________________
કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર
OC
અંગોમાં આ આઠમું અંગ છે. એના આઠ વર્ગ(વિભાગ) છે. પર્યુષણના દિવસો પણ આઠ છે અને આઠ કર્મોનો ક્ષય કરવાનો જ સાધકનો મુખ્ય હેતુ છે, લક્ષ્ય છે. આ રીતે સંખ્યાનો મેળાપ કરીને પણ પર્યુષણમાં આ સૂત્ર વાંચન સાથેનો સંબંધ જોડવામાં આવે છે.
અહીં સારાંશને આઠ દિવસના વિભાજન સાથે લખવામાં આવે છે તેથી જે વ્યક્તિ કોઈ કારણથી પર્યુષણમાં પણ વ્યાખ્યાનમાં ન જઈ શકે તો તે અહીં વિભાજિત આઠ દિવસોના વિષયનો ઘેર જ સામાયિક સંવર કરીને વાંચન કરી શકે છે. પ્રથમ દિવસ :પ્રારંભિક વ્યાખ્યાન - ભાગ્યશાળી જીવોને જ શાસ્ત્ર શ્રવણ કરવાની તક મળે છે. ઉત્તરા. આ.-૩ માં ધર્મના ચાર અંગેની દુર્લભતા વર્ણવવામાં આવી છે. જેમાં જિનવાણીનું શ્રવણ પણ જીવને દુર્લભ કહેવામાં આવ્યું છે. ચોથા આરામાં પણ કોઈ વિરલ અને ભાગ્યશાળી લોકો જ તીર્થંકર પ્રભુની વાણીનું શ્રવણ કરી શકતા હતા. અન્ય અનેક લોકો તો આળસ પ્રમાદ અને મિથ્યાત્વ ભાવોના કારણે વંચિત જ રહી જતાં હતાં. માટે આ પાંચમા આરામાં મહાન પુણ્યનો ઉદય હોય તેને જ શાસ્ત્ર શ્રવણનો સંયોગ મળે એ સત્ય વાત છે. ધર્મ અને મોક્ષની આધાર શિલા પણ ધર્મ શ્રવણ જ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે –
सवणे णाणे विण्णाणे, पच्चक्खाणे य संजमे ।
अणण्हवे तवे चेव, वोदाणे अकिरिया सिद्धी ॥ અર્થ :– શાસ્ત્ર શ્રવણથી સામાન્ય જ્ઞાન થાય છે, તેના ચિંતનથી વિશેષ જ્ઞાન અને પછી પ્રત્યાખ્યાન તથા સંયમ ગ્રહણ કરી શકાય છે, જેનાથી આશ્રવ રોકાય જાય છે અને પછી ક્રમશ: તપ અને નિર્જરા દ્વારા અક્રિય અવસ્થા પ્રાપ્ત થાય છે. અક્રિય બનેલો જીવ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
તાત્પર્ય એ છે કે મોક્ષ પ્રાપ્તિ, સંયમ સ્વીકાર અને આત્મજ્ઞાન-વિજ્ઞાન આ બધું ધર્મ શ્રવણ પછી જ સંભવ અને શક્ય બને છે. તેથી જ ભગવતી સૂત્રની ઉપર્યુક્ત ગાથામાં સર્વ પ્રથમ ધર્મ શ્રવણનો ઉપદેશ છે.
ઉપલબ્ધ બત્રીસ આગમોમાંથી આઠ દિવસમાં પૂર્ણ થઈ શકે એવું અને રોચક તથા પ્રેરક દષ્ટાંતોથી યુક્ત હોવાને કારણે પૂર્વાચાર્યોએ આ અંતગડ સૂત્ર વ્યાખ્યાનમાં વાંચવાનું શરૂ કર્યું છે. જે ગુજરાત સિવાય અન્ય પ્રાંતોમાં સેંકડો વર્ષોથી નિરંતર ચાલી રહ્યું છે.
આ સૂત્રમાં આવા જ નેવું(૯૦) ચારિત્રાત્માઓનું વર્ણન છે. જેમણે તે જ ભવના અંતમાં સમસ્ત કર્મોનો અને સંસારનો અંત કરી દીધો. આ કારણથી જ
Jain Education Internations
For Private & Personal Use Only
www.jainelibrary.org