________________
કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ
૨૧૧
એક દિવસ તે ગરીબે મંત્રીને રસ્તામાં જતાં જોયા અને બોલી ઉઠયો કેપુરોહિતજી, મારી હજાર રૂપિયાની વાંસળી તમારે ત્યાં થાપણ રૂપે રાખી છે તે પાછી આપોને? આ વાત સાંભળીને મંત્રી સમજી ગયા કે આ વ્યક્તિને કોઈએ દગો દીધો છે. માટે મંત્રીને દયા આવી. તેણે પેલા ભિખારીની વાત રાજાને કરી. રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું– પેલા ભિખારીની થાપણ તું પાછી આપી દે. પુરોહિતે કહ્યું– મારા ઘરે ભિખારીની થાપણ છે જ નહીં. એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી રાજાએભિખારીને એકાંતમાં બોલાવ્યો અને કહ્યું તે થાપણ ખરેખર પુરોહિતને ત્યાં રાખી છે? ભિખારીએ દિવસ, તિથિ, મુહૂર્ત, ચોઘડીયું તેમજ સાથીદારોની હાજરી વગેરે બતાવ્યું.
એક દિવસે રાજાએ ફરી પુરોહિતને બોલાવ્યો. રાજા તેની સાથે રમત ગમતમાં મગ્ન બની ગયા. પછી રમતાં રમતાં એક બીજાએ વીંટી બદલાવી લીધી. પછી પોતાના ગુપ્તચરને રાજાએ કહ્યું – તમે આ વીંટી લઈને પુરોહિતના ઘેર જાઓ અને તેની પત્નીને પુરોહિતની વીંટી બતાવીને કહો કે પુરોહિતે મને પેલા ભિખારીની એક હજાર સોનામહોરની વાંસળી આપવાનું કહ્યું છે. વીંટીની સાક્ષી જોઈને પ્રોહિતની પત્નીએ પેલા ભિખારીની થાપણ રાજાના કર્મચારીઓને આપી દીધી.
કર્મચારીઓએ રાજાને ભિખારીની વાંસળી આપીને સર્વ વૃત્તાંત કહો. રાજાએ ઘણી વાંસળીની વચ્ચે પેલા ભિખારીની વાંસળી પણ રાખી દીધી. રાજાએ પુરોહિત તથા ભિખારી બન્નેને પોતાની બેઠકમાં બેસાડ્યા. ભિખારી વાંસળીના ઢગલામાં પોતાની વાંસળીને જોઈને અત્યંત ખુશ થયો. પછી રાજાને તેણે કહ્યું– મહારાજ! આ આકૃતિવાળ
વાંસળી મારી છે. રાજાએ પ્રેમથી તેની વાંસળી તેને આપી દીધી. વાંસળી મળી જવાથી ભિખારીનું પાગલપણું ચાલ્યું ગયું. રાજાએ પોતાની ઓત્પાતિકી બુદ્ધિ વડે પુરોહિત પાસેથી થાપણ મેળવીને પુરોહિતને યથાયોગ્ય દંડ આપ્યો. (૩૩) અંક – એક વખત કોઈ માણસે એક શાકારને એક હજાર રૂપિયાની વાંસળી થાપણ રૂપે આપી. પછી તે દેશાંતર ફરવા ગયો. તેના ગયા પછી શાહૂકારે વાંસળી નીચે એક કાણું કરીને હજાર રૂપિયા કાઢી લીધા. તેમાં ખોટા રૂપિયા ભરીને તેણે વાંસળીની સિલાઈ કરી લીધી.
થોડા સમય પછી વાંસળીનો માલિક પોતાના ઘરે આવીને શાહુકાર પાસે વાંસળી લેવા ગયો. શાહૂકારે તેની વાંસળી આપી દીધી. તે લઈને વાંસળીનો માલિક પોતાના ઘરે ગયો. ત્યાં જઈને જોયું તો વાંસળીમાંથી ખોટા રૂપિયા નીકળ્યાં. એ જોઈને પેલો માણસ ગભરાયો. પછી તે ન્યાયાધીશ પાસે ગયો અને વાંસળી માંહેના ખોટા રૂપિયા વિષેની વાત કરી.
ન્યાયાધીશે તેને પૂછ્યું- તારી વાંસળીમાં કેટલા રૂપિયા હતા. તેણે કહ્યું એક હજાર હતાં. ન્યાયાધીશે ખોટા રૂપિયા તેમાંથી કાઢીને સાચા રૂપિયા ભર્યા પણ પાંચ રૂપિયા વાંસળીમાં સમાયા નહીં, કેમ કે વાંસળીને કાપીને સિલાઈ કરી હતી. તે જોઈને ન્યાયાધીશે અનુમાન કર્યું કે ખરેખર શાહૂકારે આ વાંસળી કાપીને સાચા રૂપિયા લઈને ખોટા ભરી દીધા છે. પછી ન્યાયાધીશે શાહુકારને બોલાવીને કહ્યું– આ માણસના તે હજાર રૂપિયા લઈ લીધા છે તે પાછા દઈ દે નહીંતર તને દંડ દેવામાં આવશે. શાહૂકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org www