________________
૧૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
દંડના ભયથી ડરીને એક હજાર રૂપિયા વાંસળીના માલિકને આપી દીધા. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (૩૪) નાણક – એક માણસ એક શેઠને ત્યાં એક હજાર સવર્ણમહોરોની ભરેલી થેલી અંકિત કરીને થાપણ રૂપે રાખીને તે દેશાંતર ગયો. થોડો સમય વીત્યા બાદ શેઠે તે થેલીમાંથી સોનાની મહોરો કાઢી લીધી અને તેમાં નકલી મહોરો ભરીને થેલીને સીવી લીધી. કેટલાક વર્ષો પછી થેલીનો માલિક શેઠની પાસે આવ્યો. તેણે પોતાની થેલી માંગી. શેઠે તેના નામવાળી થેલી તેને આપી. તે પોતાની થેલી લઈને ઘેર ગયો. ઘેર જઈને મહોરોની તપાસ કરી તો અસલી મહોરોને બદલે નકલી મહોરો નીકળી. તરત જ તે શેઠની પાસે ગયો અને કહ્યું– શેઠજી! આ થેલીમાં મારી અસલી મહોરોને બદલે નકલી મહોરો છે. શેઠે કહ્યું– હું અસલી નકલી કંઈ જાણતો નથી. મેં તો તમારી થેલી જેવી હતી એવી પાછી આપી છે. તેની અસલી સોનામહોર નહીં મળતા તે ન્યાયાલયમાં ગયો.
ન્યાયાધીશને તેણે પોતાની થેલી વિષે વાત કરી. ન્યાયાધીશે શેઠને તથા થેલીના માલિકને બોલાવ્યા. ન્યાયાધીશે થેલીના માલિકને પૂછયું– તમે કેટલા વર્ષ પહેલા શેઠને ત્યાં થેલી રાખી હતી? તેણે પોતાનાં વર્ષ અને દિવસો બતાવી દીધા. થેલીમાંની મહોરોની તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તે મહોરો તો નવી તાજેતરમાં બની હતી. ન્યાયાધીશે સમજી લીધું કે મહોરો બદલાઈ ગયેલ છે. તેઓએ શેઠને બોલાવીને કહ્યું- શેઠજી! આ મહોરો ખરેખર તમારે ત્યાં બદલાઈ ગઈ છે માટે સાચી મહોરો તેને આપી દો, નહીંતર તમને દંડ દેવામાં આવશે. શેઠે પેલા માણસની સાચી મહોર પાછી આપી દીધી. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (૩૫) સોના મહોર - કોઈ એક માણસ એક સંન્યાસીને ત્યાં એક હજાર સોનામહોરની થાપણ રાખીને વિદેશ ગયો. થોડા સમય બાદ પોતાના ઘરે આવીને પછી તે સંન્યાસી પાસે પોતાની થાપણ લેવા ગયો. પેલો સંન્યાસી આજે દઈશ, કાલે દઈશ એમ કહેતો, પણ તેની થાપણ આપતો નહીં. પેલો માણસ ચિંતામાં રહેતો કે આ સંન્યાસી પાસેથી મારી થાપણ કેવી રીતે કઢાવવી.
સંયોગવશ એક દિવસ તેને એક જુગારી મળ્યો. વાતચીત કરતાં કરતાં તેણે પોતાની સોનામહોર વિષે વાત કરી. જુગારીએ કહ્યું- હું તમારી સોના મહોર તેની પાસેથી કઢાવી આપીશ. પછી તે કંઈક સંકેત કરીને ચાલ્યો ગયો. બીજા દિવસે જુગારી ગેરૂ રંગના કપડા પહેરીને સંન્યાસીનો વેશ ધારણ કરીને પેલા ભિક્ષની પાસે ગયો. ત્યાં જઈને તેણે ભિક્ષને કહ્યું– મારી પાસે થોડીક સોનાની ખીંટીઓ છે તે આપ મારી થાપણ રૂપે રાખો. હું વિદેશથી આવીને પાછી લઈ જઈશ. આપ સત્યવાદી મહાત્મા છો એટલે હું આપની પાસે મારી આ થાપણ રાખવા ઈચ્છું છું. એવી વાત કરતા હતા ત્યાં પેલા માણસે જુગારીના સંકેતાનુસાર સંન્યાસી પાસે આવીને કહ્યું– મહાત્માજી મારી હજાર સોનામહોરની થેલી મને આપો. મારે આજે જોઈએ છે.
ભિક્ષુ પેલી સોનાની ખીંટીઓના લોભે અને સંન્યાસી પાસે અપયશ ન ફેલાય એટલા ખાતર ઘરમાં જઈને હજાર સોનામહોરની થેલી લઈ આવ્યો અને થેલીના માલિકને આપી દીધી. ત્યારબાદ વેશધારી સંન્યાસીએ પેલા ભિક્ષુને કહ્યું– થોડીવાર ખમો, મારે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org