________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
ધર્મ-ધ્યાનના આઠ દિવસોમાં જીવન સંસ્કારિત બને, ગૃહસ્થ જીવનમાં પણ ત્યાગ-વૈરાગ્યની વૃદ્ધિ થાય, વિવેક વધે, વિચાર અને પ્રવૃતિઓ શુદ્ધ બને તેમજ પ્રબળ પ્રેરણાઓથી સંયમ ધારણ કરવાનો આત્મ સંકલ્પ દઢ બને. એ જ આપણું શાસ્ત્ર વાંચન અને શ્રવણનું લક્ષ્ય હોવું જોઈએ.
८०
રુચિપૂર્વક શાસ્ત્ર શ્રવણ કરવાથી અને યોગ્ય સમયે ઉપસ્થિત રહીને નિરંતર અને પરિપૂર્ણ શાસ્ત્ર શ્રવણ કરવાથી શુદ્ધ અને સાચો આનંદ આવે છે. આથી શ્રોતાજનોએ સમયનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.
વર્ગ - ૧ : અધ્યયન – ૧
ગૌતમ ઃ
-:
ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણ વાસુદેવની રાજધાની દ્વારિકા નગરી હતી, જે ૯૬ માઈલ(૧૨ યોજન) લંબાઈમાં અને ૭૨ માઈલ(૯ યોજન) પહોળાઈમાં વિસ્તૃત હતી. તે નગરીનું નિર્માણ પ્રથમ દેવલોકના ધનપતિ કુબેર નામના દેવની બુદ્ધિથી થયું હતું. (ધળવ-મફ-fબમ્પિયા) તેનો ઘટના ક્રમ આ પ્રમાણે છે – દ્વારિકા નિર્માણનો ઇતિહાસ :- કૃષ્ણે કંસનો વધ કર્યો ત્યારે તેની પત્ની જીવયશાએ પોતાના પિતા જરાસંધ પ્રતિવાસુદેવની પાસે ફરિયાદ કરી. ક્રોધિત થઈને જરાસંધે સમુદ્રવિજય આદિ યાદવ જનોને આદેશ આપ્યો કે કૃષ્ણકુમારને મને સોંપી ધો અન્યથા હું યાદવોનો નાશ કરી દઈશ. જરાસંધના આતંકથી યાદવોએ ગુપ્ત રીતે સૌર્યપુરને છોડી દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. રસ્તા વચ્ચે તેમને હેરાન કરવા માટે જરાસંધના પુત્ર કાલકુમારે સેના લઈને પીછો કર્યો પરંતુ દેવમાયામાં ફસાઈ જતાં તે મૃત્યુ પામ્યો અને યાદવો સકુશળ સૌરાષ્ટ્ર પહોંચી ગયા.
યોગ્ય સ્થાન જાણીને શ્રી કૃષ્ણે અઠ્ઠમ તપ કર્યો અને તેમાં ધનપતિ વૈશ્રમણ દેવની આરાધના અને સ્મરણ કર્યું. દેવ ઉપસ્થિત થયો અને કૃષ્ણની વિનંતી થતાં તેણે પોતાના અનુગામી દેવોને આદેશ-નિર્દેશ આપ્યો અને નગરીનું નિર્માણ કરાવ્યું. તે નગરીમાં અનેક મોટા-મોટા દરવાજાઓ બનાવવામાં આવ્યાં હતાં. તેને કારણે તેનું નામ દ્વારવતી રાખવામાં આવ્યું. આગળ જતાં તે દ્વારિકા તરીકે ઓળખાવા લાગી. તે નગરીનો કિલ્લો(કોટ) સુવર્ણમય હતો. તેના બુરજ ગોખલા આદિ અનેક પ્રકારના મણિઓથી સુશોભિત હતા.
કૃષ્ણ વાસુદેવની સમૃદ્ધિ :– કાળાંતરે કૃષ્ણનું પ્રતિવાસુદેવની સાથે યુદ્ધ થયું. જરાસંધ યુદ્ધમાં પોતાના ચક્રથી કૃષ્ણના હાથે માર્યો ગયો. તે પછી કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ રાજા બન્યા. તેમની રાજ્ય ઋદ્ધિ, ઐશ્વર્ય આ પ્રમાણે હતા—
સમુદ્રવિજય આદિ મુખ્ય દસ તેમના પૂજનીય રાજાઓ હતા. બળદેવ આદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International