________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
| ૨૩
કરવામાં આવ્યો છે. છતાં તેમાંથી વ્યાવહારિક જીવનને સફળ બનાવવાની સુચારુ પ્રેરણા મળે છે. ચોથે યો યો નયેત્ અર્થાતુ યોગ્ય વ્યકિતને તેની યોગ્યતા અનુસાર એવા કાર્યમાં જોડવી જોઈએ. મૂલભૂત યોગ્યતાથી પ્રતિકૂળ કાર્યમાં જોડવાથી યોગ્યમાં યોગ્ય વ્યકિત પણ અયોગ્ય સિદ્ધ થાય છે. ઉચ્ચ કોટિનો પ્રખર વિદ્વાન પણ સુતારના કામમાં અયોગ્ય સિદ્ધ થાય છે.
યોગ્યતા અનુસાર યોજના કરનારા કોઈ વિરલ જ હોય છે. ધન્ય સાર્થવાહ આવા વિરલ આત્માઓમાંના એક હતા. પોતાના પરિવારની સુવ્યવસ્થા કરવા માટે તેમણે જે કોઠાસૂઝથી કાર્ય કર્યું તે દરેકના માટે માર્ગદર્શક છે. આ ઉદાહરણની પ્રેરણાથી લૌકિક અને લોકોત્તર બધા કાર્યો સારી રીતે સફળતાની સાથે સંપન્ન કરી શકાય છે.
અધ્યયન : ૮
મલ્લિકુમારીઃ
મહાવિદેહ ક્ષેત્રમાં, સલિલાવતી વિજયની વીતશોકા નામની રાજધાની હતી. ત્યાં બલ નામનો રાજા હતો. એક વખત સ્થવિર ભગવંતોનું તે નગરીમાં પદાર્પણ થયું. ધર્મદેશના શ્રવણ કરી રાજા બલે રાજ્યનો તથા હજાર રાણીઓનો ત્યાગ કરી દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા કરી સમસ્ત કર્મોનો ક્ષય કરી મોક્ષે પધાર્યા.
બલ રાજાનો ઉત્તરાધિકારી તેનો પુત્ર મહાબલ થયો. અચલ, ધરણ આદિ અન્ય છ રાજા તેના પરમ મિત્ર હતા. જે સાથે જનમ્યા, સાથે રમ્યા અને મોટા થયા. તેઓએ નિશ્ચય કર્યો કે સુખમાં, દુઃખમાં, વિદેશયાત્રામાં અને ત્યાગમાર્ગમાં પરસ્પર એકબીજાને સાથ આપવો. આ રીતે સમય વીતતાં એકદા મહાબલ સંસારથી વિરક્ત થઈ મુનિદીક્ષા લેવા તૈયાર થતાં બધાજ મિત્રો પણ પ્રતિજ્ઞાનુસાર તૈયાર થઈ ગયા. બધાએ ઉત્કૃષ્ટ સાધના કરી, ઘોર તપશ્ચર્યા કરી જયંત નામના અનુત્તર વિમાનમાં દેવપર્યાયે જન્મ લીધો.
તે દરમ્યાન એક વિચિત્ર ઘટના થઈ ગઈ હતી. સાધનાકાળમાં મહાબલ મુનિના મનમાં કપટભાવ ઉત્પન્ન થયો કે હું અહીં પ્રમુખ છું, જ્યેષ્ઠ છું અને ભવિષ્યમાં પણ જ્યેષ્ઠ બનું. જો સમાન તપશ્ચર્યા કરીશ તો તેમની સમાન જ રહીશ, તેથી થોડી વધુ તપશ્ચર્યા કરું જેથી જ્યેષ્ઠ બની શકાય. આવા કપટ યુક્ત આશયથી અન્યને પાર કરાવી પોતે ઉપવાસના પચ્ચકખાણ વધારી લેતા. સાતે મુનિઓએ એક સરખી તપશ્ચર્યા કરવાનો નિશ્ચય કર્યો હતો છતાં છ મુનિવરો. ઉપવાસ કરતા ત્યારે મહાબલમુનિ છઠ્ઠ તપ કરતા. બીજા છઠ્ઠ તપ કરતા ત્યારે મહાબલ અઠ્ઠમ તપ કરતા. તપશ્ચર્યાના ફળ સ્વરૂપે છ મુનિવરોએ દેવપર્યાયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org