય કોઈ પ્રસંગ, દરેક પ્રસંગે સાથે રહેવાનો તેમણે સંકલ્પ કર્યો હતો. પણ માનસિક દશામાં બન્ને ભિન્ન હતા.
- એક વખત બંને મિત્રો દેવ દત્તાગણિકાની સાથે ચંપાનગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં ગયા. ત્યાં સ્નાન, ભોજનથી નિવૃત્ત થઈ, સંગીત, નૃત્ય આદિ દ્વારા મનોરંજન કરી ઉદ્યાનમાં પરિભ્રમણ કરવા લાગ્યા. ઉદ્યાનની સમીપે ગીચ જાડીવાળો એક પ્રદેશ 'માલુકાકચ્છ' હતો. તેઓ માલુકાચ્છ તરફ ગયા ત્યાં જ એક મોરલી (ઢેલ) ગભરાઈને ઉડીને નજીકના વૃક્ષની શાખા ઉપર બેસી કેકારવ કરવા લાગી. આ દશ્ય જોઈ સાર્થવાહ પુત્રોને આશ્ચર્ય થયું, સાથે સંદેહ પણ થયો. તેઓ આગળ વધ્યા તો ત્યાં મોરલીના બે ઇંડા પડયા હતા.
બન્નેએ એક એક ઈંડુ લઈ લીધું. પોતાના ઘરે આવી સાગરદત્તે બીજા ઇડાઓની વચ્ચે મોરલીનું ઇડુ મૂકી દીધું. જેથી માદા પોતાના ઇંડાની સાથે મોરલીના ઈડાનું પણ પોષણ કરે. શંકાશીલ સાગરદત્તથી રહેવાયું નહિ. વારંવાર તે ઇંડાની પાસે જતો અને વિચાર કરતો કે કોણ જાણે આ ઇંડામાંથી બચ્ચું ઉત્પન્ન થશે કે નહિ? આ પ્રકારે શંકા, કંખા, વિચિકિત્સાથી ઘેરાયેલા સાગરદત્તે ઈડાને ઉલટ સુલટ કરવા માંડ્યું, કાન પાસે લાવી તેને વગાડવા લાગ્યો. વારંવાર આમ કરવાથી ઈડુ નિર્જીવ બની ગયું. તેમાંથી બચ્યું ન નીકળ્યું.
જિનદત્ત શ્રદ્ધાસંપન્ન હતો. તેણે વિશ્વાસ રાખ્યો. ઈડુ મયુરપાલકોને સોંપી દીધું. યથાસમયે ઇંડામાંથી બચ્યું નીકળ્યું. તેને નાચતા શીખવાડ્યું. અનેક સુંદર કળાઓ શીખવી. જિનદત્ત આ જોઈ ખૂબ હર્ષિત થયો. આખાય નગરમાં મયૂરની પ્રસિદ્ધિ થઈ ગઈ. તેના દ્વારા જિનદત હજારો લાખો રૂપિયા જીતવા લાગ્યો. તેના
ation international
Personal Use