________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ જાણીને તેમના માતા-પિતાની આજ્ઞા મેળવી, ભગવાન અરિષ્ટનેમિએ તેમને સંપૂર્ણ સાવધયોગના ત્યાગ રૂપ સામાયિક ચારિત્ર પ્રદાન કર્યું. અર્થાત્ વિધિપૂર્વક દીક્ષાનો પાઠ ભણાવ્યો. તેમજ યોગ્ય શિક્ષા-દીક્ષા આપીને તેમને અધ્યયન માટે સ્થવિર ભગવંત(ઉપાધ્યાય) પાસે રાખ્યા. ત્યાં તેમણે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગ સૂત્રોનું કંઠસ્થ અધ્યયન પૂર્ણ કર્યું. સાથે અનેક પ્રકારના ઉપવાસ આદિ તપ અને માસખમણ સુધીના તપ દ્વારા આત્માને ભાવિત બનાવ્યો.
અગિયાર અંગનું અધ્યયન સમાપ્ત થયા પછી ગૌતમ અણગારે ભગવાન પાસેથી આજ્ઞા લઈને ભિક્ષુની બારે પડિમાઓની આરાધના કરી. ભિક્ષુની પિંડમામાં આઠ મહિના સુધી એકાકી વિચરણ કરવામાં આવે છે. એનું વિસ્તૃત વર્ણન દશાશ્રુત સ્કંધ સૂત્રમાં છે.
ર
ભિક્ષુ પડિમા પૂર્ણ થયા પછી ગૌતમ અણગારે ગુણ રત્ન સંવત્સર તપ કરવાની આજ્ઞા લઈને સોળ મહિના સુધી તપની આરાધના કરી. આ તપમાં પ્રથમ માસે નિરંતર ઉપવાસ, બીજા મહિનામાં નિરંતર છઠ્ઠ એવી રીતે ક્રમશઃ વધારીને સોળમાં માસે સોળ-સોળની તપસ્યા કરવામાં આવે છે. દિવસમાં ઉકડુ–ઉભડક આસને(બન્ને પગ પર) બેસીને આતાપના લેવામાં આવે છે. રાત્રિના સમયે વસ્ત્ર રહિત દશામાં ઠંડીની આતાપના અર્થે વીરાસન દ્વારા ધ્યાનસ્થ થવામાં આવે છે. આ તપ ચાર સો એંસી(૪૮૦)દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે. જેમાં ૪૦૭ દિવસ તપસ્યા અને ૭૩ દિવસ પારણાના હોય છે. ગૌતમ મુનિની મુક્તિ :– આ પ્રકારે બાર વર્ષના સંયમ પર્યાય(સંયમ જીવન) બાદ શત્રુંજય પર્વત ઉપર એક માસના સંથારાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને ગૌતમમુનિએ જે પ્રયોજનથી નગ્ન ભાવ, મુંડ ભાવ, કેશલોચ, ખુલ્લા પગે ભ્રમણ, બ્રહ્મચર્ય વ્રત, ભિક્ષાવૃત્તિ વગેરેને ધારણ કર્યા હતા તથા લાભ-અલાભ, આક્રોશ, વધ આદિ પરીષહ અને ઉપસર્ગ સ્વીકાર્યા હતા અને સ્નાન, દંત-મંજન, પગરખાં, છત્ર આદિનો ત્યાગ કર્યો હતો તે પ્રયોજનને સિદ્ધ કર્યો એટલે મોક્ષગામી બન્યા. અધ્યયન : ર થી ૧૦
ગૌતમકુમારની જેમ જ બાકીના નવ (૧) સમુદ્ર (૨) સાગર (૩) ગંભીર (૪) સ્તિમિત (૫) અચલ (૬) કાંપિલ્ય (૭) અક્ષોભ (૮) પ્રસેનજીત અને (૯) વિષ્ણુકુમારનું વર્ણન છે. અર્થાત્ દશેયનું સાંસારિક જીવન પરિચય, સુખ-સમૃદ્ધિ અને સાધના જીવન લગભગ એક સરખા છે. બધાએ બાર વર્ષની દીક્ષા પર્યાયમાં વિવિધ તપ અને અગિયાર અંગોના જ્ઞાનની સાથે ભિક્ષુની બાર ડિમાઓનું આરાધન કર્યું અને ગુણ રત્ન સંવત્સર તપ પણ કર્યું. અંતિમ સમયે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષધામ પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org