________________
કથાશાસ્ત્ર : નંદી સૂત્રની કથાઓ
એક જરૂરી કામ માટે અત્યારે જવું પડશે. હું મારું કામ કરીને પછી આ સોનાની ખીંટીઓ આપને ત્યાં મૂકવા આવીશ. એમ કહીને વેષધારી સંન્યાસી ત્યાંથી ચાલ્યો ગયો. વેષધારી સંન્યાસી જુગારીની ઔત્પાતિક બુદ્ધિના કારણે પેલાની હજાર સોનામહોર મળી ગઈ. (૩૬) ચેટક નિધાન :- એક ગામમાં બે મિત્રો રહેતા હતા. પરસ્પર બન્નેનો ગાઢ પ્રેમ હતો. એક વાર બન્ને મિત્રો ગામની બહાર જંગલમાં ગયા. ત્યાં એક ઝાડ નીચે બેઠા હતા. ઓચિંતાની તેઓની નજર એક ખાડા પર પડી. ત્યાં તેઓએ સુવર્ણથી ભરેલ એક ચરુ જોયો. બન્નેએ ખાડો ખોદીને ચરુ બહાર કાઢ્યો. તેઓ બન્ને કહેવા લાગ્યા કે આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણને અચાનક પુષ્કળ ધન મળી ગયું. પણ એક માયાવી મિત્રે કહ્યું– આપણે આ ધનને આજે અહીં જ દાટી દઈએ. કાલે શુભ દિવસ અને શુભ નક્ષત્ર છે માટે આપણે બન્ને કાલે અહીં આવીને આ ધન લઈ જઈશું.
૨૧૩
પેલો મિત્ર સરળ હતો. તેણે કહ્યું– ભલે. પછી બન્ને મિત્રો ધન દાટીને પોતાના ઘરે ગયા. માયાવી મિત્ર તે જ રાતના જંગલમાં જ્યાં ધન દાટયું હતું ત્યાં ગયો. તેણે ખાડો ખોદીને બધું ધન કાઢી લીધું અને ચરુમાં કોલસા ભરીને ફરી ત્યાં દાટી દીધો. બધું ધન લઈને પોતાના ઘરમાં મૂકી દીધું. બીજા દિવસે બન્ને મિત્રો મળીને જંગલમાં ધન લેવા ગયા, ખાડો ખોદીને ચરુ કાઢ્યો તો અંદરથી કોલસા નીકળ્યાં. કપટી મિત્ર કોલસાને જોઈને છાતીફાટ રુદન કરવા લાગ્યો અને બોલવા લાગ્યો આપણે કેવા કમનસીબ ? દેવે આપણને દ્રવ્ય આપ્યું અને પાછું છીનવી લીધું. એમ વારંવાર કહેતો કહેતો જીણી નજરે તે સરળ મિત્ર સામ્ જોતો હતો. સરળ મિત્રે કહ્યું... આમ રોવાથી ધન નહીં મળે. સરળ મિત્ર સમજી ગયો હતો કે આ કપટીએ જ ધન કાઢીને એમાં કોલસા ભરી દીધા છે. છતાં તેને સમજાવીને બન્ને પોતપોતાના ઘરે ગયા.
થોડા દિવસ પછી સરળ મિત્રે કપટી મિત્રની એક મૂર્તિ બનાવી. પછી એ મૂર્તિ પોતાના ઘરે રાખી. ત્યાર બાદ તેણે બે વાંદરા પાળ્યા. પછી એ વાંદરાઓને ખાવા યોગ્ય પદાર્થોની થેલી મૂર્તિના મસ્તક પર, ખંભા પર, હાથ પર, પગ પર રાખી દેતો હતો. વાંદરાઓ મૂર્તિ પરથી પોતાનો ખોરાક ખાઈને તે પ્રતિમા પર નાચ-કૂદ વગેરે ક્રિયા કરતા હતા. એ પ્રતિમાની આકૃતિ બન્ને વાંદરાઓ જાણીતા થઈ ગયા.
એક દિવસ તહેવારના દિવસે સરળ મિત્રે કપટી મિત્રના બન્ને દીકરાને જમવાનું કહ્યું. કપટી મિત્રે તેનું આમંત્રણ સ્વીકારીને બન્ને દીકરાઓને તેના ઘરે જમવા મોકલ્યા. સરળ મિત્રે બન્નેને ખૂબ પ્રેમથી જમાડયા પછી અન્ય સ્થાન પર સુખપૂર્વક સંતાડી દીધા. સાંજનો સમય થતાં કપટી મિત્ર પોતાના બન્ને બાળકોને લેવા માટે આવ્યો, તેને આવતો જોઈને ભોળા મિત્રે જે જગ્યાએ પેલાની મૂર્તિ રાખી હતી એ ત્યાંથી લઈ લીધી અને એ જ જગ્યાએ શેત્રંજી પાથરીને તેને ત્યાં બેસાડ્યો. પછી ઘરમાં જઈને બન્ને વાંદરાઓને તેણે છૂટા કર્યા. બન્ને વાંદરાઓ સીધા કપટી મિત્રના મસ્તક પર, હાથ પર, પીઠ પર, પગ પર ચડીને મસ્તી કરવા લાગ્યા. કપટી મિત્રે કહ્યું– આ વાંદરાઓ મારા પર અત્યંત પ્રેમ કેમ કરે છે ? સરળ મિત્રે કહ્યું– એ બન્ને આપના પુત્રો છે. મારા ઘેર આવીને જમ્યા પછી એ બન્ને વાંદરાઓ બની ગયા છે. એ આપના પુત્રો હોવાથી પરિચિત છે માટે આપના શરીર પર નાચ-કૂદ કરે છે. માયાવી મિત્રે કહ્યું– શું મનુષ્ય પણ વાંદરા બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org