________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
ર
જોઈએ. કારણકે પાપાચરણના સેવનથી જ આઠ કર્મોનું ઉપાર્જન થાય છે. શ્રમણોપાસક તથા પ્રત્યેક મુમુક્ષુએ પણ ૧૮ પાપોનું જાણપણું મેળવી તેનાથી બચવા માટે સદા પ્રયત્ન કરવો જોઈએ.
અધ્યયન : ૭
ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધૂ -
રાજગૃહનગરમાં ધન્ય સાર્થવાહ રહેતા હતાં. તેમને ચાર પુત્રો હતા. જેમનાં નામ- ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત હતા. તેમની પત્નીઓનાં અનુક્રમે નામ- ઉઝિતા (ઉઝિકા), ભક્ષિકા, રક્ષિકા અને રોહિણી હતાં.
ધન્ય સાર્થવાહ દીર્ઘદષ્ટા હતા અને ખૂબ વિચક્ષણ હતા. અને ભવિષ્યનો વિચાર કરવાવાળા હતા. તે જ્યારે પરિપક્વ ઉંમરના એટલે વૃદ્ધ થયા ત્યારે તેમને વિચાર ઉદ્ભવ્યો કે મારા મૃત્યુ પછી કુટુંબની સુવ્યવસ્થા આવી જ રીતે જળવાઈ રહે માટે મારે મારી હાજરીમાં જ આ અંગે વ્યવસ્થા કરી લેવી જોઈએ. આ પ્રકારનો વિચાર કરી ધન્ય સાર્થવાહે મનોમન એક યોજના ઘડી લીધી.
એક દિવસ પોતાના જ્ઞાતિજનો, સગા-સંબંધીઓ, મિત્રવર્ગને આમંત્રિત કર્યા. ભોજનાદિથી બધાનો સત્કાર કર્યો. ત્યારબાદ પોતાની ચારે પુત્રવધૂઓને બોલાવી દરેકને પાંચ ડાંગરના દાણા આપી કહ્યું– હું જયારે માગુ ત્યારે આ પાંચ દાણા અને પાછા આપજો.
પહેલી પુત્રવધૂએ વિચાર્યું– મારા સસરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. સાઠે બુદ્ધિ નાઠી આટલો મોટો સમારંભ યોજી અને આટલી તુચ્છ ભેટ અમને આપવાનું સૂઝયું વળી કહ્યું કે માંગુ ત્યારે પાછા આપજો. ભંડારમાં ડાંગરનો ક્યાં તોટો છે? જ્યારે માગશે ત્યારે આપી દઈશ. એમ વિચારી આપેલા દાણા કચરામાં ફેંકી દીધા.
બીજી પુત્રવધૂએ વિચાર્યું– ભલે આ દાણાનું મૂલ્ય ન હોય તો પણ સસરાજીએ આપેલો પ્રસાદ છે; તેને ફેંકવો ઉચિત નથી, એમ વિચારી પાંચ દાણા ખાઈ ગઈ.
ત્રીજી વધુ વિચારશીલ હતી. તેણે વિચાર્યું– મારા સસરા ખૂબ જ વ્યવહારકુશળ, અનુભવી અને સમૃદ્ધિશાળી છે. તેમણે આટલો મોટો સમારંભ રચી અમને પાંચ દાણા આપ્યા છે તેમાં તેમનો કોઈ વિશિષ્ટ અભિપ્રાય હોવો જોઈએ. તેથી દાણાની સુરક્ષા જાળવવી મારું કર્તવ્ય છે; આમ વિચારી પાંચ દાણા એક ડબીમાં રાખી, તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધી.
ચોથી પુત્રવધૂ રોહિણી ખૂબ બુદ્ધિશાળી, વિચક્ષણ હતી. તે સમજી ગઈ કે
Jain Education Internator
FOT Private & Personal Use Only
www.jainelibrary.org