________________
જ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧
કર્યો અને પ્રથમ અધ્યયનમાં વર્ણવેલ ગૌતમના વર્ણન સમાન માતા-પિતા પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવાનની પાસે દીક્ષિત થયા. સંયમ જીવનની શિક્ષાઓ ગ્રહણ કરીને સંયમ તપથી પોતાના આત્માને ભાવિત કરતાં બાર અંગોનું કંઠસ્થ અધ્યયન કર્યું. ૧૪ પૂર્વધારી બન્યા. ગૌતમ અણગારની જેમ જ ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. વીસ વર્ષની દીક્ષા પર્યાયના અંતે એક મહિનાના સંથારાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય કર્યો. એવી જ રીતે અનંતસેન કુમાર, અજિતસેન કુમાર, અનિહતરિપુ કુમાર, દેવસેન કુમાર, અને શત્રુસેન કુમાર આદિ પાંચેય શ્રેષ્ઠી કુમાર નાગ ગાથાપતિના પુત્ર સુલતાના અંગજાત સગા ભાઈઓનું વર્ણન છે. બધાએ ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈને ૨૦ વર્ષ સુધી સંયમ પાલન કર્યું અને અંતે સર્વ કર્મોનો ક્ષય કરીને શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. આ રીતે છ અધ્યયન પૂર્ણ થયા.
અિધ્યયન છી દ્વારિકા નગરીમાં વસુદેવ રાજા(શ્રી કૃષ્ણજીના પિતા) રહેતા હતા. તેમને સારણકુમાર નામનો પુત્ર હતો. યુવાવસ્થા દરમિયાન તેના પચ્ચાસ કન્યાઓની સાથે લગ્ન થયા. તેણે પણ સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને અરિહંત અરિષ્ટનેમિની પાસે સંયમ અંગીકાર કર્યો. ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. બાકીનું વર્ણન ગૌતમ કુમાર જેવું જ છે. વીસ વર્ષ દીક્ષા પર્યાયનું પાલન કરીને અંતે માસખમણના સંથારા વડે મુક્તિ ધામને પ્રાપ્ત કર્યું.
આ રીતે બે વર્ગોમાં ૧૮ અને ત્રીજા વર્ગમાં સાત જીવોનું તેમ કુલ ર૫ જીવોનું સુખ રૂપ મુક્તિ ગમન થયું. હવે ત્રીજા વર્ગના ઉપસર્ગ યુક્ત વર્ણનવાળા આઠમા અધ્યયનો પ્રારંભ થાય છે.
અિધ્યયન - ૮: ગજસુકુમાર | છ ભાઈ મુનિઓના પારણા :– વિચરણ કરતાં-કરતા અરિહંત અરિષ્ટનેમિનું દ્વારિકા નગરીમાં પદાપર્ણ થયું. ભગવાનની આજ્ઞા લઈને પૂર્વવર્ણવેલ અનિકસેન આદિ છ ભાઈઓ પોતાના છઠ્ઠના પારણા માટે દ્વારિકા નગરીમાં ગયા. છ મુનિઓએ બે–એના વિભાગ બનાવ્યા. તેમાંથી એક વિભાગના બે મુનિઓ ગવેષણા કરતાં દેવકી રાણીના આવાસે પહોંચ્યા. વચ્ચેના તીર્થકરોના(પહેલા અને છેલ્લા સિવાયના) સાધુ, સાધ્વીઓ રાજકુળમાં ગોચરી જઈ શકે છે. તેથી દેવકીના ઘેર આવવું તેમના માટે કલ્પનીય હતું. દેવકી રાણી આદર-સત્કાર વિનય ભક્તિ અને પ્રસન્નતા પૂર્વક બંને મુનિઓને રસોઈ ઘરમાં લઈ આવી અને સિંહ કેશરી નામના મોદક થાળમાં ભરી ઈચ્છાનુસાર વહોરાવ્યા. ત્યાર પછી પુનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelisrary.org