________________
કથાશાસ્ત્ર : અંતગડ સૂત્રા
]
૮૩ |
૮૩
બીજો દિવસ:
વર્ગ – ૨: અધ્યયન – ૧ થી ૮
આ વર્ગમાં આઠ અધ્યયન છે જેમાં (૧) અક્ષોભ (૨) સાગર (૩) સમુદ્ર (૪) હિમવંત (૫) અચલ (૬) ધરણ (૭) પૂરણ (૮) અભિચન્દ્ર આ આઠ રાજકુમારોનું વર્ણન છે. જે ગૌતમ કુમારની જેમ જ છે. વિશેષતા માત્ર એટલી છે કે આ આઠેયનો દીક્ષા પર્યાય સોળ વર્ષનો હતો. તેઓ પણ અંતે એક મહિનાના સંથારા વડે શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. બંને વર્ગોમાં આવેલા નામોમાં ચાર નામ પરસ્પર સમાન છે. તે સિવાય દશ દસાઈ(સમુદ્રવિજય આદિ)ના નામોમાં વસુદેવજી સિવાયના નવ નામો આ અઢાર અધ્યયનમાં મળે છે. તે કાળમાં સમાન નામો આપવાની પ્રથા હશે. તેથી આવું બનવું સંભવ છે. જે શિક્ષા–પ્રેરણા :– બંને વર્ગોમાં કુલ ૧૮ રાજવંશી પુરુષોનું જીવન વર્ણન પૂર્ણ થયું. ભોગમય જીવન પ્રાપ્ત કરીને પુનઃસંયમ જીવનમાં પ્રવેશ કરવો, આ પ્રકારના સંયોગો પણ ભાગ્યશાળી આત્માઓને જ પ્રાપ્ત થાય છે. આવા પુણ્યવાન ચરિત્ર નાયકોનું આગમિક વર્ણન સાંભળીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ પોતાના જીવનમાં પ્રેરણા લેવી જોઈએ અને આળસ પ્રમાદને છોડીને વ્રતો અથવા મહાવ્રતોમાં આગળ વધવું જોઈએ. ટિપ્પણ – સગાભાઈઓ(એક માતાના પુત્રો)ના નામ એક સરખા તો ન જ અપાય. માટે બંને વર્ગોમાં સમાન નામ હોવાથી વર્ણવેલ રાજકુમારો સગા ભાઈઓ નહિ હોય, એમ સમજવું યોગ્ય છે.
| D વર્ગ - ૩ઃ અધ્યયન - ૧ થી ૬ હથિi
આ વર્ગમાં તેર અધ્યયન છે. જેમાં તેર રાજકુમારોનું વર્ણન છે. અનિકસેન આદિ :- પ્રાચીનકાળમાં ભદિલપુર નામનું નગર હતું. ત્યાં નાગ નામના ગાથાપતિ(શેઠ) રહેતા હતા.તેમને સુલસા નામની ભાર્યા(શેઠાણી) હતી. તેણીએ સુંદર અને ગુણયુકત પુત્રને જન્મ આપ્યો. જેનું નામ અનિકસેન રાખવામાં આવ્યું. બાળપણ, શિક્ષા ગ્રહણ, યૌવન વયમાં પ્રવેશ અને પાણિગ્રહણ આદિ યથાસમયે સુખપૂર્વક સંપૂર્ણ થયા. બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓની સાથે તેઓ સાંસારિક સુખ ભોગવતાં રહેવા લાગ્યા.
એક વખત અરિહંત અરિષ્ટનેમિનું નગરી બહાર શ્રી-વન ઉદ્યાનમાં આગમન થયું. અનિકસેન રાજકુમાર ભગવાનની સેવામાં ગયા. ઉપદેશ સાંભળ્યો. a ઉપદેશની વૈરાગ્ય ધારા તેના હૈયામાં ઉતરી ગઈ. સંયમ સ્વીકારવાનો દઢ સંકલ્પ
Jain Educ
cation international
rivate & Personal use
ainemorary.org