________________
કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ
|
| ર૦૧
ગયા અને રાજદરબારનો સમય થવાથી રાજા રાજ સિંહાસન પર વિરાજિત થયા. પછી પ્રજાજનોની સમક્ષ રોહકને મુખ્યમંત્રીના પદ પર નિયુક્ત કર્યો. આ ચૌદ ઉદાહરણ રોહકની ઓત્પાતિક બુદ્ધિના છે. (૧૫) પ્રતિજ્ઞા–શર્ત :– કોઈ એક ભોળો ગામડાનો ખેડૂત પોતાના ગામથી કાકડીની ગાડી ભરીને શહેરમાં વેચવા માટે ગયો. નગરના દરવાજા પાસે પહોંચતાં જ તેને એક ધૂર્ત મળી ગયો. તેણે ખેડૂતને કહ્યું- હું તમારી આ બધી કાકડી ખાઈ જાઉં તો તું મને શું આપે? ખેડૂતે કહ્યું- તો હું તને એક એવો મોટો લાડવો આપું કે જે દરવાજાની બહાર ન જઈ શકે. બન્નેની શર્ત નક્કી થઈ ગઈ. પાસે ઊભેલા લોકોને તેણે સાક્ષીમાં રાખી લીધા.
ધૂર્ત નાગરિકે પહેલાં ખેડૂતની દરેક કાકડી થોડી થોડી ખાઈ લીધી. કાકડીને એઠી કરી નાખી પછી કહે, "લો ભાઈમે તમારી બધી કાકડી ખાઈ લીધી છે. ખેડૂતે કહ્યું એમ ન ચાલે. ત્યારે નાગરિક ગ્રાહકોને બોલાવી લાવ્યો. ગ્રાહકોએ કહ્યું બધી કાકડી ખાધેલી છે માટે અમે નહીં લઈએ.
નાગરિકે ખેડૂતને કહ્યું – મારી શર્ત પ્રમાણે તમે મને લાડુ આપી દો. પહેલાએ કહ્યું– તને હું એક બે, ત્રણ, ચાર, પાંચ રૂપિયા આપું. છેવટે વધતાં વધતાં સો રૂપિયા આપું એમ કહ્યું. પણ ધૂર્ત નાગરિક માન્યો નહીં, તેણે કહ્યું મને શર્ત પ્રમાણે લાડુ જ જોઈએ. ખેડૂતે કહ્યું ત્રણ દિવસમાં હું તમારી શર્ત પૂર્ણ કરીશ.
ત્રણ દિવસમાં ખેડૂતે એક બીજા ધૂર્તને શોધી લીધો. તેના કહેવા મુજબ ખેડૂતે ગામમાંથી એક નાનકડા લાડવાની ખરીદી કરી, પછી એ લાડવાને તેણે નગરના દરવાજા પાસે રાખીને કહ્યું – લાડુ ! તું દરવાજાની બહાર ચાલ્યો જા. પણ લાડવો ત્યાંથી ખસ્યો નહીં.
ખેડૂતે ધૂર્ત નાગરિકને કહ્યું તમને દરવાજાની બહાર ન જઈ શકે એવો લાડવો આપી દીધો છે. સાક્ષીમાં રહેલા લોકોએ કહ્યું – બરાબર છે. બન્નેની શર્ત પૂર્ણ થઈ ગઈ. અહીં ધૂર્તની ઔપાતિકી બુદ્ધિથી કાર્ય પૂર્ણ થયું. (૧૬) વૃક્ષ - કોઈ એક સમયે થોડાક યાત્રિકો એક સ્થાનથી બીજા સ્થાને જતાં રસ્તામાં એક સઘન આંબાના વૃક્ષ નીચે વિસામો લેવા બેઠા. આંબામાં પાકેલી કેરીઓ જોઈને તેઓના મોઢામાં પાણી આવી ગયું. તેઓ કેરી લેવાનો ઉપાય શોધવા લાગ્યા.
આંબાના વૃક્ષ પર વાંદરાઓ બેઠા હતા. તેથી વૃક્ષ પર ચડીને કેરી લેવી મુશ્કેલ હતી. આખરમાં એક ઓત્પાતિક બુદ્ધિમાને કહ્યું પથ્થર લઈને વાંદરાઓ તરફ ફેંકો. વાંદરાઓ ચંચળ અને નકલ કરનારા હોય છે. તેથી તે પથ્થરના બદલે કેરીઓ ફેંકશે. તેની સલાહ પ્રમાણે કરતાં વાંદરાઓ પથ્થરોને બદલે પાકી કેરીઓ તોડી તોડીને તેઓની તરફ ફેંકવા લાગ્યા. પથિકોને તો કેરી જ જોઈતી હતી. તેઓએ પેટ ભરીને કેરી ખાધી. પછી ત્યાંથી રવાના થઈ ગયા. (૧૭) ખડુંગ(વીટી) – રાજગૃહનગરમાં પ્રસેનજિત રાજાએ પોતાની ન્યાય-પ્રિયતા અને બુદ્ધિબળથી સમસ્ત શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તે નિષ્ફટક રાજ્ય કરી રહ્યા હતા. તે પ્રતાપી રાજાને ઘણા પુત્રો હતા. તેમાં એક શ્રેણિક નામનો રાજકુમાર સમસ્ત રાજ્ય ગુણોથી યુક્ત હતો અને તે રાજાનો પ્રેમ પાત્ર હતો. રાજા પ્રગટ રૂપે તેના પર પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા ન હતા. રાજાને ડર હતો કે પિતાનો પ્રેમ પાત્ર જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org