________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
પાંચ મહાવીર પદવી ધારીઓ હતા. પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કરોડ કુમાર પદ પર હતા.સાંબ પ્રમુખ ૬૦ હજાર દુર્થાંત પદ ધારી હતા. મહાસેન પ્રમુખ ૫ હજાર સેનાપતિ પદવી ધારી હતા. વીરસેન પ્રમુખ ર૧ હજાર 'વીર' પદ પર પ્રતિષ્ઠિત હતા. ઉગ્રસેન પ્રમુખ ૧૬ હજાર રાજાઓ તેમની આજ્ઞામાં હતા. રુકિમણી પ્રમુખ ૧૬ હજાર રાણીઓ તેમના રાજ્યમાં હતી, અનંગ સેના પ્રમુખ હજારો ગણિકાઓ તેમના રાજ્યમાં હતી. અન્ય અનેક યુવરાજ, શેઠ, સાર્થવાહ, આદિ પ્રજાગણનું અને ત્રણ ખંડ રૂપ અર્ધ ભરત ક્ષેત્રનું આધિપત્ય-સ્વામિત્વનું પાલન કરતાં અને વિપુલ સુખ ભોગવતાં શ્રી કૃષ્ણ દ્વારિકામાં રહેતા હતા.
૮૧
ગૌતમ કુમારનો જન્મ :- કૃષ્ણ વાસુદેવની દ્વારિકા નગરીમાં અંધકવૃષ્ણિ રાજા રહેતા હતા. તેમની ધારિણી નામની રાણીએ એકવાર “સિંહ પોતાના મુખમાં પ્રવેશે છે’” એવું સ્વપ્ન જોયું. રાજાને નિવેદન કર્યું. સ્વપ્ન પાઠકોએ અત્યંત તેજસ્વી અને યશસ્વી પુત્ર રત્નની ઉત્પત્તિનો શુભ સંદેશ સંભળાવ્યો. નવ માસ વ્યતીત થતાં પુત્રનો જન્મ થયો. તેનું નામ ગૌતમ રાખવામાં આવ્યું. ગૌતમ કુમારનું બાળ પણ સુખરૂપ પસાર થયું. કલાચાર્યની પાસે અઘ્યયન કર્યું. યૌવન વયમાં આઠ યોગ્ય કન્યાઓની સાથે તેમનું એક જ દિવસે પાણિગ્રહણ થયું. રમ્ય પ્રાસાદમાં (મહેલમાં) તેઓ મારુષિક ભોગોનો ઉપભોગ કરતાં રહેવા લાગ્યા. ગૌતમ કુમારની દીક્ષા :–એક વાર વિચરણ કરતા અરિહંત અરિષ્ટનેમિ ભગવાન દ્વારિકા નગરીમાં પધાર્યા. ચાર જાતિના દેવો, કૃષ્ણ વાસુદેવ અને નાગરિક ગણ ભગવાનના સમવસરણમાં આવ્યા. પ્રભુએ સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદનું વિસર્જન થયું.
ગૌતમ કુમારે ભગવાનને વિનંતી કરી કે હું માતા-પિતા પાસેથી અનુમતિ પ્રાપ્ત કરીને આપની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું. ભગવાનની સ્વીકૃતિ પ્રાપ્ત કરીને ગૌતમ કુમાર ઘરે પહોંચ્યા. માતા-પિતા સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી અને અનુમતિ માંગી. દીક્ષાની વાત સાંભળીને માતા-પિતાને મોહ ભાવને કારણે અત્યંત દુઃખ થયું. તેઓએ પુત્રને અનેક પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગૌતમ કુમારની વિચારધારામાં પરિવર્તન થયું નહીં. તેમણે માત્ર માતા-પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા એક દિવસ માટે રાજ્ય ગ્રહણ કર્યું. પછી સંપૂર્ણ વૈભવ ત્યાગીને ભગવાનની પાસે સંયમ ગ્રહણ કરવા ઉપસ્થિત થઈ ગયા.
પરિષદ સમક્ષ ગૌતમકુમારે ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવન ! આ સમગ્ર સંસાર જરા અને મરણરૂપ અગ્નિથી બળી રહ્યો છે. તેમાંથી હું મારા આત્માનો નિસ્તાર કરવા ઈચ્છું છું અતઃ આપ મને સંયમ પ્રદાન કરો.
ગૌતમ મુનિનો સંયમ તપ અને અધ્યયન ઃ- ગૌતમ કુમારના ભાવોને org
Jain
For Use