________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
પાંચ દાણા દેવા પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. કદાચ અમારી પરીક્ષા કરવાનો હેતુ હોઈ શકે. તેણે બહુમાનપૂર્વક પાંચ દાણા લઈ પિયર મોકલી દીધા. તેની સુચનાનુસાર પિયરવાળાઓએ તે દાણા અલગ ખેતરમાં વાવ્યા. દર વર્ષે જે પાક થાય તે બધીજ વાવી દેવાતો. આમ પાંચ વર્ષમાં તો કોઠાર ભરાઈ ગયા.
આ ઘટનાને પાંચ વર્ષ વ્યતીત થઈ ગયા. ત્યારે ધન્ય સાર્થવાહે ફરીને પૂર્વવત્ સમારંભ યોજ્યો. ભોજન-પાન આપી બધાયનું સન્માન કર્યું. ત્યાર પછી પહેલાંની જેમ ચારે પુત્રવધૂઓને પોતાની સમક્ષ બોલાવી પાંચ-પાંચ દાણા જે પહેલાં આપ્યા હતા તે પાછા માંગ્યા.
પહેલી પુત્રવધૂએ કોઠારમાંથી દાણા લાવી આપ્યા. ધન્ય સાર્થવાહે પૂછ્યુંઆ દાણા મેં આપ્યા હતા તે જ છે કે બીજા? તેણે સત્ય હકીકત કહી દીધી. તે સાંભળી શેઠે કચરો વાળવા ઈત્યાદિ સફાઈકામ સોંપ્યું અને કહ્યું કે તમને આ કામ યોગ્ય છે.
બીજી પુત્રવધૂ પાસે દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે આપના અપાયેલા દાણા પ્રસાદ સમજી હું ખાઈ ગઈ છું. સાર્થવાહે તેના સ્વભાવ અનુસાર અનુમાન કરી રસોડાખાતું સોપ્યું.
ત્રીજી પુત્રવધૂએ પાંચ દાણા સુરક્ષિત રાખ્યા હતા તેથી તેને નાણાંકીય વ્યવહાર સોંપ્યો. ચોથી પુત્રવધૂએ કહ્યું – પિતાજી! પાંચ દાણા મેળવવા ગાડીઓ જોઈશે. ધન્ય સાર્થવાહે તેનું સ્પષ્ટીકરણ માંગ્યું તો સવિસ્તર વર્ણન કર્યું. ગાડીઓ મોકલવામાં આવી. ધન્ય શેઠ પણ ખૂબ જ પ્રસન્ન થયા. બધાયની સમક્ષ રોહિણીની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. તેને ગૃહસ્વામિનીના ગૌરવપૂર્ણ પદ ઉપર પ્રસ્થાપિત કરવામાં આવી અને કહ્યું – તું પ્રશંસનીય છે બેટી ! તારા પ્રતાપથી આ પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે. દષ્ટાંતનો ઉપનય – શાસ્ત્રકારોએ આ ઉદાહરણને ધર્મશિક્ષાના રૂપમાં ઘટાવ્યું છે– જે મુનિ વ્રત ગ્રહણ કરી તેનો ત્યાગ કરે છે તે પ્રથમ પુત્રવધૂ ઉજિઝતાની સમાન આ ભવ અને પરભવમાં દુઃખી થાય છે. તિરસ્કારને પાત્ર બને છે. જે સાધુ પાંચ મહાવ્રતને ગ્રહણ કરી સાંસારિક ભોગ–ઉપભોગને માટે તેનો ઉપયોગ કરે છે તે પણ નિન્દાને પાત્ર બની ભવભ્રમણ કરે છે. જે સાધુ ત્રીજી પુત્રવધુ રક્ષિકાની સમાન અંગીકૃત મહાવ્રતોનું સારી રીતે રક્ષણ કરે છે તે પ્રશંસા પાત્ર બને છે અને તેનું ભવિષ્ય મંગલમય બને છે.
જે સાધુ રોહિણીની સમાન સ્વીકૃત સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે તે નિર્મળ, નિર્મળતર પાલન કરી સંયમનો વિકાસ કરી પરમાનંદના ભાગી બને છે. શિક્ષા–પ્રેરણા – જો કે આ અધ્યયનનો ઉપસંહાર ધર્મશિક્ષાના રૂપમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org